RR vs PBKS IPL Match Result: રાજસ્થાન રોયલ્સે મેળવ્યો 6 વિકેટ વિજય, પંજાબની પરાજય સાથે મુશ્કેલી વધી

|

May 07, 2022 | 7:41 PM

Punjab Kings vs Rajasthan Royals IPL Match Result: રાજસ્થાન રોયલ્સે આ સાથે જ 7મી જીત સિઝનમાં મેળવી છે, જ્યારે પંજાબ કિંગસની આ છઠ્ઠી હાર છે

RR vs PBKS IPL Match Result: રાજસ્થાન રોયલ્સે મેળવ્યો 6 વિકેટ વિજય, પંજાબની પરાજય સાથે મુશ્કેલી વધી
Yashasvi Jaiswal એ શાનદાર અડધી સદી જમાવી હતી

Follow us on

IPL 2022 ની 52મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals) વચ્ચે રમાઈ રહી છે.  રાજસ્થાન રોયલ્સે પંજાબને 6 વિકેટે પરાજય આપ્યો હતો. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે (Mayank Agarwal) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પંજાબે 20 ઓવરમાં 5 ગુમાવીને 189 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં ઓપનર જોની બેયરિસ્ટોએ અડધી સદી ફટકારી હતી. ઉપરાંત જિતેશ શર્માએ પણ ઝડપી રમત રમીને અંતમાં સ્કોર બોર્ડ ઝડપી બનાવ્યુ હતુ. જવાબમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ની અડધી સદીની મદદ વડે રાજસ્થાને વિજયી લક્ષ્ય 4 વિકેટ ગુમાવીને પાર કરી લીધુ હતુ. અંતમાં હેટમાયરે આક્રમક રમત રમીને ટીમને જીત જરુરી અંક પર પહોંચાડ્યુ હતુ.

રાજસ્થાન તરફથી રન ચેઝ કરવા માટે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી હતી. બંનેએ સારી શરુઆત આક્રમક અદાજ સાથે કરી હતી. પરંતુ બંને વચ્ચે 46 રનની ભાગીદારી રમત થતા જ પાર્ટનરશીપ તૂટી ગઈ હતી. જોસ બટલરે 16 બોલમાં 30 રન 1 છગ્ગો અને 5 ચોગ્ગાની મદદ થી ઝડપી રમત રમીને નોંધાવ્યા હતા. જયસ્વાલે શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 2 છગ્ગા અને 9 ચોગ્ગા ભરી ઈનીંગ 68 રનની રમી હતી. આ માટે 41 બોલનો તેણે સામનો કર્યો હતો. જોકે તેણે ટીમને લક્ષ્યની નજીક મજબૂતાઈ પૂર્વક પહોંચાડી દીધી હતી.

કેપ્ટન સંજુ સેમસને 12 બોલમાં 23 રનની ઈનીંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા જમાવ્યા હતા. પરંતુ ઋષી ધવનના બોલ પર તે શિખર ધવનના હાથમાં કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ દેવદત્ત પડિકલ અને શિમરોન હેયટમાયરે રમતને સંભાળી હતી. પડિકલ32 બોલમાં 31 રન નોંધાવીને આઉટ થયો હતો. હેટમાયરે 16 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ 19.4 ઓવરમાં જ રાજસ્થાને લક્ષ્ય પાર કરી લઈ જીત મેળવી હતી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

રબાડા ખર્ચાળ રહ્યો, અર્શદીપની 2 વિકેટ

પંજાબ કિંગ્સના બોલરો વિકેટ શોધતા રહી ગયા અને રાજસ્થાનના બેટ્સમેનો જીત લઈ ગયા હતા. રબાડાએ 4 ઓવરમાં 50 રન ગુમાવીને 1 જ વિકેટ મેળવી હતી. જ્યારે સંદિપ શર્માએ એક પણ વિકેટ ઝડપ્યા વિના 4 ઓવરના સ્પેલમાં 41 રન ગુમાવ્યા હતા. અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. તેણે 29 રન જ 4 ઓવરમાં આપ્યા હતા. ઋષી ધવને એક વિકેટ ઝડપી હતી.

Published On - 7:27 pm, Sat, 7 May 22

Next Article