PSL 2021: રુસો અને મકસુદની તોફાની બેટીંગ વડે મુલતાન સુલતાન્સ ચેમ્પિયન બન્યુ, ઇમરાનની 3 વિકેટ

|

Jun 25, 2021 | 9:16 AM

મુલતાન સુલતાન (Multan Sultans) ની ટીમની PSL માં આ ફક્ત ચોથી સિઝન હતી. ટીમ પ્રથમ વાર ફાઇનલ સુધી પહોંચી શકી હતી. મુલતાને ફાઇનલમાં પ્રથમ વખતના પ્રયાસમાં PSL 2021 ની ટ્રોફી જીતી લીધી.

PSL 2021: રુસો અને મકસુદની તોફાની બેટીંગ વડે મુલતાન સુલતાન્સ ચેમ્પિયન બન્યુ, ઇમરાનની 3 વિકેટ
Multan Sultans Team

Follow us on

કોરોના મહામારીના અવરોધ વચ્ચે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની છઠ્ઠી સિઝન પુરી થઇ ગઇ છે. અબુધાબીમાં રમાયેલ PSL-6 ની બાકી રહેલી 20 મેચોનુ સમાપન ગુરુવારે 24 જૂને ફાઇનલ મેચ સાથે થયુ હતુ. જ્યા PSL ને એક નવો જ ચેમ્પિયન મળ્યો. મુલતાન સુલતાન્સ (Multan Sultans) અને પેશાવર ઝાલ્મી (Peshawar Zalmi) વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં મંહમદ રિઝવાન (Mohammad Rizwan) ની કેપ્ટનશીપ ધરાવતી મુલતાને શાનદાર જીત સાથે PSL 2021 ટાઇટલ પોતાને નામે કર્યુ હતુ.

મુલતાન સુલતાન્સ ટીમ માટે PSL નુ ટાઇટલ પ્રથમ વાર છે. ટીમ ની આ જીતમાં કંઇક ખાસ પ્રદર્શનોનુ યોગદાન રહ્યુ છે. બે બેટ્સમેનોએ તોફાની અર્ધશતક જમાવી ને ટીમને એક મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. જ્યારે 42 વર્ષના બોલર એ પોતાની સ્પિન જાળમાં પેશાવરના બેટ્સમેનોને ફંસાવીને ટીમની જીત નિશ્વિત કરી લીધી હતી.

અબૂધાબીના શેખ ઝાયદ સ્ટેડિમયમાં રમાયેલી PSL ફાઇનલ મેચમાં, પેશાવરની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુલતાનના ઓપનર શાન મસૂદે 37 અને મહંમદ રિઝવાને 30 રન સાથે ભાગીદારી રમત રમી હતી. જોકે તેમની રમત શરુઆથ ધીમી રહી હતી. જે સમયે ટીમને ઝડપ થી સ્કોરને આગળ વધારવાની જરુર હતી. સોહેબ મકસુદ અને રાઇલી રુસો એ રમતમાં આવીને તે જરુરીયાત પુરી કરવાની શરુઆત કરી હતી. ત્રીજા અને ચોથા નંબરના આ બેટ્સમેનોએ જબરદસ્ત તોફાની રમત રમી હતી.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

રુસો અને મકસુદની તોફાની રમત

દક્ષિણ આફ્રિકાના 31 વર્ષીય બેટ્સમેન રાઇલી રુસોએ રીતસરનુ મેદાનમાં તોફાન સર્જી દીધુ હતુ. રુસોએ 21 બોલમાં ચોગ્ગા અને છગ્ગાના વરસાદ સાથે 50 રનની ઇનીંગ રમી હતી. રુસોએ પોતાની ઇનીંગમાં 5 ચોગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જેની સ્ટ્રાઇક રેટ 238 ની રહી હતી.રુસોએ ત્રીજી વિકેટ માટે મકસુદ સાથે મળીને 7.2 ઓવરમાં જ 98 રનની ભાગીદારી રમત રમી હતી. મકસુદે પણ તોફાની રમત રમીને 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદ થી, 35 બોલમાં 65 રનની અણનમ ઇનીંગ રમી હતી. તેની મદદ થી મુલતાન એ 20 ઓવરમાં ફક્ત 4 વિકેટ ગુમાવીને 206 રનનો મોટો સ્કોર ખડક્યો હતો.

ઇમરાન તાહિરે સ્પિન કહેર સર્જ્યો

જવાબમાં પેશાવર ઝાલ્મીના ઓપનર કામરાન અકમલે ઝડપી શરુઆત કરી હતી. તેણે મેદાનમાં આવતા વેંત જ રન વરસાવી દીધા હતા. જોકે પાછળની બે મેચોના હિરો રહેલા હઝરતુલ્લાહ ઝાઝઇ આ વખતે ફ્લોપ રહ્યો હતો. પેશાવર એ 9.2 ઓવરમાં ફક્ત 58 રનની ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. અહીં થી ટીમના અનુભવી બેટ્સમેન શોએબ મલિક એ મોરચો સંભાળ્યો હકો અને મુલતાન પર હુમલો કરવાની શરુઆત કરી હતી. મલિક એ 28 બોલમાં 48 રન ફટકાર્યા હતા. આમ મેચને તેણે જીવંત બનાવી હતી.

42 વર્ષિય દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ સ્પિનર ઇમરાન તાહિર (Imran Tahir) એ પોતાની લેગ સ્પિન થી કહેર વર્તાવી દીધો હતો. પેશાવર ના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવી દીધા હતા. તાહિરે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. પેશાવરની ટીમ 20 ઓવરમાં ફક્ત 159 રન પર જ રોકાઇ ગઇ હતી. આમ મુલતાને 47 રને PSL ફાઇનલ મેચ ને જીતી લીધી હતી.

Next Article