પેશાવરમાં ધડાકાને લઈ PCB ની ચિંતા PSL ને લઈ વધી, વિદેશી ખેલાડી હટી જશે!

|

Jan 30, 2023 | 7:07 PM

ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં PSL રમાનારી છે. જેના પંદર દિવસ પહેલા જ પેશાવરમાં આંતકી હુમલાને લઈ ક્રિકેટ બોર્ડ પણ હલી ચૂક્યુ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમવા માટે આવનારા ખેલાડીઓ હટી જવાનો ડર પેદા થયો છે.

પેશાવરમાં ધડાકાને લઈ PCB ની  ચિંતા PSL ને લઈ  વધી, વિદેશી ખેલાડી હટી જશે!
પેશાવર ધડાકા બાદ હવે PSL પર ચિંતા વ્યાપી છે

Follow us on

પાકિસ્તાનના પેશાવરમાં આવેલી પોલીસ લાઈનની મસ્જીદમાં ધડાકો થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પેશાવરમાં થયેલા આ ધડાકાને લઈ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પણ ચિંતા વધી ગઈ છે. અહેવાલ મુજબ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને દોઢસોથી વધારે લોકોને ઈજા પહોંચી છે. આંતકી ઘટનાને લઈ હવે પાકિસ્તાનમાં ક્રિકેટમાં અશાંતીનો માહોલ છવાઈ ગઈ છે. કારણ કે આગામી મહિને પાકિસ્તાન ક્રિકેટ લીગની શરુઆત થવા જઈ રહી છે. હવે પાકિસ્તાનમાં રમવા આવનારા વિદેશી ખેલાડીઓમાં આ ઘટના ભયનો માહોલ સર્જી દેશે તેવો ડર સતાવવા લાગ્યો છે.

PSL માં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ અને ઈંગ્લેન્ડ સહિતના દેશોથી ખેલાડીઓ હિસ્સો લેવા માટે પહોંચતા હોય છે. હવે પોલીસ લાઈન મસ્જીદમાં ધડાકાની ઘટના બાદ લીગ પર પણ ખતરાની ઘંટડી વાગી છે. અગાઉ ક્રિકેટ ટીમો સુરક્ષાના કારણો પાકિસ્તાન પ્રવાસ ખેડવાથી ના ભણી ચુકી છે, ત્યાં હવે આ ઘટના બાદ પોતાના દેશની નેશનલ ટીમના ખેલાડીઓને આવા જ કારણો સર થોભી જવાની રોક લાગી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

સ્ટાર ખેલાડીઓ હટી જવાનો ડર

પાકિસ્તાન સુપર લીગમાં મોઈન અલી, ટોમ કરન, ટાઈમલ મિલ્સ, મેથ્યુ વેડ, ઈમરાન તાહિર, જેમ્સ વિન્સ, એન્ડ્ર્યુ ટાય, બેન કટિંગ, હેરી બ્રૂક્સ, સેમ બિલિંગ્સ, કિરોન પોલાર્ડ, જેસન રોય જેવા મોટા ખેલાડીઓ હિસ્સો લે છે. ભયના માહોલની સ્થિતીમાં હાલ તો પાકિસ્તાનમાં એક ડર એ પણ વ્યાપ્યો છે, કે વિદેશી સ્ટાર ખેલાડીઓ ટૂર્નામેન્ટથી હટી શકે છે.

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે સોશિયલ મીડિયા પર પેશાવરની ઘટનાને લઈ સંદેશો લખ્યો હતો. તેણે બતાવ્યુ હતુ કે, પેશાવરના સમાચાર ખૂબ જ દર્દનાક છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે પ્રાર્થના. તેણે કહ્યું કે આપણને શાંતિની જરૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આત્મઘાતી હુમલાખોરે નમાઝના સમયે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ બ્લાસ્ટ લગભગ 1.40 કલાકે થયો હતો. વિસ્ફોટના કારણે મસ્જિદની છત પડી ગઈ હતી.

 

 

Published On - 7:05 pm, Mon, 30 January 23

Next Article