Pakistanના પૂર્વ PM ઈમરાન ખાનના સમર્થનમાં આવ્યા પાકિસ્તાની ખેલાડીઓ, અકરમ-વકાર-આફ્રિદીએ કર્યું ટ્વિટ
Arrest of Imran Khan : પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થનમાં, અત્યાર સુધી ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ આ ધરપકડ સામે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. પૂર્વ સ્ટાર ખેલાડી વસીમ અકરમ અને વકાર યુનુસે પૂર્વ કપ્તાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ પીએમ અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસની સુનાવણી પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમના પાકિસ્તાનના કેટલાક સ્ટાર ક્રિકેટરો ઈમરાન ખાનના સમર્થનમાં સામે આવ્યા છે. પાકિસ્તાની ખેલાડીઓની સમર્થનવાળી ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થનમાં, અત્યાર સુધી ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ આ ધરપકડ સામે પોતાનું સમર્થન દર્શાવ્યું છે. પૂર્વ સ્ટાર ખેલાડી વસીમ અકરમ અને વકાર યુનુસે પૂર્વ કપ્તાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે આ યાદીમાં વર્તમાન પાકિસ્તાની ખેલાડી શાહીન શાહ આફ્રિદીનું નામ પણ સામેલ થઈ ગયું છે.
ઈમરાન ખાનના સમર્થનમાં આવ્યા પાકિસ્તાની ખેલાડીઓ
Our beloved Prophet Muhammad (PBUH) said,
“Momino ki apas me aik dosre se mohabbat or hamdardi ki misaal aik jism ki tarah hai. Jab uska koi hissa takleef me hota hai, to sara jism us takleef ko mehsoos kerta hai.”
Bus ye yad rakhna hai k Pakistan hai, to hum hain. 🙏 🇵🇰 #Peace pic.twitter.com/uofgLkjdOp
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) May 10, 2023
ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ વસીમ અકરમ અને વકાર યુનિસે ટ્વિટર પર ઈમરાન ખાનના સમર્થનમાં ફોટો શેર કર્યો હતો. બંને સ્ટાર ખેલાડીઓએ ઈમરાન ખાનની કપ્તાનીમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને વિશ્વભરમાં સૌથી ઘાતક બોલરો તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. બંને ખેલાડીઓએ ઈમરાન ખાનની ધરપકડ અંગે પોતાનો વિરોધ સોશિયલ મીડિયા પર દર્શાવ્યો હતો.
Right behind you Skipper♥️. Injustice at the end produces independence.More Power to you @ImranKhanPTI Lets protect our Leader & freedom #PakistanZindabad. pic.twitter.com/69gQYjqshB
— Waqar Younis (@waqyounis99) May 9, 2023
આ યાદીમાં હાલના સમયના પાકિસ્તાનના સ્ટાર ખેલાડી અને શાહિદ આફ્રિદીના જમાઈ શાહીન આફ્રિદીનો પણ સમાવેશ થયો છે. શાહીન આફ્રિદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી પ્રોફાઈલ ફોટો બદલીને ઈમરાન ખાન સાથેની મુલાકાતનો ફોટો અપલોડ કરી દીધો હતો.
You are one man, but you have the strength of millions. Stay strong skipper . #BehindYouSkipper
— Wasim Akram (@wasimakramlive) May 9, 2023
ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં વસીમ અકરમે ટ્વીટ કરીને લખ્યું હતું કે, તમે એક વ્યક્તિ છો, પરંતુ તમારી પાસે કરોડોની શક્તિ છે. મજબૂત રહો કેપ્ટન. વકાર યુનિસે પણ ઈમરાન ખાનના સમર્થનમાં ટ્વીટ કરી લખ્યું કે, ઈમરાન ખાન તમને વધુ શક્તિ મળે. ચાલો આપણા નેતા અને આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરીએ.
1992માં ઈમરાનની કપ્તાનીમાં જીત્યો વર્લ્ડ કપ
પાકિસ્તાન તેના ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ફક્ત એક જ વાર વનડે વર્લ્ડ કપ જીતી શક્યું છે. વર્ષ 1992માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને જીત મેળવી હતી અને પાકિસ્તાન સૌપ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ખરાબ શરૂઆત બાદ શાનદાર કમબેક કરી પાકિસ્તાને વર્લ્ડકપ જીત્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં ઈમરાન ખાને સાત વિકેટ ઝડપી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…