Pahalgam Terror Attack : પાકિસ્તાની ક્રિકેટરને આતંકવાદી હુમલામાં પોતાના દેશની સંડોવણીની શંકા, કહ્યું પાકિસ્તાનને શરમ આવવી જોઈએ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના એક ક્રિકેટરે પોતાના દેશ પર જ સવાલો ઉઠાવ્યા છે. પોતાના દેશને આ મામલે સવાલો પણ પુછ્યા છે. સાથે કહ્યું પાકિસ્તાન જો આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો તેને શરમ આવવી જોઈએ.

Pahalgam Terror Attack  : પાકિસ્તાની ક્રિકેટરને આતંકવાદી હુમલામાં પોતાના દેશની સંડોવણીની શંકા, કહ્યું પાકિસ્તાનને શરમ આવવી જોઈએ
| Updated on: Apr 24, 2025 | 12:08 PM

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દુનિયાની હચમચાવી નાંખી છે. ચારેબાજુ આ આતંકવાદી હુમલાની ચર્ચા થઈ રહી છે.આ આંતકવાદી હુમલામાં કુલ 28 લોકોના મૃત્યું થયા છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાનમાં, હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ પોતાના દેશનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા વિશે લખતા કહ્યું કે, જોપાકિસ્તાન તેના આંતકવાદીઓને આશ્રયસ્થાન આપી રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તો.આવું કરતા પહેલા તેમને શરમ આવવી જોઈએ.

દાનિશ કનેરિયાને પાકિસ્તાન પર શંકા!

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી એક્શન શરુ થઈ ચૂક્યું છે. ડિપ્લોમેટિક ફ્રંટ પર ભારત સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાનને નુકસાન પહોંચી શકે છે. આ વચ્ચે દુનિયાના તમામ દેશો અને મોટા નેતાઓ પહેલગામ હુમલાની નિંદા કરી રહ્યા છે અને ભારત સાથે ઉભા રહેવાની વાત કરી રહ્યા છે.

 

 

સંબંધો સુધારવાની ખાલી વાતો કરી રહેલા પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારના નિવેદનો સાંભળવામાં કે વાંચવામાં આવ્યા નથી. પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ આ અંગે પોતાના દેશના ઇરાદા પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

પાકિસ્તાનને આવું કરતા શરમ આવવી જોઈએ

પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશ કાનેરિયાએ પોતાના દેશ પર શંકા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો પાકિસ્તાનનો ખરેખર પહેલગામ આતંકી હુમલામાં હાથ નથી. તો પછી અમારા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ મામલે ચિંતા કેમ વ્યક્ત કરી નહી? કેમ સેનાને અચાનક હાઈ અલર્ટ પર રહેવાનું કહ્યું છે? આવું એટલા માટે કારણ કે, તે સત્ય જાણે છે.

તેમણે આગળ લખ્યું જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો તેને શરમ આવવી જોઈએ. દાનિશ કાનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ અને 18 વનડે રમી છે. આ દરમિયાન તેમણે 276 વિકેટ પોતાને નામ લીધી છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. પાકિસ્તાનના વધુ સમાચાર જોવા માટે અહી ક્લકિ કરો