AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL Vs PAK T20 Final Match Report Today: શ્રીલંકા એશિયા કપ ચેમ્પિયન, પાકિસ્તાન 147 માં ઓલઆઉટ, મદુશાને 4 વિકેટ ઝડપી

Sri Lanka Vs Pakistan T20 Asia Cup Final Match Report Today: પાકિસ્તાનના બેટ્સમેનોને ઘૂંટણીયે પાડવા મજબૂર કરતી બોલીંગ કરી શ્રીલંકાએ એશિયા કપ 2022 ની ટ્રોફી પોતાના હાથમા લીધી હતી.

SL Vs PAK T20 Final Match Report Today: શ્રીલંકા એશિયા કપ ચેમ્પિયન, પાકિસ્તાન 147 માં ઓલઆઉટ, મદુશાને 4 વિકેટ ઝડપી
Asia Cup 2022 Champion Sri Lanka Team
| Updated on: Sep 11, 2022 | 11:52 PM
Share

શ્રીલંકા એશિયાઈ ચેમ્પિયન બન્યુ છે. પાકિસ્તાનને પછાડી ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકી લીધી છે. મદુશાન અને હસારંગા મુખ્ય હિરો રહ્યા છે. આ પહેલા ભાનુકા રાજપક્ષા (Bhanuka Rajapaksa) એ બેટીંગની જવાબદારી નિભાવી હતી. દરેક મોરચે પાકિસ્તાનને શ્રીલંકાએ ફાઈનલમાં પછડાટ આપી હતી. શરુઆત ખરાબ રહી હતી. પરંતુ જીત પોતાના પક્ષે કરવામાં શ્રીલંકન ટીમ (Sri Lanka Cricket Team)  સફળ રહી હતી. પ્રમોદ મદુશાને (Pramod Madushan) 4 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ અંતિમ ઓવરના અંતિમ બોલ પર જ સમેટાઈ ગઈ હતી. 147 રનનો સ્કોર કરીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને લક્ષ્યનો પીછો કરીને એશિયા કપને પોતાના હાથમાં લેવાની યોજના ઘડી હતી. જે મુજબ પહેલા ફિલ્ડીંગ પસંદ કરી અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. જે મુજબ શ્રીલંક ટીમે પહેલા બેટીંગ શરુ કરી હતી. પરંતુ શ્રીલંકન બેટ્સમેનોએ એક બાદ એક શરુઆતમાં વિકેટો ગુમાવવા લાગતા ઓછા સ્કોર પર જ સમેટાઈ જવાનુ સંકટ તોળાયુ હતુ. પરંતુ ભાનુકા રાજપક્ષાની તોફાની ઈનીંગ વડે શ્રીલંકાએ 171 રનનુ ટાર્ગેટ પાકિસ્તાન સામે રાખ્યુ હતુ.

રિઝવાને અડધી સદી સાથે પોતાની ટીમ માટે લડાયક ઈનીંગ રમી હતી. તેણે ઓપનીંગમાં આવીને ક્રિઝ પર લાંબો સમય પસાર કર્યો હતો. આ સાથે જ તેણે 47 બોલમાં 54 રન નોંધાવ્યા હતા. તેણે છગ્ગો લગાવીને અડધી સદી પુરી કરી હતી. તે પાંચમી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તેણે 49 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 1 છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા.

મદુશાનને મેચ રોમાંચક બનાવી

પાકિસ્તાનને લક્ષ્યનો પિછો કરવો સરળ નહોતુ રહ્યુ. ઈનીંગની ચોથી ઓવરમાં જ પાકિસ્તાને એક બાદ એક સળંગ બે વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ વિકેટ ઓપનીંગ કરવા આવેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની ગુમાવી હતી. 6 બોલનો સામનો કરીને માત્ર 5 રન નોંધાવી પ્રમોદ મદુશાનનો શિકાર બન્યો હતો. પ્રમોદે આગળના બોલે ક્રિઝ પર આવેલા ફખર ઝમાનને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. આમ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને ફખર જેટલી ઝડપે આવ્યો એ જ ગતિએ પરત ફર્યો હતો.

મદુશાને વધુ એક સફળતા ઈનીંગની 14મી ઓવરમાં મેળવી હતી. તેણે પિચ પર પગ જમાવી ચુકેલા ઇફ્તિખાર અહેમદનો શિકાર કર્યો હતો. સ્લોગ કરતા મોટા શોટના ચક્કરમાં તે પ્રમોદ મદુશાનની જાળમાં ફસાઈ ગયો હતો. બાઉન્ડરી નજીક બંડારાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. ઇફ્તિખાર 31 બોલનો સામનો કરીને 32 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા નોંધાવ્યા હતા. ઇફ્તિખાર બાદ મોહમ્મદ નવાઝ માત્ર 6 રન નોંધાવી આઉટ થયો હતો. ચોથી વિકેટ પડવામાં પણ પ્રમોદ મદુશાનની ભૂમિકા હતી. પરંતુ વિકેટ કરુણારત્નાના ખાતામાં હતી. નવાઝે મોટા શોટ માટે પુલ કરતા બોલ સીધો જ પ્રમોદના હાથમાં પહોંચ્યો હતો.

હસારંગાએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી

17મી ઓવર લઈને હસારંગા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર રિઝવાનની મહત્વની વિકેટ ઝડપી હતી. બીજા બોલ પર એક રન ગુમાવ્યો હતો. ત્રીજા બોલ પર આસિફ અલીની વિકેટ ઝડપી અને ચોથા બોલ પર ફરી એકવાર 1 રન આપ્યો હતો. પાંચમાં બોલ પર ખુશદિલની વિકેટ ઝડપી હતી. આમ ઓવરમાં માત્ર 2 રન ગુમાવીને હસારંગાએ 3 વિકેટ ઝડપી હતી. આ ઓવરે જ જાણે કે પાકિસ્તાનની હાર પહેલાથી જ લખી દીધી હતી. હાર જ નહી ઓલ આઉટ કરવાની સ્ક્રિપ્ટ પણ લખી દીધી હતી.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">