પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈ મચ્યો હંગામો, શાહિદ આફ્રિદીએ ‘ગજબ’ નિર્ણયો વડે આશ્ચર્ય સર્જી દીધુ

|

Dec 29, 2022 | 11:37 PM

પાકિસ્તાન ક્રિકેટમાં હાલમાં વિવાદો ચાલી રહ્યા છે. પહેલા રમીઝ રાજાને ઓચિંતા જ હટાવી દેવામાં આવ્યા, હવે આફ્રિદીને પસંદગી સમિતિનો કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયો અને પ્રથમ ટીમ સિલેક્શન કરવામાં જ વિવાદ સર્જ્યો છે

પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈ મચ્યો હંગામો, શાહિદ આફ્રિદીએ ગજબ નિર્ણયો વડે આશ્ચર્ય સર્જી દીધુ
Shahid Afridi કાર્યકારી ચિફ સિલેક્ટર નિમણૂંક થયો છે

Follow us on

ગત સપ્તાહે જ રમીઝ રાજાને હટાવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સત્તા હવે પૂર્વ પત્રકાર નઝમ શેઠીને સોંપવામાં આવી છે. શેઠીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પસંદ કરવા ચિફ સિલેક્ટર તરીકેની કાર્યકારી સત્તા પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને સોંપવામાં આવી છે. હવે આફ્રિદી જેમ ક્રિકેટ ના મેદાનમાં બેટ વિંઝીને ચોગ્ગા છગ્ગા જમાવી તોફાન સર્જતો હતો, એમ હવે ટીમ પસંદગીના નિર્ણયમાં કરવા લાગ્યો છે. તેણે ટીમ પસંદ કરવાને લઈ વિવાદો સર્જી દીધા છે.

શાહિદ આફ્રિદીની વડપણ ધરાવતી પસંદગી સમિતિએ ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ સ્ક્વોડ પસંદ કરી છે. આ સ્ક્વોડ જાહેર કરતા જ વિવાદો સર્જાઈ ગયા છે. એવા નામોને પણ બહાર કરી દેવામાં આવ્યા છે. જેમનુ પ્રદર્શન સારુ છે. હવે આફ્રિદીના આ નિર્ણયોએ પસંદગી સમિતિ સામે સવાલો સર્જી દીધા છે.

સફળ ખેલાડીઓને જ બહાર કરી દેવાયા

બુધવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ઘોષણા કરવામાં આવી હતી. આ સ્ક્વોડ વનડે ફોર્મેટ માટે હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી 3 વનડે મેચો માટેની શ્રેણી માટે 22 સભ્યોની સ્ક્વોડ પસંદ કરવામાં આવી છે. જેમાંથી માત્ર 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જે ટીમ પસંદગી શ્રેણીની શરુઆત પહેલા પહેલા જ કરવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કાર્યકારી ચિફ સિલેક્ટર આફ્રિદીએ પોતાના નિર્ણયથી સૌને ચોંકાવી દીધા છે. કારણ કે પહેલા તો ફખર ઝમાને ટીમથી બહાર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટમાં ફખર વનડે બેટ્સમેનોમાં સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે. જે ઈમામ ઉલ હક અને બાબર આઝમ બાદ ત્રીજો સફળ બેટ્સમેન ગત વર્ષે રહ્યો છે. તેણે પાકિસ્તાન તરફથી એક માત્ર વનડે સદી નોંધાવી છે, જ્યારે 2021માં 193 રનની ઈનીંગ રમી હતી. જે દક્ષિણ આફ્રિકા સામે રન નોંધાવ્યા હતા. તેણે 2022 માં 9 વન ડે મેચમાં 303 રન નોંધાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સામેલ છે. છતાં તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો છે.

ખુશદિલને પણ બહારનો રસ્તો દેખાડ્યો

તોફાની બેટ્સમેન ખુશદિલ શાહને પણ ડ્રોપ કરવામાં આવ્યો છે. નિચલા ક્રમે પાંચ થી આઠમાં સ્થાને આવીને તોફાની રમત રમતો શાહ હવે પાકિસ્તાનની વનડે ટીમનો હિસ્સો નથી. તેણે 2022માં 7 ઈનીંગમાં 166 રન નિચલા ક્રમે બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 102ની રહી છે. તેનુ પ્રદર્શન ટી20 ક્રિકેટમાં આ વર્ષે શાનદાર રહ્યુ નહોતુ.

 

 

Next Article