PAK vs NZ: સરફરાઝે ગજબ સુપર ફ્લોપ ફિલ્ડીંગ દર્શાવી, એક વાર નહીં 5 વાર છોડ્યા શિકારના મોકા-Video

|

Dec 29, 2022 | 5:02 PM

સરફરાઝ અહેમદ લાંબા સમય બાદ પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો છે. બેટ વડે વિકેટની આગળ સારો દેખાવ કરનાર સરફરાઝ વિકેટની પાછળ ફ્લોપ રહ્યો હતો.

PAK vs NZ: સરફરાઝે ગજબ સુપર ફ્લોપ ફિલ્ડીંગ દર્શાવી, એક વાર નહીં 5 વાર છોડ્યા શિકારના મોકા-Video
Sarfraz Ahmed કીપિંગમાં ફ્લોપ

Follow us on

પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટ ટીમનો હિસ્સો બનવા માટે સરફરાઝ અહેમદ લાંબો સમય સુધી રાહ જોઈ રહ્યો હતો. તેણે ન્યુઝીલેન્ડ સામે કરાચીમાં રમાઈ રહેલી ટેસ્ટમાં અડધી સદી પ્રથમ ઈનીંગમાં નોંધાવી હતી. સરફરાઝ અહેમદને 4 વર્ષ પછી પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે મોકો મળ્યો છે. તેનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં તેણે બેટ વડે રન નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે ફિલ્ડીંગમાં ફ્લોપ સાબિત થયો હતો. તેણે એક બાદ એક પાંચ મોકા વિકેટ ઝડપવાના છોડ્યા હતા.

કરાચી ટેસ્ટમાં પાકિસ્તાનના સુકાની બાબર આઝમે પ્રથમ ઈનીંગમાં સદી નોંધાવી હતી, જ્યારે સરફરાઝે અડધી સદી નોંધાવી હતી. પ્રથમ ઈનીંગમાં પાકિસ્તાનની ટીમે ન્યુઝીલેન્ડ સામે 438 રન નોંધાવ્યા હતા. એ સમયે સરફરાઝ અને બાબરની જોડીની ખૂબ વાહવાહી થઈ રહી હતી. પરંતુ સરફરાઝની વાહવાહી લાંબો સમય ટકી નહોતી, કારણ તેનુ ફિલ્ડીંગ પ્રદર્શન હતુ.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

ફ્લોપ રહ્યો ફિલ્ડીંગમાં

વિકેટકીપર સરફરાઝની ગજબ ફિલ્ડીંગે માત્ર આઉટ કરવાના જ નહીં પરતુ, ટીમને પેનલ્ટી રનનો પણ ઝટકો અપાવ્યો હતો. તેણે પાંચ વાર એવી તકો આવી હતી કે, જેમાં શિકાર ઝડપવાનો મોકો ગુમાવ્યો હતો. સરફરાઝે 2 વાર તો કોટ બિહાઈન્ડની અપિલ જ નહોતી કરી. જ્યારે 2 વાર તો એ સ્ટંપિંગ ચૂક્યો હતો અને એક વાર કેચ પણ ડ્રોપ કરી દીધો હતો. ઉલ્ટાના પાંચ રન તો પેનલ્ટીના ભોગવવા પડ્યા હતા.

વિલિયમસને આપ્યુ જીવતદાન

ન્યુઝીલેન્ડનો સ્ટાર ખેલાડી કેન વિલિયમસને પાકિસ્તાન સામે સદી નોંધાવી હતી. આ પહેલા સરફરાઝે તેને જીવતદાન આપ્યા હતા. તે કેન વિલિયમસનને સ્ટંપીંગ કરવાથી ચૂકી ગયો હતો. વિલિયમસન એ સમયે માત્ર 21 રન સાથે જ રમતમાં હતો. સરફરાઝની આ ભૂલને લઈ કેન સદી નોંધાવી શક્યો હતો. સરફરાઝ એ સમયે બોલને જ પોતાના ગ્લોવ્ઝમાં પકડી શક્યો જ નહોતો. આ પહેલા ડેવેન કોન્વેનો શાર્પ કેચ ઝીલ્યો હતો, પરંતુ અંપાયરના નોટ આઉટના નિર્ણયને પડકાર્યો જ નહોતો.

 

સ્ટંપીંગ ચૂકવા સાથે પેનલ્ટી મળી

ચાર વર્ષે વ્હાઈટ યૂનિફોર્મમાં વિકેટકીપીંગ કરી રહેલ સરફરાઝને ભૂલો પર ભૂલો જ કરી રહ્યો હતો. તેણે ઈશ સોઢીનો કેચ છોડ્યો હતો. મીર હમિઝના બોલ પર તેણે આ ભૂલ કરી હતી. કેચ, સ્ટંપની ભૂલો બાદ એક બોલને રોકવા જવામાં નિષ્ફળ રહેતા તેણે પેનલ્ટી રન ટીમે ભોગવવા પડ્યા હતા.

 

 

એક બોલ વિલિયમસની બેટિંગ દરમિયાન સરફરાઝના પગ વચ્ચેથી નિકળી ગયો. જે બોલ સીધો જ મેદાનમાં કીપર પાછળ મુકેલા હેલ્મેટને જઈ ને અથડાયો હતો. આમ સરફરાજની એક ભૂલને લઈ પેનલ્ટી રનનો ફાયદો ન્યુઝીલેન્ડની ટીમના સ્કોરમાં જમા થયા હતા.

 

 

 

Published On - 5:00 pm, Thu, 29 December 22

Next Article