PAK vs NZ: માથામાં હેલ્મેટ પર 150 Kmની ગતિએ આવેલો બોલ વાગ્યો, પિચ પર જ પડ્યો બેટ્સમેન

|

Jan 13, 2023 | 9:17 PM

માથામાં બોલ વાગવાને લઈ તેને કનકશનની સમસ્યાને લઈ મેચમાંથી બહાર થવુ પડ્યુ હતુ, તેના સ્થાને કનક્શન સબ્સ્ટીટ્યૂટને ઉતાર્યો હતો. આ ક્રિકેટરને ત્રણ વર્ષ બાદ પરત ફરવાનો મોકો મળ્યો હતો.

PAK vs NZ: માથામાં હેલ્મેટ પર 150 Kmની ગતિએ આવેલો બોલ વાગ્યો, પિચ પર જ પડ્યો બેટ્સમેન
Haris Sohail hit on helmet 150 kmpl ball

Follow us on

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં સિરીઝની આ નિર્ણાયક મેચમાં પાકિસ્તાન લાજ બચાવવા પ્રયાસ કરી રહ્યુ છે તો, કિવી ટીમ વિશ્વકપની તૈયારી કરવા માટે આત્મવિશ્વાસ મેળવવા માટે દમ લગાવી રહ્યુ છે. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બેટિંગ ઈનીંગ દરમિયાન ટીમના એક ખેલાડીને માથામાં 150 ની ગતિએ આવેલો બોલ વાગ્યો હતો. જે સિધો જ હેલ્મેટને અથડાયો હતો અને ખેલાડી મેદાન પર જ પડ્યો હતો. આ જોઈને સૌના શ્વાસ અધ્ધર થઈ ચુક્યા હતા. હવે ખેલાડીને મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

જોકે બહાર થતા પહેલા તે થોડોક સમય ક્રિઝ પર રહ્યો હતો અને રન આઉટ થઈને તે પરત ફર્યો હતો. પરંતુ તેને થોડીક સમસ્યા સર્જાઈ હતી અને જેને લઈ સારવાર માટેની તજવીજ હાથ ધરાઈ હતી. તેના સ્થાને કનક્શન સબ્સ્ટીટ્યૂટ ખેલાડીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. આ મેચના અંત સાથે જ ન્યુઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ પૂર્ણ થશે. ત્યારબાદ તે ભારત પ્રવાસ માટે રવાના થશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article