Video: ઝડપી બોલ સીધો જ બેટરના હેલ્મેટમાં ઘૂસી ગયો, જોનારાના જીવ અધ્ધર થઈ ગયા

|

Sep 24, 2022 | 11:13 AM

23 વર્ષીય ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકે (Harry Brook) કરાચીમાં ત્રીજી ટી-20માં પાકિસ્તાની બોલરોને ધોયા હતા, પરંતુ આ દરમિયાન એક એવી ઘટના પણ બની જેણે બધાને ઘડીકભર ચિંતામાં મૂકી દીધા હતા.

Video: ઝડપી બોલ સીધો જ બેટરના હેલ્મેટમાં ઘૂસી ગયો, જોનારાના જીવ અધ્ધર થઈ ગયા
Harry Brook ના હેલ્મેટમાં બોલ ઘૂસવાથી ઘડીકભર ચિંતા છવાઈ ગઈ

Follow us on

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (Pakistan Vs England) વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણી બોલરો માટે સારી સાબિત થઈ રહી નથી. ખાસ કરીને યજમાન પાકિસ્તાન ના બોલરોને ખૂબ ધોલાઈ સહન કરવી પડી રહી છે. બીજી T20માં ઈંગ્લેન્ડે 199 રન બનાવ્યા હતા અને તેના બીજા જ દિવસે એટલે કે શુક્રવારે 23 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડે 221 રન બનાવ્યા હતા. આ વખતે પાકિસ્તાની બોલરોની ધુલાઈમાં સૌથી મોટો ફાળો 23 વર્ષીય બેટ્સમેન હેરી બ્રુક (Harry Brook) નો રહ્યો, તેણે કોઈપણ બોલર પર દયા રાખી નહીં અને ધુલાઈ જારી રાખી. આ દરમિયાન એક મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી, તે પળને જોઈને ખેલાડીઓથી લઈ સ્ટેડિયમના અને ટીવીના દર્શકોના ઘડીકભર શ્વાસ રોકાઈ ગયા હતા. જોકે આમ છતાં પણ તેની હિંમત ડગી નહોતી.

બ્રુકે પાકિસ્તાનીઓને ખૂબ ધોયા હતા

કરાચીમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં હેરી બ્રુકે ઈંગ્લેન્ડ માટે બેટિંગ સ્કૂલ ઊભી કરી હતી. આ જ વર્ષે ઈંગ્લેન્ડ તરફથી ટી20માં ડેબ્યૂ કરનાર આ યુવા બેટ્સમેને પાકિસ્તાનના દરેક બોલરની ધૂમ મચાવી દીધી અને માત્ર 35 બોલમાં અણનમ 81 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં બ્રુકે 8 ફોર અને 5 સિક્સર પણ ફટકારી હતી. ઈંગ્લેન્ડ માટે બ્રુકની આ પ્રથમ અડધી સદી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બાઉન્સર બોલ સીધો હેલ્મેટમાં ઘૂસી ગયો

જો કે, આ ઇનિંગ દરમિયાન એક એવી ક્ષણ આવી, જેણે થોડી વાર માટે બધાને ગભરાટમાં મૂકી દીધા. પાકિસ્તાનનો ઝડપી બોલર હારિસ રઉફ ઇનિંગની 18મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. રઉફ, જે નિયમિતપણે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, તે ઘણીવાર બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરે છે અને તેણે બ્રુક માટે પણ એવું જ કર્યું. રઉફે શોર્ટ પિચ બોલ નાખ્યો, જેની સ્પીડ ખૂબ જ ઝડપી હતી અને તેણે બ્રુકને મુશ્કેલીમાં મુકી દીધો. તે શોટ યોગ્ય રીતે રમી શક્યો ન હતો અને બીજી જ ક્ષણે બોલ તેના હેલ્મેટની ગ્રીલમાં અંદર ઘુસી ગયો હતો.

 

નસીબદાર રહ્યો બ્રૂક

બોલ ઘણી વખત હેલ્મેટ અથવા તેની ગ્રીલ પર અથડાય છે અને તેના કારણે પણ બેટ્સમેન પણ મુશ્કેલીમાં જોવા મળે છે. કેટલાક પ્રસંગોએ, બોલ ગ્રીલની અંદર પણ ફસાઈ ગયો છે, જેના કારણે બેટ્સમેનોને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, બ્રુક સાથે આવું થતું જોઈને થોડીક સેકન્ડો માટે બધા જ સ્તબ્ધ થઈ ગયા. રઉફ અને પાકિસ્તાની કીપર મોહમ્મદ રિઝવાન તેમની હાલત પૂછવા દોડ્યા. બ્રુક પીચ પર થોડો નિચે નમ્યો હતો અને તે ઉઠતાની સાથે જ બધાએ રાહતનો શ્વાસ લીધો. તેને સહેજ ખરોચ સુદ્ધા પણ ન આવી હતી આ જોઈ બ્રુકને રઉફે તેને ગળે લગાડ્યો.

આ પછી તો ખૂબ ધુલાઈ કરી

સ્વાભાવિક રીતે બ્રુકે હિસાબ કરવો હતો. ઇંગ્લિશ બેટ્સમેને જબરદસ્ત શોટ રમ્યા બાદ રઉફના બીજા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પછીની ઓવરમાં રઉફે બધો ગુસ્સો શાહનવાઝ દહાની પર ઉતાર્યો અને ઓવરમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. છેલ્લી ઓવર લેવા આવેલા રઉફ પર બ્રુકે ફરી ચોગ્ગો માર્યો.

 

Published On - 11:03 am, Sat, 24 September 22

Next Article