પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. હવામાન એટલું ખરાબ હતું કે ટોસ પણ થઈ શક્યો ન હતો. લંચ બ્રેક સુધી હવામાન સુધરવાની રાહ જોઈ હતી, પરંતુ લંચ પછી પણ વાદળો વરસતા રહ્યા ત્યારે મેચ ઓફિશિયલ્સે પહેલા દિવસની રમત રદ્દ કરી દીધી હતી. રાવલપિંડીમાં પ્રથમ દિવસની રમત ન થવી એ પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. કારણ કે આ ટીમ ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશ કરતા 0-1થી પાછળ છે અને હવે તેમની પાસે વાપસી કરવા માટે માત્ર ચાર દિવસ જ બાકી છે. જો રાવલપિંડીમાં આવું જ વાતાવરણ રહેશે તો પાકિસ્તાન ટેસ્ટ સિરીઝ હારી જશે.
રાવલપિંડીના હવામાનની વાત કરીએ તો પાકિસ્તાન માટે આ સમાચાર સારા નથી. શુક્રવારે વરસાદના કારણે પ્રથમ દિવસની રમત ધોવાઈ ગઈ હતી, પરંતુ હજુ બે દિવસ વરસાદ આ મેચમાં મોટી અડચણ ઉભી કરી શકે છે. અહેવાલો અનુસાર, સોમવાર અને મંગળવારે ભારે વરસાદની સંભાવના છે. શનિવાર અને રવિવાર જ એવા દિવસો છે જ્યારે વરસાદની આગાહી નથી. મતલબ કે આ ટેસ્ટ મેચમાં 2 દિવસની રમત યોગ્ય રીતે રમી શકાશે, જોકે મેચ રમશે કે નહીં તે ગ્રાઉન્ડ અને પિચની સ્થિતિ પર નિર્ભર રહેશે. વરસાદી વાતાવરણ બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણી જીત તરફ લઈ જઈ રહ્યું છે.
No play on Day 1 of the second Test between Pakistan and Bangladesh as heavy rain forces a washout before the toss #WTC25 | #PAKvBAN pic.twitter.com/AOtJtLFo9s
— ICC (@ICC) August 30, 2024
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો શરમજનક પરાજય થયો હતો. બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન પ્રથમ દાવમાં 448 રન બનાવવા છતાં હારી ગયું હતું. જવાબમાં બાંગ્લાદેશે 565 રન બનાવ્યા હતા અને આ પછી બીજી ઈનિંગમાં પાકિસ્તાનની બેટિંગ નિષ્ફળ રહી હતી. પાકિસ્તાને માત્ર 146 રન બનાવ્યા અને પરિણામે બાંગ્લાદેશે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 30 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. હવે, જો પાકિસ્તાન રાવલપિંડીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વરસાદના વિક્ષેપને કારણે આ મેચ નહીં જીતે તો બાંગ્લાદેશ પ્રથમ વખત પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી જીતશે અને આ સાથે શાન મસૂદની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી પણ બહાર થઈ જશે.
આ પણ વાંચો: સચિન તેંડુલકર આખી કારકિર્દીમાં જે ન કરી શક્યા તે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે કરી બતાવ્યું, મળ્યું વિશેષ સન્માન