પાકિસ્તાન ક્રિકેટ પર જય શાહ અને BCCIનો ‘પ્રહાર’, PCBને લાગ્યો મોટો ઝટકો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 8 મેની રાત્રે જાહેરાત કરી હતી કે PSL 2025ની બાકીની મેચો UAEમાં યોજાશે. પરંતુ આ જાહેરાતના 24 કલાકથી ઓછા સમયમાં, PCBને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને ટુર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી. જય શાહ અને BCCIના કારણે પાકિસ્તાનની આવી હાલત થઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ પર જય શાહ અને BCCIનો પ્રહાર, PCBને લાગ્યો મોટો ઝટકો
Jay Shah
Image Credit source: PTI
| Updated on: May 10, 2025 | 10:57 PM

પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય પ્રવાસીઓ પર થયેલા હુમલા અને 26 લોકોની હત્યાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા. આ પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને ભારે મિસાઇલ અને ડ્રોન હુમલા થયા. તેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી અને ભારતમાં IPL 2025 મુલતવી રાખવી પડી, તો પાકિસ્તાને પણ તેનું PSL બંધ કરવું પડ્યું. આ દરમિયાન, જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા, ત્યારે BCCI અને તેના ભૂતપૂર્વ પ્રમુખ જય શાહે તેમની કૂટનીતિથી પાકિસ્તાની ક્રિકેટ પર પ્રહાર કર્યા.

24 કલાકમાં નિર્ણય બદલવો પડ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધવા લાગ્યો કે તરત જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની પાકિસ્તાન સુપર લીગ તાત્કાલિક બંધ કરવી પડી. 8 મેના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટની જાહેરાત કરી અને પછી મોડી રાત્રે જાહેરાત કરી કે ટૂર્નામેન્ટની બાકીની 8 મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાશે. પરંતુ તેમની જાહેરાત 24 કલાક પણ ટકી ન હતી અને 9 મેના રોજ, PCB એ જાહેરાત કરી કે ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

BCCI સાથેના સંબંધોની અસર

પાકિસ્તાની બોર્ડની જાહેરાત પહેલા જ સમાચાર આવવા લાગ્યા હતા કે અમીરાત ક્રિકેટ બોર્ડ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે અને પાકિસ્તાનને ના પાડશે અને આખરે એવું જ થયું. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આનું એક મોટું કારણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને અમીરાત બોર્ડ વચ્ચેના સારા સંબંધો છે. તેમાં પણ ખાસ કરીને ભૂતપૂર્વ BCCI સચિવ અને વર્તમાન ICC ચેરમેન જય શાહ સાથે ECBનો સારો સંબંધ આ નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવી ગયો હતો. જય શાહના કાર્યકાળ દરમિયાન BCCIએ UAEમાં IPLની સિઝનનું આયોજન કર્યું હતું, જ્યારે T20 વર્લ્ડ કપ 2021 પણ UAEમાં યોજવામાં આવ્યો હતો.

જય શાહ સાથે ECBનો સારો સંબંધ

રિપોર્ટમાં, ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું છે કે સરહદ પર યુદ્ધની પરિસ્થિતિને જોતા ચૂપ રહેવું અશક્ય છે. આવી સ્થિતિમાં ICCએ ECBને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા હતા અને તેની અસર અમીરાત બોર્ડના નિર્ણયમાં જોવા મળી હતી. આ અહેવાલમાં ECBના એક અધિકારીએ કહ્યું હતું કે, “BCCI અને જય ભાઈ માટે અમે આટલું તો કરી જ શકીએ છીએ.” ખાસ વાત એ છે કે અમીરાત બોર્ડના વડા મુબાશ્શીર ઉસ્માની ભારતીય મૂળના છે અને મુંબઈથી UAE ગયા હતા.

આ પણ વાંચો: PSL માટે PCBએ વિદેશી ખેલાડીઓના જીવ જોખમમાં મૂક્યા, પાકિસ્તાનની ‘નાપાક’ હરકતની પોલ ખૂલી ગઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:57 pm, Sat, 10 May 25