Asia Cup 2023 ને લઈ પાકિસ્તાનમાં ભારત સામે ઝેર ઓકાવા લાગ્યુ, હવે જાવેદ મીયાદાદે બકવાસ શરુ કર્યો

|

Feb 06, 2023 | 9:55 AM

ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઈન્કાર કરી ચુકી છે અને હવે એશિયા કપના આયોજનને લઈ વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનની ધરતી પર નહીં પરંતુ અન્ય સ્થળે ટૂર્નામેન્ટનુ આયોજન કરવાને લઈ વિવાદીત નિર્ણય સામે આવી રહ્યા છે.

Asia Cup 2023 ને લઈ પાકિસ્તાનમાં ભારત સામે ઝેર ઓકાવા લાગ્યુ, હવે જાવેદ મીયાદાદે બકવાસ શરુ કર્યો
Javed Miandad એ કર્યો બકવાસ

Follow us on

એશિયા કપ 2023 ખૂબ મહત્વની ટૂર્નામેન્ટ છે. આ સિઝનમાં એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાનાર છે. વનડે વિશ્વકપ સામે હોવાને લઈ એશિયન ટીમો વચ્ચે 50-50 ઓવરના ફોર્મેટ મુજબ આયોજન કરાનાર છે. દરમિયાન આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એશિયા કપનુ આયોજન કરવાની તક હતી, જોકે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં રમાડવાના સંકેતો સામે આવ્યા છે. ભારતીય ટીમ દ્વારા પહેલાથી જ પાકિસ્તાન પ્રવાસ ખેડવાના નિર્ણય પર અડગ રહેવાની સ્પષ્ટતા કરાઈ હતી. આમ હવે તટસ્થ સ્થળે આયોજન થઈ શકે છે. આ વાતને લઈ પાકિસ્તાનમાં નિવેદન બાજી શરુ કરી છે, જેથી પોતાના દેશમાં વાહ વાહી લૂંટી શકાય.

હવે જાવેદ મીયાદાદ આવી જ રીતે ઉગ્ર નિવેદન બાજી કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની ભાષામાં વાત કરી રહ્યો છે. મીયાદાદની વધારે પડતી ઝેરીલી ભાષાને લઈ વિવાદ વધુ વકરે એવી સ્થિતી પેદા થઈ છે. એશિયા કપનુ આયોજન ક્યાં થશે તેનો નિર્ણય આગામી મહિને કરવામાં આવનાર છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મીયાદાદનો બકવાસ

પાકિસ્તાનને ભારત દ્વારા પ્રવાસ ખેડવાની ના ભણવાને લઈ પહેલાથી જ મરચા લાગ્યા છે. ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખેડે એટલે સ્વભાવિક જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની રેવન્યૂમાં પણ મોટો ફરક પડી શકે છે. દુનિયાભરની નજર ભારતીય ટીમ છે, દરેક દેશ ભારત સાથે ક્રિકેટ ટૂર્નામેન્ટ આયોજન કરવા આતુર રહે છે. જેની પાછળનુ કારણ રેવન્યૂમાં મોટો ફાયદો થાય છે. ખુદ આઈસીસી ભારતીય ટીમ અને ભારતના સ્ટાર ખેલાડીઓના ક્રિકેટમાં વધારે વ્યસ્ત રહેવાને લઈ રાજી રહે છે. હવે ભારત આવી સ્થિતીમાં પાકિસ્તાનો પ્રવાસ ના ખેડે તો મોટો ફટકો પીસીબીને પડી શકે છે.

એક મીડિયા જાણિતા પાકિસ્તાની જર્નાલિસ્ટે મીયાદાદની વાતને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે મુજબ પૂર્વ ક્રિકેટર મીયાદાદે ભારતીય ટીમ સામે ઝેર ઓકવાની ભાષામાં કહ્યુ હતુ કે, “નરકમાં જાય જો તે (ભારત) પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે નથી આવતુ તો. પાકિસ્તાનને સર્વાઈવ કરવા માટે ભારતની જરુર નથી.”

પાકિસ્તાનની વિશ્વકપની ધમકી

આગામી એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જવા તૈયાર નથી, તો પાકિસ્તાન પણ વિશ્વકપ માટે ભારત આવવા માટે તૈયાર નથી એવી ધમકીઓની વાત કરી રહ્યુ છે. પાકિસ્તાન માટે ભારત પ્રવાસે નહી આવવુ એ પોષાય એવી સ્થિતી નથી. આખી દુનિયાના ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ ટીમો વનડે વિશ્વકપના રોમાંચમાં ગળાડૂબ રહેતી હોય ત્યાં પાકિસ્તાન માટે આ ધમકી હવાઈ ફુગ્ગા સમાન લાગી રહી છે.

જોકે પીસીબીના ચેરમેન નજમ શેઠીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનમાં જ કરવા માટે ઈચ્છે છે. જો એશિયા કપ 2023 નુ સ્થળ અન્ય શિફ્ટ થશે તો પાકિસ્તાનની ટીમ 2023ના વિશ્વકપમાં હિસ્સો નહીં લે.

 

 

Published On - 9:54 am, Mon, 6 February 23

Next Article