PAK ક્રિકેટર નસીમ શાહ ઉર્વશીનો થયો ફેન ! પહેલા ફોલો કરી અને પછી અનફોલો કરી

|

Sep 13, 2022 | 9:54 AM

ક્રિકેટના મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે બંને દેશના ચાહકો એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત હોય છે. આ દિવસોમાં ઉર્વશી અને નસીમને લઈને આવો માહોલ સર્જાયો છે.

PAK ક્રિકેટર નસીમ શાહ ઉર્વશીનો થયો ફેન ! પહેલા ફોલો કરી અને પછી અનફોલો કરી
PAK ક્રિકેટર નસીમ શાહ ઉર્વશીનો થયો ફેન! પહેલા ફોલો કરી અને પછી અનફોલો કરી
Image Credit source: Instagram

Follow us on

Urvashi Rautela : બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ હાલમાં શું ચાલી રહ્યું છે તેને જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે. બંન્ને વચ્ચેની કૈટ ફાઈટ સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે. ઉર્વશી અને નસીમ ફરી એક વખત સોશિયલ યુઝર્સ માટે ચર્ચાનો વિષય બની રહી છે. આ વખતે ઉર્વશી નહિ પરંતુ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, નસીમ શાહે (Naseem Shah)ઉર્વશીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી હતી પરંતુ થોડી જ વારમાં તેને અનફોલો કરી નાંખી હતી.

ફરી ચર્ચામાં છે ઉર્વશી અને નસીમ શાહ

ટ્વિટર પર કેટલાક સ્કીનશોર્ટ વાયરલ થઈ રહ્યા છે. આ સ્કીનશોર્ટમાં જોવા મળી રહ્યું છે કે, નસીમ શાહે ઉર્વશીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી હતી. એક ટ્વિટર યુઝરે નસીમ શાહની following લિસ્ટનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, નસીમ ઉર્વશીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

 

 

 

આ ટ્વિટ પર નસીમ શાહનો યુઝર મજા લઈ રહ્યા છે. નસીમ શાહ ફૈન ક્લબના એક ટ્વિટર અકાઉન્ટના 2 સ્કીનશોર્ટ શેર કર્યા જેમાં એકમાં જોવા મળી રહ્યું છે કે, નસીમે ઉર્વશીને અનફોલો કરી હતી.

કઈ રીતે આ સિલસિલો શરુ થયો

 

 

4 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2022 પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઉર્વશી રૌતેલા પણ મેચ જોવા પહોંચી હતી. મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં ઉર્વશી રૌતેલાનો કોલાઝ બનાવવામાં આવ્યુ હતુ. વીડિયોમાં એક બાજુ નસીમ શાહ હસતો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ઉર્વશી સ્માઈલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઉર્વશીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ત્યારબાદ ઉર્વશી અને નસીમ શાહના અફેરની ચર્ચા શરુ હતી.

આ બંનેને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે કેટલાક રિપોર્ટ્સે નસીમ શાહને ઉર્વશી વિશે સવાલ ઉઠાવ્યા, જેના પર પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, ઉર્વશી રૌતેલા કોણ છે તે હું જાણતો નથી. લોકોએ મને વિડિયો મોકલ્યો, પરંતુ મને તેના વિશે કોઈ જાણકારી નથી.

Next Article