PAK vs NZ: ન્યુઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવા કર્યુ નિવેદન, સુરક્ષાની ખોલી નાંખી પોલ

|

Sep 17, 2021 | 8:05 PM

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team)નો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડને પાકિસ્તાનમાં ત્રણ વન ડે અને પાંચ મેચોની T20 સિરીઝ રમવાની હતી. જોકે સિરીઝ શરુ થઇ શકી જ નહી.

PAK vs NZ: ન્યુઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવા કર્યુ નિવેદન, સુરક્ષાની ખોલી નાંખી પોલ
New Zealand Cricket Team

Follow us on

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે (New Zealand Cricket Team) તેનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે (NZC) એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે.

 

ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન પ્રવાસ પર ત્રણ વનડે અને પાંચ મેચની T20 શ્રેણી રમવાની હતી. પ્રથમ વનડે શ્રેણી રમવાની હતી, જેની પ્રથમ મેચ શુક્રવારે હતી, પરંતુ મેચની શરૂઆત મોડી થઈ હતી. ખેલાડીઓને તેમના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું. પછી સમાચાર આવ્યા કે ન્યૂઝીલેન્ડે આ પ્રવાસ રદ કર્યો છે. ન્યૂઝીલેન્ડે કહ્યું છે કે તેણે સુરક્ષાના કારણોસર આ પ્રવાસ રદ કર્યો છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

ન્યૂઝીલેન્ડે તેના નિવેદનમાં કહ્યું છે કે દેશની સરકાર તરફથી સુરક્ષા ચેતવણીને પગલે ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી રહી છે. ટીમ આજે સાંજે રાવલપિંડીમાં પાકિસ્તાન સામે પ્રથમ વનડે રમવાની હતી. આ પછી તેને લાહોર જવાનુ હતુ, જ્યાં પાંચ મેચની T20 સિરીઝ રમવાની હતી. પરંતુ ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના સુરક્ષા સલાહકારોની સલાહ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીમ પાકિસ્તાન પ્રવાસ ચાલુ રાખશે નહીં. ટીમ પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

પ્રવાસ ચાલુ રાખવો અશક્ય છે.

ન્યૂઝીલેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઈટે જણાવ્યું હતું કે મળેલી સલાહને જોતા પ્રવાસ ચાલુ રાખવો શક્ય નથી. તેણે કહ્યું મને લાગે છે કે તે પાકિસ્તાન માટે મોટો ફટકો હશે. જે એક મહાન યજમાન રહ્યું છે, પરંતુ ખેલાડીઓની સલામતી સર્વોપરી છે. અમને લાગે છે કે આ જ એક જવાબદાર પસંદગી છે.

 

ન્યુઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હીથ મિલ્સે પણ વ્હાઈટના સૂરમાં સૂર ભર્યો છે. તેમણે કહ્યું અમે આ પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ રીતે સાથે છીએ અને નિર્ણયને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. ખેલાડીઓ સલામત હાથમાં છે અને સલામત છે. દરેક જણ પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યું છે. એનઝેડસી એ એક નિવેદનમાં કહ્યું કે, જે જાણકારી પ્રાપ્ત થઈ છે તેના અંગે સુરક્ષા માહિતી પર ટિપ્પણી કરશે નહીં.

 

પહેલા ટોસમાં મોડુ થયુ, બાદમાં પ્રવાસ રદ

રાવલપિંડીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝ શુક્રવારે રમાનારી હતી. પ્રથમ વન ડે મેચ સાથે ત્રણ મેચોની સિરીઝની શરુઆત થનાર હતી. પ્રથમ વન ડે મેચના 20 મિનિટ પહેલા જ રાવલપિંડીમાં ઉપદ્રવના સમાચાર આવ્યા હતા. જેને લઈને ખેલાડીઓને સ્ટેડિયમમાં એન્ટ્રી કરવામાં આવી નહોતી. જોકે આ સમાચાર આવવાના તરત જ ન્યુઝીલેન્ડની ટીમે તેમનો પ્રવાસ રદ કરી દેવાની ઘોષણા કરી હતી.

 

કિવી ખેલાડીઓએ ટોસ પહેલા જ મેદાને ઉતરવાની ના ભણી દીધી હતી. ખેલાડીઓમાં રાવલપિંડીમાં સર્જાયેલા ઉપદ્રવને લઈને ભય ફેલાયો હતો. સુત્રો એ મીડિયા રિપોર્ટ્સ મુજબ ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ મેદાનમાં આવવા થી સ્પષ્ટ ના કહી દીધી હતી. આમ વ્હાઇટ બોલની મર્યાદિત ઓવરની બંને સિરીઝ શરુ થવા પહેલા જ રદ થઇ ગઇ હતી.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ માટે આ એક કામ કરી દેવાથી ટીમ ઇન્ડીયામાં ઋષભ પંતનુ નસીબ પલટાઇ શકે છે, BCCI આપશે ઇનામ

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીની ટીમે ગઇ સિઝનમાં UAE માં ધબડકો સર્જ્યો હતો, આ વખતે બીજા નંબર પર રહેલી CSK દમ લગાવી દેશે, જાણો શિડ્યૂલ

Published On - 8:04 pm, Fri, 17 September 21

Next Article