PAK vs AUS: PM ઇમરાન ખાન સામે વિરોધના માહોલને લઇ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝનુ સ્થળ બદલાયુ, સુરક્ષાનુ દર્શાવ્યુ કારણ

|

Mar 18, 2022 | 4:23 PM

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan Vs Australia) વચ્ચે હાલમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની ત્રીજી અને છેલ્લી મેચ 21 માર્ચથી લાહોર (Lahore) માં શરૂ થશે.

PAK vs AUS: PM ઇમરાન ખાન સામે વિરોધના માહોલને લઇ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝનુ સ્થળ બદલાયુ, સુરક્ષાનુ દર્શાવ્યુ કારણ
Pakistan Vs Australia વચ્ચે વન ડે સિરીઝ 29 માર્ચથી શરુ થનારી છે

Follow us on

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan Vs Australia) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ બાદ હવે માત્ર ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે. જોકે, માર્ચના અંતમાં યોજાનારી આ શ્રેણી પર પાકિસ્તાનના રાજકીય ઉથલપાથલની અસર જોવા મળી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન (Pakistan PM Imran Khan) વિરુદ્ધના વાતાવરણને કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમ થયુ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા ODI સિરીઝની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારે સમાધાનને ટાળવા માટે શ્રેણીનું સ્થળ બદલવા (Pak vs Aus ODI Series venue changed) માં આવ્યુ છે. 29 માર્ચથી શરૂ થનારી આ શ્રેણી હવે રાવલપિંડીના બદલે લાહોરમાં આયોજિત કરવામાં આવશે.

પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જેના પર આવતા સપ્તાહે મતદાન થવાનું છે. ઈમરાન ખાનની સત્તાધારી પાર્ટી પીટીઆઈ 27 માર્ચે ઈસ્લામાબાદમાં એક મોટી રેલી યોજવા જઈ રહી છે, જેમાં ઈમરાનના લાખો સમર્થકો પહોંચવાની આશા છે. તે જ સમયે, તેના પહેલા 23 માર્ચે, વિરોધ પક્ષોનો મોરચો રાવલપિંડીથી ઇસ્લામાબાદ સુધી કૂચનું આયોજન કરી રહ્યું છે.

ઈસ્લામાબાદ-રાવલપિંડીની નિકટતાને કારણે નિર્ણય

આવી સ્થિતિમાં દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિને કારણે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક પ્રવાસ પર કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વનડે સીરીઝનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાની ગૃહમંત્રીએ શુક્રવારે 18 માર્ચે આ બાબતની જાહેરાત કરી છે. ભલે ઈસ્લામાબાદમાં રેલી યોજાવાની હોય, પરંતુ રાવલપિંડી ઈસ્લામાબાદને અડીને આવેલું શહેર છે, જેના કારણે સુરક્ષા માટે ખતરો માની શકાય છે. ઈસ્લામાબાદમાં 27 માર્ચે જ્યાં ઈમરાન સમર્થકોની રેલી યોજાવાની છે તે સ્થળ રાવલપિંડીમાં બંને ટીમોની હોટલથી માત્ર બે કિલોમીટર દૂર છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

29 માર્ચથી ODI શ્રેણી

24 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં બે ટેસ્ટ મેચ રમી છે. પ્રથમ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં જ રમાઈ હતી, ત્યારબાદ બંને ટીમો કરાચીમાં ટકરાયા હતા. આ બંને મેચ ડ્રો રહી હતી. હવે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 21 માર્ચથી લાહોરમાં રમાવાની છે. આ દરમિયાન ODI શ્રેણીની મેચો 29 માર્ચ, 31 માર્ચ અને 2 એપ્રિલે રમાશે, જ્યારે એકમાત્ર T20 મેચ 5 એપ્રિલે લાહોરમાં યોજાશે. હાલમાં, વનડે શ્રેણીની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આની શક્યતાને પણ નકારી શકાતી નથી.

 

આ પણ વાંચો: Womens World Cup 2022: Live મેચ માં દર્દથી કણસતા જ મેદાન પર ઢગલો થઇ પડી વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી, ગ્રાઉન્ડમાં બોલાવી એમ્બ્યુલન્સ

આ પણ વાંચો: IPL 2022: આ અજાણ્યા નામો બનશે સુપર સ્ટાર, ઓક્શનમા ટીમો એ કરોડો રુપિયા વરસાવ્યા છે અને હવે ફેનની નજરો તેમની પર રહેશે

 

Published On - 4:23 pm, Fri, 18 March 22

Next Article