Sunil Gavaskar Happy Birthday: કોઈપણ વ્યક્તિની સાચી ઓળખ તેના કદ, જન્મસ્થાન, જાતિ કે ધર્મથી નથી થતી, તેના કામથી થતી હોય છે. કોઈપણ માણસની ભાષા, સ્વભાવ અને કામ તેના વ્યક્તિત્વનો અરીસો હોય છે. આજે ભારતના પહેલા લિટલ માસ્ટરનો જન્મદિવસ છે. તેમણે ભારતીય ક્રિકેટ માટે પોતાની બેટથી એવા રન બનાવ્યા કે ભારતીય ટીમ સાથે તેમનું કદ પણ આખી દુનિયામાં આપોઆપ વધી ગયું. ચાલો જાણીએ પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) વિશેની રસપ્રદ વાતો.
સુનિલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ, 1949ના રોજ મુંબઈમાં થયો હતો. 70-80ના દાયકામાં ગાવસ્કરે ક્રિકેટના પિચ પર એકથી એક શાનદાર ઈનિંગ રમી હતી. એક સમયે તેમના નામે સૌથી વધારે રન અને સદીનો રેકોર્ડ હતો. ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર 10,000 રનનો આંકડો ગાવસ્કરે જ પૂર્ણ કર્યો હતો. ગાવસ્કરે સેટ કરેલો આ રેકોર્ડ આજે દરેક ક્રિકેટ માટે સપના જેવું છે.
આ પણ વાંચો : શાહિદ આફ્રિદીની દીકરીના લગ્નમાં પહોંચ્યા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ, જુઓ PHOTOS
This Day In 1983
Sunil Gavaskar broke the record for most Test centuries by scoring his 30th ton
Batting against West Indies in Madras, Sunil Gavaskar scored his 30th Test century, breaking the record set by Don Bradman back in 1948. Gavaskar eventually weighed in with 34 tons pic.twitter.com/JGjBYksoW1
— Toss Time (@TossTime2) December 28, 2022
ગાવસ્કરે એ સમયે પણ આક્રમક ક્રિકેટ રમ્યું જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સૌથી શ્રેષ્ઠ ટીમ હતી. વેસ્ટ ઈન્ડિઝના ખૂંખાર બોલર્સ એન્ડી રોબર્ટ્સ, મેક્લમ માર્શલ, માઈકલ હોલ્ડિંગના નામથી બેટ્સમેન જ્યારે કાંપતા હતા, ત્યારે ગાવસ્કર હેલમેટ વગર રમતા હતા. આવા બોલર્સ સામે હેલમેટ કાઢવાનું કોઈ વિચારી શકતું ના હતું , પણ આવું હિંમતવાળું કામ કરીને તેમણે પોતાનું કદ ખુબ ઊંચું કરી દીધું હતું.
આ પણ વાંચો : PHOTOS : સાજો થઈ ગયો રિષભ પંતનો પગ ? હાર્દિક પડંયા સાથે દેખાયો, ટૂંક સમયમાં મેદાન પર મચાવશે ધમાલ
When @ProfDeano ask Sunil Gavaskar what his batting position was on ball release. He didnt want to let out the secret 👇👇👇 pic.twitter.com/65wc97DeXi
— Daren Sammy (@darensammy88) May 11, 2018
આજે પણ ગાવસ્કરની બેટિંગની પ્રશંસા થતી રહે છે. તેમની પાસે એકથી એક ચઢિયાતા સ્ટ્રોક હતા. ગાવસ્કરની બેટિંગમાં ક્લાસ હતો જેને કારણે દરેક વ્યક્તિ તેમની બેટિંગના ફેન બની જતા હતા. સુનિલ ગાવસ્કરના કલાસ, ટેકનીક અને નીડરતાને કારણે તેઓ દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક બન્યા હતા.
આ પણ વાંચો : Asia Cup 2023: એશિયા કપનુ શેડ્યૂલ ક્યારે થશે જાહેર? દક્ષિણ આફ્રિકામાં થશે સ્થળ અને તારીખનો નિર્ણય!
વર્ષ 1966માં 17 વર્ષની ઉંમરમાં તેમને બેસ્ટ સ્કૂલ બોય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તેમને મુંબઈની રણજી ટીમમાં આવ્યો હતો.ટેસ્ટમાં 34 સદી ફટકારનાર ગાવસ્કરની વનડેમાં માત્ર એક જ સદી છે. ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી અને 51.12ની એવરેજથી 10,122 રન બનાવ્યા.
આ દરમિયાન તેણે 34 સદી અને 45 અડધી સદી ફટકારી હતી. વનડેમાં, તેણે ભારત માટે 108 મેચ રમી અને 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યા, જેમાં 27 અડધી સદી અને એક સદી સામેલ છે.
ગાવસ્કરે સૌપ્રથમ 1975-76માં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની કેપ્ટનશીપ કરી હતી.ગાવસ્કરને 1978-79માં સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ગાવસ્કરને થોડી વાર કેપ્ટન્સી સોંપવામાં આવી અને પછી છીનવી લેવામાં આવી. એક કેપ્ટન તરીકેની તેની સફર કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછી નથી.
ગાવસ્કરે 47 ટેસ્ટ મેચોમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું, જેમાંથી તેઓ આઠમાં હારી ગયા હતા અને નવમાં જીત મેળવી હતી, જ્યારે 30 મેચ ડ્રો રહી હતી. વનડેમાં તેણે 37 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું, 14માં જીત અને નવમાં હાર, બે મેચનું પરિણામ આવી શક્યું નહીં.