‘ગૌતમ ગંભીર જેવો આળસુ માણસ ક્યારેય જોયો નથી’…સાથી ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચની પોલ ખોલી

|

Oct 14, 2024 | 5:16 PM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના 42માં જન્મદિવસ પર દુનિયાભરના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દિનેશ કાર્તિકે ગૌતમ ગંભીરનો એક એવો કિસ્સો શેર કર્યો હતો, જેને સાંભળી ઈરફાન પઠાણ, હરભજન સિંહ, અજીત અગરકર અને ખૂબ ગંભીર હસી રોકી શક્યા નહીં.

ગૌતમ ગંભીર જેવો આળસુ માણસ ક્યારેય જોયો નથી…સાથી ખેલાડીએ ટીમ ઈન્ડિયાના હેડ કોચની પોલ ખોલી
Gautam Gambhir
Image Credit source: PTI

Follow us on

ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર ઘણીવાર મેચ દરમિયાન ખૂબ જ ગંભીર દેખાય છે. ગૌતમ ગંભીર ખુલ્લેઆમ હસતો જોવા મળે એવું બહુ ઓછું જોવા મળે છે. આ ઉપરાંત ગૌતમ ગંભીરની ઈમેજ એવી છે કે તે ખૂબ જ મહેનતુ છે. તેમાં કોઈ શંકા નથી કે તેની સખત મહેનતના કારણે તે ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક રહ્યો છે અને હવે તે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ પણ છે. જો કે, ગૌતમ ગંભીરના 42મા જન્મદિવસના અવસર પર દિનેશ કાર્તિકે ટેની આગળ વિશે જે ખુલાસો કર્યો છે, તે સાંભળી ગંભીરની ગંભીરતા પરથી વિશ્વાસ ઉઠી જશે.

દિનેશ કાર્તિકે ગંભીરની આળસની કહાની જણાવી

ગંભીરના જન્મદિવસના અવસર પર સ્ટાર સ્પોર્ટ્સે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દિનેશ કાર્તિક આ ખેલાડીની આળસની કહાની સંભળાવી રહ્યો છે. દિનેશ કાર્તિકે આ વીડિયોમાં જણાવ્યું કે, ‘વર્ષ 2002માં ગૌતમ ગંભીર ટીમ હોટલના રૂમમાં સૂતો હતો. તેનો દરવાજો થોડો ખુલ્લો હતો. હું તેના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો અને ત્યારે અચાનક ગંભીરે મને બોલાવ્યો. જ્યારે હું ગંભીરના રૂમમાં ગયો તો તેણે મને ટીવીની ચેનલ બદલવાનું કહ્યું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

ઈરફાન-હરભજન હસવાનું રોકી શક્યા નહીં

દિનેશ કાર્તિકે વધુમાં કહ્યું કે, ‘ગંભીર પાસેથી આ સાંભળીને હું ચોંકી ગયો હતો. રિમોટ તેનાથી બે ડગલાં દૂર હતું, પરંતુ આ ખેલાડી તેની જગ્યાએથી ખસતો નહોતો. આનાથી વધુ આળસુ માણસ મેં ક્યારેય જોયો નથી. મેં ચેનલ બદલી અને ત્યાર બાદ ગૌતમ ગંભીરે મને ત્યાંથી જવાનું કહ્યું.’ આ સ્ટોરી સાંભળીને ઈરફાન પઠાણ, હરભજન સિંહ, અજીત અગરકર અને ખૂબ ગંભીર હસી રોકી શક્યા નહીં.

આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં વધુ એક ટક્કર, આ દિવસે થશે મહામુકાબલો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article