ટીમ ઈન્ડિયાથી 48 કલાકમાં બહાર થયો ખેલાડી અને ડેબ્યૂ કરવાનું સપનું તૂટ્યું, હવે કર્યું મોટું નિવેદન

|

Jul 06, 2024 | 4:25 PM

આજથી એટલે કે 7મી જુલાઈથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સિરીઝમાં યુવા ભારતીય ટીમનું સુકાન શુભમન ગિલ સંભાળી રહ્યો છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં અનેક નવા યુવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે.

ટીમ ઈન્ડિયાથી 48 કલાકમાં બહાર થયો ખેલાડી અને ડેબ્યૂ કરવાનું સપનું તૂટ્યું, હવે કર્યું મોટું નિવેદન
બહાર થયા બાદ નિવેદન

Follow us on

T20 વિશ્વકપ 2024 બાદ હવે ભારતીય યુવા ટીમ ઝિમ્બાબ્વે સામે મેદાને ઉતરી રહી છે. આજથી એટલે કે, 7મી જુલાઈથી 5 મેચની T20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. યુવા ભારતીય ટીમનું સુકાન શુભમન ગિલ સંભાળી રહ્યો છે. ભારતીય ટીમમાં એવા યુવા ચહેરાઓને સિનિયરોની ગેરહાજરીમાં સ્થાન આપવામા આવ્યું છે, જેઓ IPL 2024માં સારુ પ્રદર્શન કર્યું હતુ.

આમ જ ભારતીય ટીમમાં યુવા ઓલરાઉન્ડર ખેલાડી નીતિશ રેડ્ડીને પણ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ટીમમાં તેનું સિલેક્શન થયાના 48 કલાકમાં જ તેને ઈજાના કારણે ટીમમાંથી બહાર થવું પડ્યું છે. જેના કારણે ઝિમ્બાબ્વે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાનું તેનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. નીતીશ રેડ્ડીએ હવે તેના બહાર થવા પર મોટું નિવેદન આપ્યું છે.

નીતિશ રેડ્ડીનું મોટું નિવેદન

યુવા ઓલરાઉન્ડર ક્રિકેટર નીતિશ રેડ્ડી IPL 2024 માટે ચર્ચામાં આવ્યો હતો. નીતિશે IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે ધ્યાન ખેંચ્યું હતું. જે બાદ તેને ટીમ ઈન્ડિયામાં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ ઈજાએ તેના સપનાઓને બરબાદ કરી દીધા હતા.

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ
આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન

બહાર થયા બાદ એએનઆઈ સાથે વાત કરતા નીતીશ રેડ્ડીએ પોતાની ઈજા પર કહ્યું કે આ રમતનો એક ભાગ છે, તેથી હું આ ઈજાને મારા મગજમાં વધારે નથી લઈ રહ્યો. હું ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું. દરેક જગ્યાએ તક છે અને તક આવે ત્યારે તમારે તૈયાર રહેવું પડશે. મારા માટે આ પ્રથમ વખત તક મળી હતી, અને હું તેનાથી ખૂબ જ ખુશ છું. દુનિયાભરના કોઈપણ એથ્લેટ માટે ઈજા એક મોટી સમસ્યા હોય છે, તેથી હું આ ઈજામાંથી સાજો થઈશ અને હું મેદાન પર પાછો ફરીશ. તે મને અન્ય કોઈપણ ચીજ કરતાં વધુ ખુશ કરે છે.

કેવી રીતે સિક્સ હિટર બન્યો?

IPLની આ સિઝનમાં મોટા મોટા શોટ ફટકારીને ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. IPLની ગત સિઝનમાં 13 મેચ રમીને 303 રન બનાવ્યા છે. આ દરમિયાન રેડ્ડીએ જણાવ્યું કે તેણે સિક્સ હિટર બનવા માટે કેટલી મહેનત કરી છે.

21 વર્ષના નીતીશ રેડ્ડીએ કહ્યું કે મને પ્રથમ વર્ષે બેટિંગ કરવાની તક મળી ન હતી. આ પછી મેં 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલનો સામનો કરવાની પ્રેક્ટિસ શરુ કરી. શરુઆતમાં મને મારી પાંસળી અને જાંઘ પર પણ ઈજાઓ થઈ હતી. પરંતુ હું હંમેશા કહી રહ્યો હતો કે મારે ગતિથી ડરવું જોઈએ નહીં. આમ એક મહિના પછી મેં ઝડપી બોલ પર સારી બેટિંગ કરવાનું શરૂ કર્યું. હું દરરોજ લગભગ એક કલાક શેડો પ્રેક્ટિસ કરતો હતો અને તેનાથી મને મારી બેટિંગ સુધારવામાં ખૂબ મદદ મળી.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 4:24 pm, Sat, 6 July 24

Next Article