મેદાનમાં ક્રિકેટ રમવાને લઇને Yuvraj Singh ના આવ્યા સમાચાર, વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે

|

Jun 30, 2021 | 7:34 AM

યુવરાજ સિંહ (Yuvraj Singh) ની બેટીંગનો અંદાજ સ્ફોટક રહ્યો છે. હજુ પણ તેનામાં જાણે કે રન ફટકારવાની તાલાવેલી છે. ગત વર્ષે પણ તેણે મેદાને ઉતરવાની ઇચ્છાઓ દર્શાવી હતી.

મેદાનમાં ક્રિકેટ રમવાને લઇને Yuvraj Singh ના આવ્યા સમાચાર, વર્ષના અંતે ઓસ્ટ્રેલિયામાં રમી શકે છે
Yuvraj Singh

Follow us on

યુવરાજ સિંહ (Yuvraj Singh) દ્રારા એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારવાનુ દૃશ્ય, આજેય પણ ફેન્સની નજર સામે તરવરી રહ્યુ છે. ફેન્સ પણ યુવરાજ સિંહની એ કમાલની સ્ફોટક બેટીંગને ક્યારેય ભૂલી શકે એમ નથી. યુવીની તોફાની બેટીંગને ફરી જોવા માટે ઇચ્છુક ફેન્સ માટે એક સારા સમાચાર છે. યુવરાજ સિંહ ફરી એકવાર મેદાને જોવા મળી શકે છે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલીયા (Australia) માં ક્રિકેટ રમતો જે જોવા મળે એવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, મુલગ્રેવ ક્રિકેટ ક્લબ (Mulgrave Cricket Club) એ દાવો કર્યો છે, કે યુવરાજ સિંહ અને ક્રિસ ગેઇલ (Chris Gayle) જેવા દિગ્ગજોના નામ બોર્ડ પર જોવા અદભૂત હશે. યુવરાજ સિંહ ઉપરાંત એબી ડીવિલિયર્સ અને બ્રાયન લારા જેવા સ્ટાર ખેલાડી પણ તે લીગમાં રમી શકે છે. રિપોર્ટસનુ મુજબ શ્રીલંકના વર્તમાન ખેલાડીઓ તિલકરત્ને દિલશાન અને ઉપુલ થરંગા પણ તેમાં પહેલા થી જ સામેલ છે.

મિલન પુલેનયાગમ મુલગ્રેવ ક્રિકેટ ક્લબના અધ્યક્ષ છે, જેઓનુ કહેવુ છે કે, અમે દિલશાન અને સનથ જયસૂર્યાને લઇને આશ્વસ્ત છીએ. અમે કેટલાક અન્ય સંભવિત ખેલાડીઓની સાથે સાઇન કરવાને લઇ, આખરી ઓપ આપવા પર કાર્ય કરી રહ્યા છીએ. સાથે જ અમે લોકો ક્રિસ ગેઇલ અને યુવરાજ સિંહ સાથે વાત કરી રહ્યા છીએ. અમે લગભગ 85 થી 90 ટકા સુધી કરાર પર પહોંચી ગયા છીએ. અમારે કેટલીક બાબતોને અંતિમ ઓપ આપવાની જરુર છે, જોકે આ હકિકતમાં જ સારુ લાગી રહ્યુ છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યુવરાજ સિંહ આ પહેલા પણ ગ્લોબલ ટી20 કેનાડા અને ટી10 લીગમાં પણ રમી ચુક્યો છે. તે બીગ બેશ લીગમાં પણ રમનારો હતો. જોકે તે સ્વાસ્થ્ય ને લઇને તે બીગ બેશ સાથે કરાર કરી શક્યો નહોતો. યુવરાજ સિંહે 2019માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી જાહેર કરી દીધી હતી. તે એપ્રિલ માસ દમર્યાન રોડ સેફ્ટ સિરીઝમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો. જેમાં તેણે દમદાર દેખાવ કર્યો હતો. જે ટીમના કેપ્ટન સચિન તેંડુલકર હતા.

Next Article