Trent Boult એ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો, મેદાનથી દૂર રહી હવે તે પરીવાર સાથે સમય વિતાવશે

|

Aug 10, 2022 | 10:40 AM

33 વર્ષીય ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. કિવિ બોલરના પરિવાર સાથે સમય વિતાવવાના નિર્ણયને માન આપતા બોર્ડે આ કાર્યવાહી કરી છે.

Trent Boult એ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથેનો કરાર સમાપ્ત કરી દીધો, મેદાનથી દૂર રહી હવે તે પરીવાર સાથે સમય વિતાવશે
Trent Boult એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 548 વિકેટ ઝડપી છે

Follow us on

હવે તે ખેલાડી પોતાના દેશ માટે ના બરાબર ક્રિકેટ રમશે. રમશે તો પણ પોતાની ઈચ્છાઓ પૂરતુ. તેનું કારણ એ છે કે બોર્ડ સાથે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. ક્રિકેટ બોર્ડે તે ખેલાડી સાથેનો કરાર ખતમ કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં 548 વિકેટ લેનાર ખેલાડીને લઈને આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. તેના બદલે, આની પાછળ લાંબી વાતચીતનો સિલસિલો રહ્યો છે, જે પછી બોર્ડે ખેલાડીના પગલાને માન આપીને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવાનું મન બનાવ્યું હતું. અમે વાત કરી રહ્યા છીએ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ની. 33 વર્ષીય ટ્રેન્ટ બોલ્ટને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે (New Zealand Cricket Team) તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી દીધો છે.

કિવિ બોલરના પરિવાર સાથે સમય વિતાવવાના નિર્ણયને માન આપતા બોર્ડે આ કાર્યવાહી કરી છે. બોલ્ટ હવે બોર્ડના કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ ડોમેસ્ટિક લીગમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હવે તે મેદાનમાં ખૂબ જ ઓછો જોવા મળી શકે છે

ટ્રેન્ટ બોલ્ટે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 548 વિકેટ ઝડપી છે, જેમાંથી તેણે ટેસ્ટમાં 317 વિકેટ, વનડેમાં 169 વિકેટ અને T20માં 62 વિકેટ ઝડપી છે. પરંતુ, હવે જ્યારે તેનો ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથેનો કરાર પૂરો થઈ ગયો છે, ત્યારે તે ભાગ્યે જ પોતાના દેશ માટે રમતા જોવા મળે છે. હવે જ્યારે તેઓ ઉપલબ્ધ હશે, તો જ તેમની ટીમમાં પસંદગી થઈ શકશે.

 

બોલ્ટ હાલ ન્યૂઝીલેન્ડની ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. તેણે આ પ્રવાસ પર રમાનારી વ્હાઈટ બોલ શ્રેણીમાં લાંબા સમય બાદ પુનરાગમન કર્યું છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોલ્ટના નિર્ણયનું સન્માન કરે છે

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના CEO ડેવિડ વ્હાઇટે કહ્યું કે, અમે ટ્રેન્ટ બોલ્ટના સ્થિતીનું સન્માન કર્યું છે. તે પોતાની રમત પ્રત્યે ઈમાનદાર છે. અલબત્ત, અમે તેને હવે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદીમાં ન હોવાનું યાદ કરીશું, પરંતુ અમે તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

નિર્ણય પર બોલ્ટે શું કહ્યું?

બીજી તરફ બોલ્ટે પણ મુક્ત થયા બાદ કહ્યું કે, મારા દેશ માટે ક્રિકેટ રમવાનું મારું સપનું હતું, જે પૂરું થયું. હું છેલ્લા 12 વર્ષથી આ કામ કરી રહ્યો છું. મેં મારી પત્ની અને 3 બાળકો માટે આ નિર્ણય લીધો છે. મારો પરિવાર મારા માટે પ્રેરણા તરીકે કામ કરે છે અને તેથી જ હું તેમને પ્રથમ સ્થાન આપું છું.”

તેણે કહ્યું, “મેં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે, કારણ કે તેની ટીમમાં મારી પસંદગી પર અસર પડશે. ઝડપી બોલરની કારકિર્દી બહુ લાંબી હોતી નથી અને મને લાગે છે કે આગલા તબક્કામાં જવાનો આ યોગ્ય સમય છે.

Published On - 10:37 am, Wed, 10 August 22

Next Article