T20 World Cup 2022: AUS vs NZ Match Report: ન્યુઝીલેન્ડની 11 વર્ષની રાહનો અંત, વર્લ્ડ ચેમ્પિયનને આપી માત

|

Oct 22, 2022 | 5:46 PM

ICC Men T20 World Cup ઓસ્ટ્રેલિયા વિ. ન્યૂઝીલેન્ડ Match Report: ન્યૂઝીલેન્ડે આ જીત સાથે ગત વર્ષના વિશ્વ કપ ફાઈનલનો બદલો લીધો હતો. 2021 ટી20 વિશ્વ કપમાં ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને માત આપી ટાઈટલ જીત્યો હતો.

T20 World Cup 2022: AUS vs NZ Match Report: ન્યુઝીલેન્ડની 11 વર્ષની રાહનો અંત, વર્લ્ડ ચેમ્પિયનને આપી માત
New Zealand beat Australia at home for the first time since 2011.

Follow us on

ન્યૂઝીલેન્ડે T20 વર્લ્ડ કપ 2022ના (T20 World Cup 2022) સુપર-12 રાઉન્ડની પ્રથમ મેચમાં શનિવારે 22 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને (Australia) 89 રનથી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડ (New Zealand) 11 વર્ષથી રાહ જોઈ રહેલી એક તક આખરે સૌથી મોટા મંચ પર મળી હતી – ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું. આ સાથે ન્યૂઝીલેન્ડે ન માત્ર ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ગયા વર્ષે વર્લ્ડ કપની ફાઈનલમાં મળેલી હારનો બદલો પણ લીધો હતો. સિડનીમાં વરસાદના ડર વચ્ચે સુપર-12 રાઉન્ડની આ મેચમાં વરસાદ ન પડ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયાના પાડોશી દેશ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. આની શરૂઆત ટીમના ટોપ ઓર્ડરથી થઈ હતી, જ્યાં ન્યુઝીલેન્ડે મોટો સ્ટ્રેટેજીક દાવ રમી 23 વર્ષીય બેટ્સમેન ફિન એલનને અનુભવી માર્ટિન ગુપ્ટિલની જગ્યાએ તક આપી હતી. પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી રહેલા એલને શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના બોલરોનો પરસેવો પાડયો હતો.

કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ

 

ઓસ્ટ્રેલિયા પર તૂટયો એલનનો કહર

જમણા હાથના બેટ્સમેને ઓસ્ટ્રેલિયાના ત્રણ શ્રેષ્ઠ ઝડપી બોલરો – મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ -નો પ્રથમ ત્રણ ઓવરમાં જ બાઉન્ડ્રીઓ થી સ્વાગત કર્યો હતો. એલનની તોફાની બેટીંગના કારણે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઓવરમાં 14, બીજી ઓવરમાં 15 અને ત્રીજી ઓવરમાં 17 રન બનાવ્યા હતા, જેમાં આ વિસ્ફોટક ઓપનરે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 ઓવરમાં 56 રન સુધી પહોંચી ગયો હતો.એલન પાંચમી ઓવરના પહેલા બોલ પર હેઝલવુડનો શિકાર બન્યો હતો.

બીજી તરફ ડેવોન કોનવે પણ સતત રન બનાવી રહ્યો હતો. તેની ઇનિંગની ઝડપ એલન જેવી ન હતી, પરંતુ તે ધીમી પણ ન હતી. જો કે, કિવી ટીમના કેપ્ટન કેન વિલિયમસનનું નબળું ફોર્મ ચાલુ રહ્યું હતું અને તે મોટી અને ઝડપી ઈનિંગ્સ રમી શક્યો નહીં, જ્યારે ગ્લેન ફિલિપ્સ પણ નિષ્ફળ રહ્યો હતો. અંતમાં કોનવેએ જેમ્સ નીશમ સાથે મળીને માત્ર 24 બોલમાં અણનમ 48 રનની ભાગીદારી કરીને ટીમને 200 રન સુધી પહોંચાડી દીધી હતી.

Next Article