Mumbai Indians IPL 2022: 15 વર્ષમાં આવું પહેલીવાર થયું, મુંબઈ ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો

|

May 10, 2022 | 5:18 PM

IPL 2022: લીગમાં હાલ મુંબઈ ઈન્ડિયન્સને (MI) નવમી હારનો સામનો કરવો પડ્યો છે. સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં મુંબઈની ટીમ માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ હતી.

Mumbai Indians IPL 2022: 15 વર્ષમાં આવું પહેલીવાર થયું, મુંબઈ ટીમના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો
Mumbai Indians (PC: IPLt20.com)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નું નિરાશાજનક પ્રદર્શન ચાલુ છે. DY પાટિલ સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)એ પાંચ વખતના ચેમ્પિયનને 52 રનથી હરાવ્યું હતું. મુંબઈની આઈપીએલની વર્તમાન સિઝનમાં આ નવમી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં તળિયે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સામેની હાર સાથે રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. વાસ્તવમાં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની ટીમ IPLની એક સિઝનમાં પહેલીવાર આટલી બધી મેચ હારી છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ 2009, 2014 અને 2018ની સિઝનમાં 8-8 મેચ હારી હતી. 2012, 2016 અને 2021 સીઝનમાં તેને 7-7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આવી રહી મેચ

મુંબઈ ટીમ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. નીતિશ રાણા અને વેંકટેશ અય્યરે 43-43 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અજિંક્ય રહાણેએ 25 અને રિંકુ સિંહે અણનમ 23 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ માટે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ 5 અને કુમાર કાર્તિકેયે 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આમ કોલકાતા ટીમે 52 રનના મોટા માર્જીનથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને માત આપી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 17.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને સૌથી વધુ 51 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે પેટ કમિન્સે સૌથી વધુ 3 અને આન્દ્રે રસેલે 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ખાસ વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી 6 વિકેટ 14 રનની અંદર પડી ગઈ હતી.

કોલકાતા ટીમ સામે મુંબઈનો બીજો સૌથી ઓછો સ્કોર કર્યો

IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની વાત કરીએ તો 113 રન એ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)નો બીજો સૌથી ઓછો સ્કોર હતો. અગાઉ 2012 IPLની સિઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોહિત શર્માની બ્રિગેડ કોલકાતાની ટીમ સામે 108 રનમાં આઉટ થઈ ગઈ હતી. IPLના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે. જ્યારે કોલકાતા ટીમ એ મુંબઈને સતત 3 મેચમાં હરાવ્યું હોય.

Next Article