ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો ઓલરાઉન્ડર, Videoએ મચાવી ધમાલ જુઓ વીડિયો

|

Mar 19, 2024 | 9:48 AM

PSL 2024ની ફાઈનલમાં પોતાની ટીમ માટે રમ્યા બાદ ઈમાદ વસીમ ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,જેને ટીવી પર પણ લાઈવ દેખાડ્યો હતો.

ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો ઓલરાઉન્ડર, Videoએ મચાવી ધમાલ જુઓ વીડિયો

Follow us on

પાકિસ્તાન સુપર લીગ એટલે કે, પીએસએલ 2024ની ફાઈનલ મેચ 18 માર્ચના રોજ કરાંચીમાં મુલ્તાન સુલ્તાન અને ઈસ્લામાબાદ યુનાઈટેડ વચ્ચે રમાય હતી. આ મેચમાં ઈસ્લામાબાદ યુનાઈટેડના બોલર ઈમાદ વસીમે 5 વિકેટ લઈ અને મુલ્તાન સુલ્તાન ટીમનો પરસેવો પાડી દીધો હતો. ત્યારબાદ તે વિવાદમાં આવ્યો છે. કારણ કે, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્મોકિંગ કરતો જોવા મળ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કર્યું

ક્રિકેટરોનું સ્મોકિંગ કરવું કોઈ નવી વાત નથી પરંતુ હેરાન કરનારી એ વાત છે કે, પીએસએલની ફાઈનલ રમાઈ રહી હતી અને તે ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કરી રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ઈમાદ વસીમ ડ્રેસિંગ રુમમાં મોંઢા માંથી ધુમાડા કાઢી રહ્યો છે. ત્યારબાદ તે મેદાન પર આવ્યો અને પોતાની ટીમને જીત અપાવી હતી. આ સ્મોકિંગ કરવા પર દરેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, ડ્રેસિંગ રુમમાં તે સ્મોકિંગ કરવાનો સામાન લઈ કેવી રીતે પહોંચ્યો છે.

 

ફાઈનલમાં ટીમને ચેમ્પિયન બનાવી

પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોએ સવાલ ઉઠાવ્યો છે કે, ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કેવી રીતે કરી શકો છો? એક ચાહકે કહ્યું શું ડ્રેસિંગ રુમમાં સ્મોકિંગ કરવાની પરવાનગી છે, તો કોઈએ કહ્યું પીએસએલ અને પીસીબી ઉંધી રહ્યા છે. વસીમે 5 વિકેટ લીધી અને તે ડ્રેસિંગ રુમમાં સિગેરટ ફુંકી રહ્યો છે. આ ખેલાડી વિચારે છે કે, આ રમતથી પણ વધારે છે. ઈસ્લામાબાદ યુનાઈટેડ પર પણ શર્મ આવે છે.

ઓલરાઉન્ડર ઈમાદ વસીમની વાત કરીએ તો તે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો, પરંતુ સ્મોકિંગ કાંડના કારણે તેની અલોચના કરવામાં આવી રહી છે, તેમણે પહેલી વખત પીએસએલમાં 5 વિકેટ લીધી હતી ત્યારબાદ 17 બોલમાં 19 રન બનાવી ટીમને જીત અપાવી હતી. પરંતુ તેની આવી હરકતોથી તેના પ્રદર્શન પર પાણી ફરી વળ્યું છે અને હવે જોવાનું રહેશે કે, પીસીબી આના પર શું એક્શન લે છે.

 આ પણ વાંચો : ભાઈને જોઈ ક્રિકેટ રમતા શીખી, 16 વર્ષમાં જે વિરાટ કોહલી ન કરી શક્યો તે કરી દેખાડ્યું આવો છે ચેમ્પિયનનો પરિવાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article