નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચાર, 2 વાગે આખા દેશની સામે કહ્યું કે…

|

Sep 25, 2022 | 5:27 PM

એમએસ ધોનીએ શનિવારના દિવસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે રવિવારે બપોરે 2 વાગ્યે બધા સાથે એક સારા સમાચાર શેર કરશે.

નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચાર, 2 વાગે આખા દેશની સામે કહ્યું કે...
નિવૃત્તિની અફવાઓ વચ્ચે ધોનીએ આપ્યા સારા સમાચાર
Image Credit source: Twitter

Follow us on

Indian Cricket Team : એમએસ ધોની (Ms Dhoni)એ રવિવારે મોટા સમાચાર આપ્યા છે. શનિવારે ધોનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે રવિવારે બપોરે 2 વાગ્યે બધા સાથે એક સમાચાર શેર કરવા જઈ રહ્યો છે. તેની જાહેરાત બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ આઈપીએલ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ રવિવારે તે નિયત સમયે દેશની સામે આવ્યો હતો અને તેણે સ્પષ્ટ કર્યું હતું કે આ સમાચાર તેની નિવૃત્તિના નથી.

બિસ્કિટ ભારતની વર્લ્ડ કપ જીત સાથે જોડાયેલ છે

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ સમાચાર એક બિસ્કિટના લોન્ચિંગના હતા, જેને તેણે 2011 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત સાથે જોડીને લોન્ચ કર્યું હતું. ધોનીએ દેશમાં એક બિસ્કીટ ફરીથી લોન્ચ કર્યું અને તેને વર્લ્ડ કપ સાથે જોડી દીધું. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે આ બિસ્કિટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આ બિસ્કિટ દેશમાં લોન્ચ થઈ રહ્યા છે અને આ વર્ષે બીજોવર્લ્ડ કપ છે. આ કનેક્શન સ્પષ્ટ થયું છે. જો કે દિગ્ગજ કેપ્ટનની જાહેરાત બાદ કેટલાક ચાહકો ગુસ્સે પણ થયા હતા. કેટલાક યૂઝર્સનું કહેવું છે કે ધોનીએ અપેક્ષાઓ પૂર્ણ ન કરી. ચાહકોનું કહેવું છે કે, તેમને લાગ્યું કે કંઈક ખાસ થશે.

આ જાહેરાત બાદ ચાહકો ગુસ્સે થયા

 

 

એક યુઝરે કહ્યું કે, તમે કરોડો લોકોના આઇકોન છો, થોડા પૈસા માટે તેમની ભાવનાઓ સાથે રમતા ન કરો. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી તેણે ઘર આંગણે 2011માં વનડે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2013માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પર પણ કબજો કર્યો હતો. જો વાત IPLમાંથી નિવૃત્તિની કરવામાં આવે તો થોડા દિવસો પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને પુષ્ટિ કરી હતી કે IPLની આગામી સિઝનમાં ધોની ટીમનું નેતૃત્વ કરશે.

Next Article