MS Dhoni Bike Collection Video : ધોનીના ગેરેજમાં છે શો રુમ કરતા વધારે બાઈક, પૂર્વ ક્રિકેટર્સ પણ રહી ગયા દંગ, જુઓ Video

|

Jul 18, 2023 | 8:13 AM

Venkatesh Prasad Share Dhoni Bikes VIDEO: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીના બાઈક પ્રેમથી આપણે સૌ અજાણ નથી. હાલમાં ધોનીના બાઈક કલેકશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાઈક કલેકશનની સાથે સાથે પૂર્વ ભારતીય ક્રિકેટરો જોવા મળી રહ્યા છે.

MS Dhoni Bike Collection Video : ધોનીના ગેરેજમાં છે શો રુમ કરતા વધારે બાઈક, પૂર્વ ક્રિકેટર્સ પણ રહી ગયા દંગ, જુઓ Video
MS Dhoni bike collection

Follow us on

Ranchi :  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને (MS Dhoni) બાઈક્સ અને કારનો ભારે શોખ છે. તેના હોમટાઉન રાંચીમાં તે ઘણીવાર અલગ અલગ શાનદાર કાર અને બાઈક્સ સાથે જોવા મળ્યો છે. પણ આજે પહેલીવાર દુનિયાને ધોનીનું ગેરેજ જોવા મળ્યું છે. આ ગેરાજમાં કોઈ શો રુમ કરતા પણ વધારે બાઈક અને કાર જોવા મળી રહી છે. આટલી બાઈક્સનો તે એક સમયે એક રસ્તા પર નથી જોવા મળતી.

ધોનીને બાઈક્સ પ્રત્યે પ્રેમ છે, જૂની કાર પ્રત્યે લાગણીઓ છે, જેની ઝલક તેના ગેરેજમાં જોવા મળી રહી છે. ભારતના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદ અને સુનીલ જોશી રાંચીમાં ધોનીને મળવા પહોંચ્યા હતા. 90ના દશકના આ બંને ખેલાડીઓ પોતાની રાંચી યાત્રા દરમિયાન ધોનીના ફાર્મહાઉસ પહોંચ્યા હતા. જ્યાં ધોનીનું ગેરેજ જોઈને તેમની આંખો પહોંળી થઈ ગઈ હતી.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

આ પણ વાંચો : Emerging Asia Cup: ટીમ ઈન્ડિયાએ નેપાળને હરાવ્યું, અભિષેક શર્મા-સાઈ સુદર્શનની ફિફ્ટી

આ રહ્યો ધોનીના કાર-બાઈક કલેક્શનનો વાયરલ વીડિયો

 


ધોનીના ફેન્સની જેમ સુનીલ જોશી અને વેંકટેશ પ્રસાદે ધોનીને બાઈક વિશે સાંભળ્યું જ હતુ. પણ પહેલીવાર તેમને ધોનીના બાઈક કલેક્શનને નજીકથી જોવાનો અવસર મળ્યો હતો. ધોનીએ પોતાના આ અણમોલ ખજાનો વેંકટેશ પ્રસાદ માટે ખોલ્યો હતો. જેને જોઈને તેઓ આશ્વર્યચકિત થયા હતા.

આ વાયરલ વીડિયોમાં કેટલીક વિન્ટેજ કારો પણ જોવા મળી છે. જણાવી દઈએ કે ધોની પોતાની બાઈકની સંભાળ અને સર્વિસિંગ જાતે જ કરે છે. આ પહેલા ધોનીના ગેરેજના અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પણ આજે પહેલીવાર તેનો વીડિયો દુનિયા સામે આવ્યો છે.

આ પણ વાંચો : IPL 2023માં ખરાબ પ્રદર્શન બાદ RCBએ હેડ કોચ અને ક્રિકેટ ડિરેક્ટરની કરી છુટ્ટી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:13 am, Tue, 18 July 23

Next Article