MS Dhoni: આકાશ ચોપડાની આગાહી, મેગા ઓકશન પહેલા એમએસ ધોની પોતાને લઇ CSKને જણાવી શકે છે નિર્ણય

|

May 27, 2021 | 10:24 AM

મેગા ઓકશન (IPL Auction) દરમ્યાન કેટલાક ખેલાડીઓને રિટેન અને કેટલાકને બહારના રસ્તે મોકલવામાં આવી શકે છે. પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપડા (Akash Chopra) નુ માનવુ છે કે, એમએસ ધોની (MS Dhoni) આઇપીએલને લઇને પોતાને લઇ નિર્ણય જાહેર કરી શકે છે.

MS Dhoni: આકાશ ચોપડાની આગાહી, મેગા ઓકશન પહેલા એમએસ ધોની પોતાને લઇ CSKને જણાવી શકે છે નિર્ણય
MS Dhoni-Akash Chopra

Follow us on

IPL 2021 ની સિઝન બાદ ક્રિકેટની વ્યસ્તતાને અંતે IPL 2022 ના આયોજનને લઇને મેગા ઓકશન યોજાશે. જેમાં ગુજરાત સહિતની નવી ટીમ પણ ઉમેરાશે. તો વળી મેગા ઓકશન (IPL Auction) દરમ્યાન કેટલાક ખેલાડીઓને રિટેન અને કેટલાકને બહારના રસ્તે મોકલવામાં આવી શકે છે. આ દરમ્યાન પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપડા (Akash Chopra) નુ માનવુ છે કે, એમએસ ધોની (MS Dhoni) આઇપીએલને લઇને પોતાને લઇ નિર્ણય જાહેર કરી શકે છે.

આકાશ ચોપડાનુ માનવુ છે કે, ધોની આગામી મેગા ઓકશન પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને જાતે જ પોતાને રિલીઝ કરવા માટે કહી શકે છે. ચોપડાએ કહ્યુ હતુ કે, ચેન્નાઇ સુપર કિંગ્સ મહેન્દ્રસિંહ ધોની પોતાને સૌથી ઉપર રાખશે અને તે એમ જ કરશે. જોકે જો ધોનીને તમે પૂછશો તો, તે કદાચ જાતે જ કહી દેશે કે તમે મને ટીમમાં કેમ રિટેન કરી રહ્યા છો. કારણ કે તે હવે આવનારા ત્રણ વર્ષ તની સાથે નથી રહી શકવાનો. તેઓ તેની પર આટલા બધા પૈસા આખરે શાના માટે ફસાવવા ઇચ્છી રહ્યા છો. સીએસકે અને ધોની બંને એક જ છે.

ચોપડાએ આગળ કહ્યુ હતુ કે, જો કોઇ એવો નિયમ આવી જાય કે, કોઇ પણ ખેલાડીને રિટેન નહી કરી શકાય. તો ચેન્નાઇ આ બાબતને લઇને તુરત જ સહમત થઇ જશે. આ ટીમ એક વાર ફરી થી શરુઆત કરશે. તેણે 15-17 કરોડ આપીને કોઇ ખેલાડી ને રોકવાનો નહી હોય. ચેન્નાઇ રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની ને રિટેન કરશે. એટલુ જ નહી સીએસકે દિપક ચાહરને પણ જોડી શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ધોનીની આગેવાનીમાં CSK નુ પ્રદર્શન

ધોની અને CSK ના નાતાની વાત કરવામાં આવે તો, ટીમ ની કેપ્ટનશીપ 12 સિઝનમાં નિભાવી છે. ધોનીની કેપ્ટનશીપમાં ત્રણ વાર ટીમ ટાઇટલ જીતી શકી છે. આઇપીએલ 2020 ને બાદ કરતા દરેક વખતે ટીમ પ્લેઓફમાં પહોંચી છે. વર્ષ 2020 ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ નિવડ્યુ હતુ. જે દરમ્યાન 2008 થી લઇને અત્યાર સુધીનુ સૌથી વધુ ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ.

Next Article