IPL 2022: OUT આપવા પર ભડક્યો મેથ્યુ વેડ, ડ્રેસિંગ રુમમાં તોડફોડ કરતો વીડિયો થયો વાયરલ

|

May 20, 2022 | 9:13 AM

IPL 2022: ગુરુવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) નો મેથ્યુ વેડ (Matthew Wade) અમ્પાયરના નિર્ણયથી નારાજ હતો. પેવેલિયનમાં જતી વખતે તેણે ગ્લેન મેક્સવેલ અને વિરાટ કોહલી સાથે પણ વાત કરી હતી. બાદમાં તેનો ગુસ્સો ડ્રેસિંગ રૂમમાં ફાટી નીકળ્યો હતો.

IPL 2022: OUT આપવા પર ભડક્યો મેથ્યુ વેડ, ડ્રેસિંગ રુમમાં તોડફોડ કરતો વીડિયો થયો વાયરલ
Matthew Wade (PC: Twitter)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. મહત્વું છે કે આ મેચના પરિણામની અસર પ્લેઓફ પર પણ પડશે. પરંતુ અહીં વિવાદ સામે આવ્યો છે. ગુજરાત ટાઇટન્સના મેથ્યુ વેડ (Matthew Wade) ને જ્યારે આઉટ આપવામાં આવ્યો ત્યારે તે એટલો નારાજ થઈ ગયો હતો કે ડ્રેસિંગ રૂમમાં પહોંચીને તેણે તોડફોડ શરૂ કરી દીધી હતી.

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) બોલિંગ કરવા આવ્યો ત્યારે મેથ્યુ વેડ બીજા બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. મેથ્યુ વેડે ગ્લેન મેક્સવેલના લેન્થ બોલ પર સ્વીપ રમવાનું શરૂ કર્યું, પરંતુ બોલ સીધો પેડ પર અથડાયો. ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મેથ્યુ વેડે અહીં રિવ્યુ લીધો અને થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા પછી પણ તેને આઉટ જાહેર કર્યો. અહીં જ મેથ્યુ વેડ ગુસ્સે થઈ ગયો. પહેલા તેણે બોલર ગ્લેન મેક્સવેલ સાથે વાત કરી. બાદમાં પેવેલિયન જતા સમયે તે વિરાટ કોહલી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. પરંતુ હંગામો ત્યારે થયો જ્યારે મેથ્યુ વેડ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો. અહીં પહોંચ્યા બાદ તેણે ગુસ્સામાં હેલ્મેટ ફેંકી દીધું અને ત્યાર બાદ બેટ જોરથી ફેક્યું. મેથ્યુ વેડ પણ બેટથી ઘણી વસ્તુઓ તોડતો જોવા મળ્યો હતો. મેથ્યુ વેડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

 

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે આ મેચ ખૂબ જ મહત્વની છે. જો આપણે મેથ્યુ વેડની વાત કરીએ તો તે આ વર્ષે ગુજરાત ટાઇટન્સ સાથે સંકળાયેલો છે અને લાંબા સમય બાદ તે IPL માં પાછો ફર્યો છે. આ સિઝનમાં મેથ્યુ વેડ નિષ્ફળ સાબિત થયો છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં મેથ્યુ વેડ માત્ર 114 રન જ બનાવી શક્યો છે. ગુજરાત ટાઇટન્સે તેને રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો હતો.

Next Article