સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ગળે લગાવ્યો, ઠપકો આપ્યા બાદ ડિનર પાર્ટી આપી

દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા LSGમાં એક સારી બાબત જોવા મળી છે. LSGના માલિક સંજીવ ગોએન્કાએ કેપ્ટન કેએલ રાહુલને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આટલું જ નહીં બંને એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા. જેની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ છે, જે બાદ એવું કહી શકાય કે LSGમાં બધુ બરાબર છે.

સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ગળે લગાવ્યો, ઠપકો આપ્યા બાદ ડિનર પાર્ટી આપી
KL Rahul
| Updated on: May 14, 2024 | 5:49 PM

લખનૌ સુપર જાયન્ટ્સ તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમવા જઈ રહી છે. આ પહેલા ટીમના માલિક અને કેપ્ટન અને માલિકની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તસવીરની સૌથી સારી વાત એ છે કે X-હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં સંજીવ ગોએન્કા કેએલ રાહુલને ગળે લગાવતા જોઈ શકાય છે. જે બાદ બંને વચ્ચે કોઈ અણબનાવ ન હોવાનું અને LSGમાં બધુ બરાબર હોવાનું જાણવા મળી રહ્યું છે.

SRH સામે હાર બાદ ગોએન્કાએ રાહુલને ઠપકો આપ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સમાં તણાવની સ્થિતિ હતી. આ માત્ર તે મેચમાં ટીમને મળેલી કારમી હારને કારણે થયું નથી. પરંતુ તે પછી સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે જે કંઈ બન્યું તેના કારણે પણ થયું. સનરાઈઝર્સ સામેની મોટી હાર બાદ સંજીવ ગોએન્કા મેદાન પર જ કેએલ રાહુલને ઠપકો આપતા જોવા મળ્યા હતા.

LSGમાં હવે બધું સારું છે!

સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલનો મામલો એટલો મહત્વનો બન્યો કે તેના પર અનેક નિવેદનો આવ્યા. ક્રિકેટ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ કેએલ રાહુલને સ્પોર્ટ કર્યો અને સંજીવ ગોએન્કા પર સીધો જ નિશાન સાધ્યો, જ્યારે કેટલાકે માત્ર ઈશારો કર્યો. જો કે આ બધા પછી હવે જે તસવીર સામે આવી છે તેને જોતા લાગી રહ્યું છે કે LSGની અંદર બધુ બરાબર છે.

આ પણ વાંચો : IPL 2024: વરસાદે શુભમન ગિલની આશા પર પાણી ફેરવ્યું, ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણે જ થયું બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો