W,W,W,W,W,W …એક ઓવરમાં 6 વિકેટ લઈને આ બોલરે મચાવી ધમાલ, ક્યારેય નહીં જોઈ હશે આવી બોલિંગ

|

Dec 02, 2022 | 4:51 PM

થોડા સમય અગાઉ વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડે પણ એક ઓવરમાં સાત છગ્ગા માર્યા હતા. હાલમાં બોલરોનો દબદબાવાળી એક મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

W,W,W,W,W,W ...એક ઓવરમાં 6 વિકેટ લઈને આ બોલરે મચાવી ધમાલ, ક્યારેય નહીં જોઈ હશે આવી બોલિંગ
bowler took 6 wickets in an over with tennis ball
Image Credit source: File photo

Follow us on

આપણે સૌ જાણીએ છે કે ક્રિકેટ અનિશ્વિતાની રમત છે. આ રમતમાં ક્યારેય શું થઈ જાય તેની જાણ કોઈને નથી હોતી. આપણે ભૂતકાળમાં એવી ઘણી ક્રિકેટ મેચ જોઈ છે, જેમાં બનેલી ઘટના એ આખી દુનિયાને આશ્વર્યમાં મુકી હોય. આજના સમયમાં ક્રિકેટને બેટ્સમેનોની રમત માનવામાં આવેવ છે. હાલમાં જ આ વાતની સાબિતી આપતી ઘટના ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બની હતી. ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ મેચના પહેલા જ દિવસે 500 રનનો સ્કોર કરીને ઈતિહાસ રચ્યો હતો. થોડા સમય અગાઉ વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડે પણ એક ઓવરમાં સાત છગ્ગા માર્યા હતા. હાલમાં બોલરોનો દબદબાવાળી એક મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક બોલર પોતાની પહેલી જ ઓવરમાં 6 બોલ પર 6 વિકેટ લેતો જોવા મળે છે. આ વીડિયો કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચનો નથી. મહારાષ્ટ્રમાં ટેનિસ બોલથી રમાતી અનેક ટૂર્નામેન્ટ થાય છે. આવી જ એક ટુર્નામેન્ટ પનવેલમાં રમાઈ હતી. આ ટુર્નામેન્ટની એેક મેચમાં બોલરે 6 બોલમાં 6 વિકેટ લીધી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મેચની પહેલી જ ઓવરના 6 બોલમાં 6 વિકેટ

 

પહેલી જ ઓવરમાં બોલરે મચાવી ધમાલ

પનવેલમાં રમાયેલી ગાંવદેવી ઉસારાય ચસ્ક 2022 ક્રિકેટ ટુર્નામેન્ટમાં લક્ષ્મણ નામના એક બોલરે પોતાની પહેલી જ મેચમાં 6 વિકેટ લીધી હતી. આ મેચ ગાંવદેવી અને ડ્રોન્ડ્રાચાપડા વચ્ચે હતી. ડ્રોન્ડ્રાચાપાડાની ક્રિકેટ ટીમને જીતવા માટે 43 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પણ પહેલી જ ઓવરમાં ગાંવદેવીની ટીમના બોલરે તેના 6 બેટ્સમેનને પહેલી જ ઓવરમાં પવેલિયન પહોંચાડી દીધા હતા. આ વીડિયોમાં ઓવરની પાંચમી અને છઠ્ઠી બોલના નજારા જોઈ શકાય છે. પાંચમી બોલ પર બેટ્સમેન બોલ્ડ થાય છે, જ્યારે છઠ્ઠી બોલમાં બેટ્સમેન એલબીડબલ્યૂને કારણે આઉટ થાય છે.

આ પહેલા પણ બની છે આવી ઘટના

મીડિયા રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની એક સ્થાનીક મેચમાં વર્ષ 2017માં આવી જ ઘટના બની હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો, એક ઓવરમાં સૌથી વધારે 4 વિકેટ પડી છે. ઈંગ્લેન્ડના મોરિસે એલમ, કેન ક્રાંસ્ટન , ક્રિસ ઓલ્ડ, વસીમ અકરમ, ફ્રેડ ટિટમસ અને એન્ડ્રય ક્રૈડિક નામના બોલરો એ આ પરાક્રમ ભૂતકાળમાં કર્યુ હતુ. આ તમામ બોલરો એ પોતાની ઓવરમાં 4 વિકેટ લીધી છે.

 

Next Article