Legends League Cricketની આજની મેચ માટે શું ચાલી રહ્યો છે Betting રેટ? જાણો અહીં

Legends League Cricketની આજની મેચ માટે શું ચાલી રહ્યો છે Betting રેટ? જાણો અહીં

| Edited By: | Updated on: Nov 29, 2023 | 6:30 PM

ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 ક્રિકેટ સીરિઝ વચ્ચે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની મેચને કારણે પણ સટ્ટાબજાર ગરમ છે. તેવામાં ચાલો જાણીએ કે ભીલવાડા કિંગ્સ - સાઉર્થન સુપરસ્ટાર્સ વચ્ચેની મેચ માટે સટ્ટાબજારમાં કોણ છે હોટ ફેવરિટ. 

18 નવેમ્બરથી ભારતમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023ની શરુઆત થઈ છે. ભારત સહિત ઘણા દેશના દિગ્ગજ ક્રિકેટર્સ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. આજે 29 નવેમ્બરના રોજ ભીલવાડા કિંગ્સ અને સાઉર્થન સુપરસ્ટાર્સ ટીમ વચ્ચે રોમાંચક મેચ શરુ થશે. જેમાં ભીલવાડા કિંગ્સની ટીમને ગુજ્જુ ક્રિકેટર ઈરફાન પઠાણ લીડ કરશે. જ્યારે સાઉર્થન સુપરસ્ટાર્સની કમાન એરાન ફિન્ચના હાથમાં હશે.

ભારત-ઓસ્ટ્રેલિયાની ટી20 ક્રિકેટ સીરિઝ વચ્ચે લિજેન્ડ્સ લીગ ક્રિકેટની મેચને કારણે પણ સટ્ટાબજાર ગરમ છે. તેવામાં ચાલો જાણીએ કે ભીલવાડા કિંગ્સ – સાઉર્થન સુપરસ્ટાર્સ વચ્ચેની મેચ માટે સટ્ટાબજારમાં કોણ છે હોટ ફેવરિટ.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ – 2023-24

  • મેચ : ભીલવાડા કિંગ્સ Vs સાઉર્થન સુપરસ્ટાર્સ
  • સ્થળ: મોલાના આઝાદ સ્ટેડિયમ, જમ્મુ
  • તારીખ અને સમય: બુધ, 29 નવેમ્બર, 18:30

કઈ ટીમ છે ફેવરિટ ?

સટ્ટા બજારમાં અલગ અલગ સાઈટો પર ભાવ અલગ જોવા મળી રહ્યા છે. ભીલવાડા કિંગ્સનો રેટ સટ્ટાબજારમાં 1.7 છે જ્યારે સાઉર્થન સુપરસ્ટાર્સ 2.05 છે. સટ્ટાબજારમાં સાઉર્થન સુપરસ્ટાર્સ મેચ જીતવા માટે હોટફેવરિટ માનવામાં આવી રહી છે. આ મેચ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જોઈ શકાશે.

આ રેટ મેચ શરુ થયા બાદ પણ ફેરફાર થઈ શકે છે.તેમજ ટીમ જ્યારે પોતાની પ્લેઈંગ 11 જાહેર કરે છે ત્યારે પણ  રેટિંગમાં ફેરફાર જોવા મળતો હોય છે.

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023 પૂર્ણ શેડ્યૂલ

29-11- 2023: ભીલવાડા કિંગ્સ વિ સધર્ન સુપર સ્ટાર્સ, જમ્મુ, ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે

30-11- 2023: ઇન્ડિયા કેપિટલ્સ વિ ગુજરાત જાયન્ટ્સ, જમ્મુ, ભારતીય સમય અનુસાર સાંજે 7

1 -12- 2023: ભીલવાડા કિંગ્સ વિ અર્બનાઇઝર્સ હૈદરાબાદ, જમ્મુ, ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે

2 -12- 2023: ઈન્ડિયા કેપિટલ્સ વિ મણિપાલ ટાઈગર્સ, વિશાખાપટ્ટનમ, ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે

3 -12-2023: ગુજરાત જાયન્ટ્સ વિ સધર્ન સુપર સ્ટાર્સ, વિશાખાપટ્ટનમ, ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે

4-12-2023: મણિપાલ ટાઇગર્સ વિ અર્બનાઇઝર્સ હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે

5-12-2023: ક્વોલિફાયર 1, સુરત, ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે

6-12-2023: એલિમિનેટર, સુરત, ભારતીય સમય અનુસાર સાંજે 7

7-12-2023: ક્વોલિફાયર 2, સુરત, ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે

9-12-2023: ફાઈનલ, સુરત, ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે

(નોંધ : આ માત્ર કઈ ટીમને વધારે સમર્થન મળી રહ્યું છે. તેમજ કઈ ટીમના હાર અને જીતના ચાન્સ વધારે જોવા મળી રહ્યા છે. સટ્ટાબાજની નજરે આ આંકડા રજુ કર્યા છે. અમારો ઉદેશ્ય સટ્ટાબાજને પ્રોત્સાહન કરવાનો નથી.)

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાનું મુંબઈએ “હાર્દિક સ્વાગત” કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું, જુઓ વીડિયો