IND vs SA: કુલદીપ યાદવ સામે દક્ષિણ આફ્રિકાએ ટેકવ્યા ઘૂંટણ, ફક્ત 25 બોલમાં જ ખેલ ખતમ કરાવી દીધો

|

Oct 11, 2022 | 5:48 PM

India Vs South Africa: કુલદીપ યાદવે (Kuldeep Yadav) દિલ્હી માં રમાઈ રહેલી ODIમાં તબાહી મચાવી, દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટ ઝડપી છે.

IND vs SA: કુલદીપ યાદવ સામે દક્ષિણ આફ્રિકાએ ટેકવ્યા ઘૂંટણ, ફક્ત 25 બોલમાં જ ખેલ ખતમ કરાવી દીધો
Kuldeep Yadav એ 4 ખેલાડીઓને ગુગલીમાં ફસાવ્યા

Follow us on

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા (South Africa Cricket Team) ના બેટ્સમેનોએ જાણે આત્મસમર્પણ કર્યું. ટીમ માત્ર 27.1 ઓવરમાં 99 રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને સૌથી વધુ નુકસાન ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કર્યું હતું, જેણે માત્ર 18 રનમાં 4 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ (Kuldeep Yadav) ની સ્પિન સામે આફ્રિકાના બેટ્સમેનો ચક્કર ખાતા જોવા મળ્યા હતા. તેની ગુગલીએ સાઉથ આફ્રિકાના મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરને બરબાદ કરી નાખ્યો હતો અને આ ખેલાડીએ માત્ર 25 બોલમાં એવી પાયમાલી મચાવી દીધી કે આફ્રિકન ટીમ 100 રન સુધી પણ પહોંચી શકી નહીં.

કુલદીપ યાદવે એન્ડીલે ફેહલુકવાયો, માર્કો યાનસન, ફોર્ટ્યુઈન અને એનરિક નોરખિયાનો શિકાર કર્યો હતો. તેમના સિવાય વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદે પણ 2-2 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ સિરાજને પણ 2-2 વિકેટ મળી હતી. તમને જણાવી દઈએ કે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત સામેની વનડેમાં 100થી ઓછા સ્કોર પર સમેટાઈ છે. ભારત સામે વનડેમાં આ તેનો સૌથી ખરાબ રેકોર્ડ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

કુલદીપ યાદવની બોલિંગે પ્રવાસી ટીમ પર કહેર વર્તાવ્યો

કુલદીપ યાદવે તેની ગુગલીથી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. કુલદીપ યાદવે પહેલા એન્ડીલે ફેહલુકવાયોની વિકેટ લીધી હતી. તે કુલદીપ યાદવ દ્વારા ગુગલી પર બોલ્ડ થયો હતો. જે બાદ તે ફોર્ચ્યુઈનને LBW આઉટ કરવામાં સફળ રહ્યો હતો. બીજા જ બોલ પર એનરિક નોરખિયા પણ કુલદીપની ગુગલી પર બોલ્ડ થયો હતો. અંતે, કુલદીપે માર્કો યાનસનને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને સમેટી લીધી હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 27.1 ઓવરમાં જ સમેટાઈ ગઈ હતી. કુલદીપ યાદવે માત્ર 25 બોલ ફેંક્યા અને આ દરમિયાન તેણે એક ઓવર કરી. માત્ર 4.1 ઓવરમાં તે 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

કુલદીપ યાદવ પોતાના પ્રદર્શનથી ખુશ

4 વિકેટ લીધા બાદ કુલદીપ યાદવે કહ્યું કે તે IPL થી તેના પ્રદર્શનનો આનંદ માણી રહ્યો છે. કુલદીપે કહ્યું, ‘હું ચાર વિકેટ લઈને ખૂબ જ ખુશ છું. લાંબા સમય પછી ચાર વિકેટ. IPL પહેલા હું કંઈક બીજું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને હવે હું મારી બોલિંગથી ખુશ છું. હું હેટ્રિક ચૂકી ગયો, થોડી ઝડપી બોલિંગ કરી શક્યો હોત. એંગલ બદલવો જોઈતો હતો.’ કુલદીપે વધુમાં કહ્યું, ‘વિકેટમાં સ્પિનરોને મદદ મળી હતી. મેં મારી ગતિ બદલવાનો પ્રયત્ન કર્યો. હું મારી લય પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.

 

Published On - 5:46 pm, Tue, 11 October 22

Next Article