IPL 2022: વાળ કાપવાની દુકાન ચલાવે છે પિતા, પુત્ર હવે રાજસ્થાન રોયલ્સ ટીમનો લખપતિ ખેલાડી બની ગયો

|

Feb 16, 2022 | 9:30 AM

25 વર્ષીય કુલદીપ સેન (Kuldeep Sen) મધ્યમ ગતિનો બોલર છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમમાં તેને ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને નવદીપ સૈની જેવા બોલરોનો સાથ મળશે.

IPL 2022: વાળ કાપવાની દુકાન ચલાવે છે પિતા, પુત્ર હવે રાજસ્થાન રોયલ્સ ટીમનો લખપતિ ખેલાડી બની ગયો
Kuldeep Sen મધ્યપ્રદેશથી આવે છે

Follow us on

આઇપીએલ ની શરૂઆતથી જ આવી વાતો સાંભળવા મળી રહી છે જેમાં સામાન્ય પરિવારમાંથી આવતા ખેલાડીઓ પર મોટી રકમનો વરસાદ કરવામાં આવ્યો છે. આ મામલામાં આઈપીએલ 2022ની હરાજી (IPL 2022 Auction) પણ પાછળ રહી ન હતી. આવી જ એક વાર્તા મધ્યપ્રદેશના કુલદીપ સેન (Kuldeep Sen) ની છે. તેના પિતા વાળ કાપવાનું કામ કરે છે. કુલદીપ રીવા નગરનો રહેવાસી છે. તેને રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) રૂ. 20 લાખની બેઝ પ્રાઇઝમાં ખરીદી લીધો હતો. 25 વર્ષીય કુલદીપ સેન મીડિયમ પેસર છે. રોયલ્સની ટીમમાં તેને ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને નવદીપ સૈની જેવા બોલરોનો સાથ મળશે.

કુલદીપ સેને 2018-19માં મધ્યપ્રદેશ તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે નવેમ્બર 2018માં પંજાબ સામે પ્રથમ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. તેની પહેલી જ રણજી સિઝનમાં તેણે આઠ મેચમાં 25 વિકેટ લીધી હતી. IPL ટીમનો હિસ્સો બનનાર ઈશ્વર પાંડે પછી તે રીવાનો બીજો ક્રિકેટર છે. કુલદીપ સેન મૂળ રીવા જિલ્લાના હરિહરપુર ગામનો છે. તેના પિતા રામપાલ સેન રીવાના સિરમૌર ચોકમાં વાળ કાપવાની દુકાન ચલાવે છે.

બાળપણમાં પિતા દ્વારા મળતો ઠપકો

પુત્રને આઈપીએલ ટીમનું સમર્થન મળ્યા બાદ તે ભાવુક થઈ ગયા હતા. માીડિયા રિપોર્ટ મુજબ તેમણે એક વાતચિતમાં કહ્યું, આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું તેને સ્કૂલના દિવસોમાં ક્રિકેટ માટે ખૂબ ઠપકો આપતો અને મારતો. પરંતુ આ ક્રિકેટે મારા પરિવારને નામ આપ્યું છે. જ્યારે પણ હું તેને ક્રિકેટ માટે મારતો ત્યારે તે એક જ વાત કહેતો કે ક્રિકેટ તેનું જુનૂન અને સપનું છે. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ક્રિકેટ દ્વારા નાનકડાં સલૂન માલિકનો પુત્ર નામ કમાશે અને પરિવારની કિસ્મત બદલાઈ જશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એકેડમીએ ફી માફ કરી દીધી હતી

કુલદીપ સેન પાંચ ભાઈઓમાં ત્રીજા નંબરે છે. તેણે 10 વર્ષ પહેલા વિંધ્ય ક્રિકેટ એકેડમી માટે રમવાનું શરૂ કર્યું હતું. તેના કોચ એરિલ એન્થોનીએ કહ્યું, ‘કલબના બાકીના ક્રિકેટરોની જેમ કુલદીપ પણ સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. પરંતુ ક્રિકેટમાં તેને મોટું કરવાની ભૂખને કારણે અમારું ધ્યાન તેના પર ગયું. તેના સમર્પણ અને જુસ્સાને લીધે, અમે તેની એકેડેમી ફી માફ કરી દીધી અને શરૂઆતના વર્ષોમાં કીટ માટે પૈસા પણ આપ્યા હતા.

કેવો છે બોલર કુલદીપ

કુલદીપ સેન 135-140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. સાથે જ તે બોલને બંને તરફ મૂવ કરી શકે છે. તેના ઇન સ્વિંગ અને આઉટ સ્વિંગ બંનેનો કોઇ જવાબ નથી. તે ઇન કટર બોલિંગ પણ કરી શકે છે. કુલદીપ સેનને પૂર્વ ક્રિકેટર ઇશ્વર પાંડેની પણ મદદ મળી હતી. આ અંગે તેણે કહ્યું કે, ‘હું નવા જૂતા ખરીદી શકતો ન હતો, ત્યારે ઈશ્વર ભૈયાએ તેના જૂતા આપ્યા. 2015માં મારી પસંદગી મધ્યપ્રદેશની અંડર 19 ટીમમાં થઈ હતી. આ પછી એસોસિએશન તરફથી પૈસા મળવા લાગ્યા. આ વખતે સતત ત્રીજી વખત IPL ટીમો માટે ટ્રાયલ આપવામાં આવી હતી અને આ વખતે તક મળી હતી.

 

આ પણ વાંચોઃ IND vs WI 1st T20: ટીમ ઇન્ડિયાની નજર વિશ્વકપની તૈયારી પર, વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ આજે ટક્કર આપવા તૈયાર

આ પણ વાંચોઃ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

 

Published On - 9:23 am, Wed, 16 February 22

Next Article