પંડ્યા પરિવારમાં ફરી કિલકારી ગુંજી ઉઠી, Krunal Pandya બન્યો પપ્પા હાર્દિક બન્યો કાકા

|

Jul 24, 2022 | 5:05 PM

કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ પપ્પા બનવાની ખુશી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેમણે પત્ની સાથે પુત્રનો ફોટો શેયર કર્યો છે.

પંડ્યા પરિવારમાં ફરી કિલકારી ગુંજી ઉઠી, Krunal Pandya બન્યો પપ્પા હાર્દિક બન્યો કાકા
Krunal Pandya બન્યો પપ્પા હાર્દિક બન્યો કાક
Image Credit source: Instagram

Follow us on

Krunal Pandya: પંડ્યા બ્રધર્સના ઘરે ફરી કિલકારી ગુંજી ઉઠી છે. હાર્દિક પંડ્યાની જેમ કૃણાલ પણ એક પુત્રનો પિતા બન્યો છે. કૃણાલ પંડ્યા પપ્પા બન્યો છે તો હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ કાકા બની ગયો છે, કૃણાલ પંડ્યાએ પિતા બનવાની ખુશી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેમણે પત્ની અને પુત્ર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. કૃણાલ પંડ્યા (Krunal Pandya) પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયા છે, તેને ચાહકો સહિત સ્ટાર ક્રિકેટર શુભકામના પાઠવી રહ્યા છે. ઝહીર ખાનની પત્નીએ કૃણાલ પંડ્યા અને તેની પત્નીને માતા-પિતા બનવાની શુભકામના પાઠવી છે.

કૃણાલ પંડ્યા શુભકામના પાઠવનારમાં ક્રિકેટ જગતના મોહસિન ખાનથી શરુ થઈ છે. મોહસિન ખાન અને કૃણાલ પંડ્યા આઈપીએલમાં એક જ ટીમ લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ રમે છે. મોહસિન ખાને શુભકામના પાઠવી કહ્યું મુબારક ભાઈ

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

 

 

કૃણાલ પંડ્યાને શુભકામના ઝહીર ખાનની પત્ની સાગરિકા ધાટગે ખાને પોસ્ટ કરી કહ્યું મુબારક

પુત્રનું નામ કવીર ક્રુણાલ પંડ્યા

 

 

સોશિયલ મીડિયા પર પુત્ર અને પત્ની સાથે પોસ્ટ કરતા કુણાલ પંડ્યાએ ઘરે આવેલા નાના મહેમાનનું નામ પણ જણાવ્યું હતુ. તેમણે કવીર કુણાલ પંડ્યા રાખ્યું છે. જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો કૃણાલ પંડ્યા હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર છે. પરંતુ તેના પુત્રના કાકા એટલે કે હાર્દિક પંડ્યાના સ્ટાર્સ ફરી એકવાર ટોચ પર છે, જે આ સમયે ભારતીય ટીમમાં મહત્વનું સ્થાન છે. હાર્દિક પંડ્યાને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. પરંતુ તે 5 મેચની T20 સિરઝમાં વાપસી કરતો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યા અને મોડલ પંખુરી શર્માએ 27 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ પાંચ વર્ષ બાદ તેઓ માતા-પિતા બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે પંખુરીને ક્રિકેટ જોવાનું પસંદ નથી, પરંતુ તે કૃણાલ પંડ્યાની તમામ મેચો જુએ છે. કૃણાલ પંડ્યાએ 2018માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે 19 T20 અને 5 ODI મેચ રમ્યો છે.

Next Article