શુભમન ગિલ જેવુ નસીબ નથી, ગાયકવાડને શ્રીલંકા પ્રવાસથી બહાર કરતા BCCIના પૂર્વ પસંદગીકાર ભડક્યા

|

Jul 21, 2024 | 5:59 PM

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ મહિના અંતમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડનાર છે. જ્યાં બંને ટીમો વચ્ચે ટી20 અને વનડે શ્રેણી રમાનારી છે. ભારતીય ટીમની આ માટે જાહેરાત પણ BCCI દ્વારા કરવામાં આવી છે. પરંતુ જ્યારથી ટીમ જાહેર કરવામાં આવી છે, ત્યારથી સવાલો અને ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. BCCIના પૂર્વ પસંદગીકારે પણ બોર્ડ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે.

શુભમન ગિલ જેવુ નસીબ નથી, ગાયકવાડને શ્રીલંકા પ્રવાસથી બહાર કરતા BCCIના પૂર્વ પસંદગીકાર ભડક્યા
ભડક્યા દિગ્ગજ

Follow us on

ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ જુલાઈ માસના અંતમાં શરૂ થશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત BCCI એ કરી દીધી છે. જોકે, જ્યારથી BCCIએ આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે, ત્યારથી જ ચર્ચાઓ છવાઈ ગઈ છે અને સવાલો પણ થવા લાગ્યા છે. કેટલાક ખેલાડીઓને ટીમની બહાર રાખવાને કારણે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાંતોના સૂર નારાજ જોવા મળી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ BCCI ચીફ સિલેક્ટર કૃષ્ણમચારી શ્રીકાંત પણ આવા જ સૂરમાં જોવા મળી રહ્યા છે.

સતત સારો દેખાવ કરી રહેલા ઋતુરાજ ગાયકવાડને ટીમમાંથી બહાર કરી દેવાને લઈ શ્રીકાંત બોર્ડ પર ગુસ્સે જોવા મળ્યા છે. યુવા ઓપનર શુભમન ગિલની શ્રીલંકા પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી છે અને ગાયકવાડને બહાર કરી દેવામાં આવ્યો છે. પૂર્વ ક્રિકેટરે તેમની યુટ્યુબ ચેનલ દ્વારા ઈન્ડિયન ક્રિકેટ બોર્ડ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

શ્રીકાંતે BCCI પર સવાલ ઉઠાવ્યા

પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે હવે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને સવાલો કર્યા છે. BCCIના પૂર્વ પસંદગીકાર શ્રીકાંતે ભારતીય ક્રિકેટ બોર્ડ પર ખેલાડીઓ પ્રત્યે પક્ષપાત કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, શુભમન ગિલ ફોર્મમાં નથી, તેને સમજાતું નથી કે તેને દરેક વખતે ટીમમાં કેમ પસંદ કરવામાં આવે છે. શ્રીકાંતના મતે, ઋતુરાજ ગાયકવાડે ગિલ કરતા વધુ રન બનાવ્યા છે અને તે આપમેળે ટીમમાં પસંદ થઈ જવો જોઈએ. પરંતુ વધુ પડતા પક્ષપાતને કારણે તેણે બહાર રહેવું પડ્યું છે. જ્યારે ગિલ વારંવાર નિષ્ફળ જતો રહે છે, તેમ છતાં તેને તકો મળતી રહે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

શ્રીકાંતે અંતમાં એ પણ કહ્યું કે, પસંદગીકારોએ ગાયકવાડના રન પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે તેનું નસીબ ગિલ જેટલું સારું નથી. અહીં એ પણ જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડને ટી20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રાખવા માટે શ્રીકાંતે પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. આટલુ જ નહીં પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂકેલા એસ બદ્રિનાથે પણ ગાયકવાડને ટી20 અને વનડે શ્રેણીમાંથી બહાર રાખવા પર સવાલો ઉઠાવ્યા છે.

શુભમન ગિલ vs ઋતુરાજ ગાયકવાડ

T20 ફોર્મેટમાં આંકડાકીય રીતે બંને ભારતીય યુવા બેટરની સરખામણી કરીએ તો શુભમન ગીલ કરતા ઘણો આગળ ઋતુરાજ ગાયકવાડ છે. ગાયકવાડે 17 ઇનિંગ્સમાં 35.71ની એવરેજ અને 140ની સ્ટ્રાઇક રેટથી 500 રન નોંધાવ્યા છે. તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. તેણે તે શ્રેણીમાં સદી પણ ફટકારી હતી.

જ્યારે શુભમન ગિલે 14 ઇનિંગ્સમાં 25ની એવરેજ અને 147ની સ્ટ્રાઇક રેટથી 335 રન બનાવ્યા છે. છેલ્લી સાત ઇનિંગ્સમાં તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. ઝિમ્બાબ્વે સિરીઝમાં પણ ગાયકવાડ ટીમનું સુકાન સંભાળનારા ગિલ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

Next Article