KKR vs RR IPL Match Result: કોલકાતા એ રાજસ્થાન સામે 7 વિકેટ મેળવી જીત, સેમસનની અડધી સદી એળે ગઈ

|

May 02, 2022 | 11:35 PM

Kolkata Knight Riders vs Rajasthan Royals IPL Match Result: અંતમાં રિંકુ સિંહે વિજયી છગ્ગો ફટકારીને કોલકાતાને શાનદાર રીતે જીતને મહોર મારી હતી. અંતિમ ઓવરમાં માત્ર 1 રનની જીત માટે જરુર હતો

KKR vs RR IPL Match Result: કોલકાતા એ રાજસ્થાન સામે 7 વિકેટ મેળવી જીત, સેમસનની અડધી સદી એળે ગઈ
KKR vs RR વચ્ચે વાનખેડેમાં રમાઈ હતી મેચ

Follow us on

IPL 2022 ની 47મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ (Kolkata Knight Riders vs Rajasthan Royals) વચ્ચે રમાઈ હતી. રાજસ્થાનનો 7 વિકેટે આ મેચમાં પરાજય થયો હતો. અંતમાં 5 બોલ પાકી રહેતા કોલકાતાએ વિજય મેળવ્યો હતો. જીત માટે જરુરી એક રન સામે રિન્કુ સિંહે છગ્ગો ફટકારીને શાનદાર રીતે જીતની મહોર મારી હતી. ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સે રન ચેઝ કરવાની યોજના રાખી હતી. આમ રાજસ્થાને કોલકાતાને 153 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જવાબમાં રન ચેઝ કરવા માટે કોલકાતાએ પ્રયાસ મક્કમતા પૂર્વક ધીમી રમત સાથે આગળ વધવાની યોજના પર કામ કર્યુ હતુ. જોકે ઓપનીંગ જોડીએ કોલકાતાને નિરાશ કર્યા હતા. બંને ઓપનરો એરોન ફિંચ અને બાબા ઈન્દ્રજીત સસ્તામાં જ પેવેલિયન પરત ફર્યા હતા. કોલકાતાએ 19.1 ઓવરમાં જ લક્ષ્યને 3 વિકેટ ગુમાવીને પાર કરી લીધુ હતુ.

કોલકાતાની ઓપનીંગ જોડી એરોન ફીંચ અને બાબા ઈન્દ્રજીત બંને ટીમને સારી શરુઆત અપાવવમાં નિષ્ફળ રહ્યા હતા. બાબાએ 16 બોલમાં 15 રન કર્યા હતા, જ્યારે એરોન ફિંચે 4 જ રન નોંધાવ્યા હતા. જોકે બાદમં કેપ્ટન શ્રેયસ અય્યર અને નિતીશ રાણાએ મળીને ટીમની સ્થિતીને સંભાળીને સ્કોર બોર્ડને મક્કમતા પૂર્વક આગળ વધાર્યુ હતુ. પરંતુ કેપ્ટન શ્રેયસ ટ્રેન્ટ બોલ્ટનો શિકાર ટીમના 92 રનના સ્કોર પર થયો હતો. તેણે 32 બોલમાં 34 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

નિતીશ-રિંકૂએ કોલકાતાને લક્ષ્ય પાર કરાવ્યુ

નિતીશ રાણા અને રિંકૂ સિંહે શાનદાર રમત રમી હતી. બંને એ ટીમની જીતની જવાબદારી પોતાના જ ખભે સ્વિકારી લીધી હતી. બંનેએ મક્કમતાપૂર્વક લડત આપીને ટીમના સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. બંને એ અંત સુધી અણનમ રહીને જીત અપાવી હતી. અંતિમ 20મી ઓવરમાં માત્ર 1 જ રન જીત માટે જરુર હતી. ત્યારે રિંકુ સિંહે વિજયી છગ્ગો લગાવીને જીત અપાવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાણાએ 37 બોલમાં અણનમ 48 રન નોંધાવ્યા હતા, આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રિંકુ સિંહે 23 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. બંનેની અંતમાં જરુરી રન રેટને જાળવાની રમત દર્શાવવાને લઈને ટીમની જીત આસાન બની શકી હતી. આમ 5 બોલ પહેલા જ ટીમે લક્ષ્યને પાર કરી લીધુ હતુ.

કોલકાતાના કોઈ બોલરો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. ટ્રેન્ટ બોલ્ટે રનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ સેને એક એક વિકેટ મેળવી હતી. જોકે કૃષ્ણાએ સૌથી વધુ 37 રન 4 ઓવરમાં ગુમાવ્યા હતા.

આ પણ વાંચો : Ashwin Kotwal: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના અંતિમ આદિવાસી નેતાએ પણ છોડ્યો સાથ! કોણ છે MLA અશ્વિન કોટવાલ જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની ભૂલનો કોલકાતાએ ઉઠાવ્યો ફાયદો! 9 મેચમાં 30 વિકેટ લેનારા સમસ્તીપુરના ‘રવિન્દ્ર જાડેજા’ નુ ડેબ્યૂ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:21 pm, Mon, 2 May 22

Next Article