રોહિતની ટીમ ધોનીની ચેમ્પિયન ટીમ કરતા વધુ ઉંમર લાયક છે, કેવી રીતે જીતશે T20 વર્લ્ડ કપ ?

|

Oct 19, 2022 | 4:51 PM

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2022માં 2007ની સિદ્ધિનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમની પાસે 2007ની ચેમ્પિયન ટીમ કરતાં ઘણી મોટી ઉંમરના ખેલાડીઓ છે.

રોહિતની ટીમ ધોનીની ચેમ્પિયન ટીમ કરતા વધુ ઉંમર લાયક છે, કેવી રીતે જીતશે T20 વર્લ્ડ કપ ?
રોહિતની ટીમ ધોનીની ચેમ્પિયન ટીમ કરતા ઉંમર લાયક છે
Image Credit source: AFP Photo

Follow us on

T20 World Cup 2022 : રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India)બીજી વખત ટી 20 વર્લ્ડકપ ખિતાબ જીતવા માટે ઓસ્ટ્રેલિયામાં પરસેવો પાડી રહી છે. ભારતીય ટીમે 2007માં એમએસ ધોનીની આગેવાનીમાં ટી20 ક્રિકેટ પ્રથમ વર્લ્ડકપ (T20 World Cup 2022)જીત્યો હતો. ધોનીના યુવા ધુંરધરોનું નામ ઈતિહાસના પાનાઓમાં હંમેશા માટે નોંધાયું છે, ભારતીય ટીમ ટી20 ક્રિકેટની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમ 2014માં માત્ર એક વખત જ ફાઈનલમાં પહોચી શકી હતી.

હવે ફરી એકવાર ટીમ 2007ની સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે, આ વખતે રોહિતની ટીમમાં 2007માં ધોનીની ચેમ્પિયન ટીમના મુકાબલે વધુ ઉંમરના ખેલાડી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

ધોનીની ચેમ્પિયન ટીમની સરેરાશ ઉંમર 24 વર્ષ

2007માં ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ ઈન્ડિયા અને 2022 ટી 20 વર્લ્ડકપમાં પોતાનો પડકાર રજુ કરનારી ટીમની ઉંમરની તુલનામાં ધોનીની ટીમ ખુબ યુવાન છે. 2007ની ટીમની સરેરાશ ઉંમર 24 હતી જ્યારે આ વખતે ટીમની સરેરાશ ઉંમર 30.8 છે.

 

2007માં 26 વર્ષનો કેપ્ટન

2007 અને 2007 બંન્ને ટીમો વચ્ચેની ખેલાડીઓની ઉંમરની તુલના કરવામાં આવે તો 2007માં ભારતીય ટીમના કેપ્ટન એટલે કે, ધોનીની ઉંમર 26 વર્ષની હતા પરંતુ આ વખતે 35 વર્ષના કેપ્ટનના હાથમાં ટીમની કમાન છે. તે સમયે 25 વર્ષનો ઉપકેપ્ટન યુવરાજ સિંહ હતો. આ વખતે ભારતીય ટીમનો ઉપકેપ્ટન કે.એલ રાહુલ છે અને તેની ઉંમર 30 વર્ષની છે. ચેમ્પિયન ટીમના વિસ્ફોટક બેટ્સેમન વિરેન્દ્ર સહેવાગની ઉંમર 28 વર્ષની હતી જ્યારે વિરાટ કોહલી 33 વર્ષના છે.

દિનેશ કાર્તિક સૌથી અનુભવી ખેલાડી

આ વર્લ્ડકપની ટીમ કેટલી ઉંમર લાયક છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, 2007ની વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં સૌથી ઉંમર લાયક ખેલાડી અજીત અગરકર હતો તેની ઉંમર 29 વર્ષની હતી. જ્યારે સૌથી યુવા ખેલાડી રોહિત શર્મા હતો તે અંદાજે 20 વર્ષનો હતો પરંતુ આ વખતે વર્લ્ડ કપની ટીમમાં સૌથી ઉંમર લાયક ખેલાડીની ઉંમર 37 વર્ષની છે. દિનેશ કાર્તિક ટીમના સૌથી અનુભવી ખેલાડી છે. જે સૌથી યુવા ખેલાડી ઋષભ પંત છે જે 25 વર્ષનો છે. રોહિત શર્માની સાથે -સાથે દિનેશ કાર્તિક પણ 2007ની ચેમ્પિયન ટીમનો ભાગ હતો.

Published On - 2:52 pm, Wed, 19 October 22

Next Article