India vs Australia : ટેસ્ટ સિરીઝ પહેલા KL રાહુલે આપ્યા 5 મોટા નિવેદન, ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં!

|

Feb 07, 2023 | 4:53 PM

India vs Australia : KL રાહુલે નાગપુર ટેસ્ટ પહેલા મોટી વાત કહી છે, ઓપનિંગથી લઈ રમવાની પેટર્ન પર સંકેત આપ્યો.

India vs Australia : ટેસ્ટ સિરીઝ પહેલા KL રાહુલે આપ્યા 5 મોટા નિવેદન, ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં!
કે.એલ રાહુલ આપ્યા સંકેત
Image Credit source: Twitter

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી નાગપુરમાં પ્રથમ ટેસ્ટ શરૂ થવાની છે અને તે પહેલા જ બંને ટીમો તરફથી બોલાચાલી શરૂ થઈ ગઈ છે. મંગળવારે, ભારતના ટેસ્ટ વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ મીડિયાની સામે આવ્યા હતા. જ્યાં તેણે કેટલીક એવી વાતો કહી જે ઓસ્ટ્રેલિયા માટે બિલકુલ સારા સમાચાર નથી. કેએલ રાહુલે પ્લાનિંગથી લઈને ટીમ વિશે વાત કરી. તેણે પ્લેઈંગ ઈલેવન, બેટિંગ ઓર્ડર, સ્પિનર્સ પર મોટી વાત કરી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે, આ પહેલા કેએલ રાહુલે જણાવ્યું કે ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ કેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે રાહુલે ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેનો પર પણ મોટી ટિપ્પણી કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા આ ટેસ્ટ સિરીઝ ભારત માટે ઘણી મહત્વની બની રહી છે.આવો અમે તમને કેએલ રાહુલની પ્રેસ કોન્ફરન્સ વિશેની પાંચ મોટી વાતો જણાવીએ.

ભારત v/s ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ

  • 9-13 ફેબ્રુઆરી : પ્રથમ ટેસ્ટ, નાગપુર
  • 17-21 ફેબ્રુઆરી : બીજી ટેસ્ટ, દિલ્હી
  • 1-5 માર્ચ: ત્રીજી ટેસ્ટ, ધર્મશાલા
  • 9-13 માર્ચ: ચોથી ટેસ્ટ, અમદાવાદ

કેએલ રાહુલની પહેલી મોટી વાત – હું મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે તૈયાર છું. જો ટીમ ઈચ્છશે તો હું કરીશ. હું ટેસ્ટ સિરીઝમાં આ કરવા માટે તૈયાર છું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેએલ રાહુલની બીજી મોટી વાત – ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ જીતવી છે. અમારે ઓસ્ટ્રેલિયા સામે જીતવું પડશે. અમારી નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર છે.

કેએલ રાહુલની ત્રીજી મોટી વાત – અમે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ સ્પિનરો રમાડી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયા પાસે ઘણા લેફ્ટ હેન્ડર્સ છે, તે અમારા બોલરો માટે મુશ્કેલ હશે. પરંતુ અશ્વિન, સિરાજ સારા પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત છે.

કેએલ રાહુલની ચોથી મોટી વાત – અમે સ્પિનર સામે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. બેટિંગ ગ્રૂપ તરીકે અમે સ્પિન ફ્રેન્ડલી પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવા માંગીએ છીએ. આ સિવાય અમે રિવર્સ સ્વિંગ સામે પણ પ્રેક્ટિસ કરી છે.

કેએલ રાહુલની પાંચમી મોટી વાત – જો પરિસ્થિતિની જરૂર પડશે તો અમે ખુલીને શોટ રમીશું. નહિંતર, અમે નિયમિત ટેસ્ટ ક્રિકેટ પર જ ધ્યાન આપીશું. બેટ્સમેન એક પ્લાન હેઠળ જ બેટિંગ કરશે.

 

Published On - 4:50 pm, Tue, 7 February 23

Next Article