KL Rahul-Athiya Shetty Wedding: વિરાટ કોહલીએ રાહુલને લગ્ન પ્રસંગે મોંધીદાટ કાર ગીફ્ટ કરી, તો ધોનીએ સ્પોર્ટ્સ બાઈક આપી

|

Jan 25, 2023 | 11:01 PM

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને બોલિવુડના એક્શન હિરો સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાના લગ્ન ધામધૂમથી થયા હતા. નવદંપતિને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ શાનદાર ગીફ્ટ આપી હતી.

KL Rahul-Athiya Shetty Wedding: વિરાટ કોહલીએ રાહુલને લગ્ન પ્રસંગે મોંધીદાટ કાર ગીફ્ટ કરી, તો ધોનીએ સ્પોર્ટ્સ બાઈક આપી
KL Rahul-Athiya Shetty Wedding

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ ના ઓપનર કેએલ રાહુલ હવે લગ્નના બંધને બંધાઈ ચુક્યો છે. રાહુલે બોલિવુડના એક્શન હિરો સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખંડાલામાં આયોજીત કર્યા હતા અને ખૂબ ધામધૂમથી લગ્ન પ્રસંગ યોજાયો હતો. કેએલ રાહુલને લગ્ન પ્રસંગને લઈ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ મોંઘીદાટ ગીફ્ટ આપી છે. મહેન્દ્રસિંહ ઘોનીએ પણ રાહુલને આવી જ મોંઘી ગીફ્ટ આપી છે. કોહલીએ કાર અને ધોનીએ બાઈક આપીને રાહુલની ખુશીઓને વધારી દીધી હતી.

લગ્નને લઈ ન્યુઝીલેન્ડ સામેની વ્હાઈટ બોલ સિરીઝથી રાહુલે રજાઓ લીધી હતી. હવે આગામી મહિને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવનાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. ત્યારે તે ટીમ ઈન્ડિયા સાથે ફરીથી જોડાઈ જશે. આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ ભારતે 3-0 થી જીતી લીધી હતી.

કોહલીએ કાર અને ધોનીએ બાઈક ગીફ્ટ કરી

કેએલ રાહુલને અઢળક ભેટ લગ્નને લઈ મળી છે. તો શુભેચ્છાઓનો ધોધ સોશિયલ મીડિયામાં વહ્યો હતો. રાહુલને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ ગીફ્ટ આપી છે. વિરાટ અને ધોનીએ રાહુલને માટે ખાસ ગીફ્ટ આપી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વિરાટ કોહલીએ ચમચમાતી બીએમડબલ્યુ કાર ગીફ્ટ કરી છે. જેની કિંમત 2.17 કરોડ રુપિયાની આસપાસની હોવાનુ મનાય છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક બાઈક ગીફ્ટ કર્યુ છે. આ બાઈક કાવાસાકી નિન્જા આપી છે. જેની કિમત 80 લાખ રુપિયાની અંદાજવામાં આવી રહી છે. ધોની બાઈક ચલાવવાનો ખૂબ શોધ ધરાવે છે. ધોની રાહુલના લગ્નમાં ઉપસ્થિત રહ્યો હતો અને તેણે આ ગીફ્ટ લગ્ન પ્રસંગે આપી હતી.

અનેક ખેલાડીઓ લગ્ન સમારોહમાં સામેલ થયા

આથિયા અને કેએલ રાહુલના લગ્ન પ્રસંગમાં મર્યાદીત લોકોને જ નિંમંત્રણ આપવામાં આવ્યુ હતુ. પ્રસંગમાં માત્ર 100 લોકોને જ હાજર રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને ક્રિકેટરો અને બોલિવુડના કેટલાક કલાકારો અને પરિવારના નજીરના સગા સંબંધીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

મહેન્દ્રસિંહ ધોની, વરુણ આરોન, ઈશાંત શર્મા, સહિતના ભારતીય ક્રિકેટના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાહુલના લગ્નના સમયગાળા દરમિયાન ભારતીય ટીમ વનડે સિરીઝમાં વ્યસ્ત હતી. જોકે આઈપીએલ બાદ રાહુલ દ્વારા મોટા પાયે રિસેપ્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટાભાગના ક્રિકેટર્સને સામેલ કરવામાં આવી શકે છે.

 

 

 

Next Article