IND vs WI: વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, અઢી વર્ષ બાદ આ દિગ્ગજની વાપસી

|

Jan 27, 2022 | 11:16 AM

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમ ફેબ્રુઆરી મહિનામાં ભારત (India) ના પ્રવાસે આવવાની છે. આ પ્રવાસમાં તેને ત્રણ વનડે અને ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે.

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, અઢી વર્ષ બાદ આ દિગ્ગજની વાપસી
IND vs WI: વેસ્ટ ઇન્ડિઝની 1 ફેબ્રુઆરી એ અમદાવાદ આવી પહોંચશે

Follow us on

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ની ટીમે ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી દીધી છે. લગભગ અઢી વર્ષ બાદ કેમાર રોચ (Kemar Roch) ની ODI ટીમમાં વાપસી થઈ છે. વેસ્ટ ઈન્ડિઝને આયર્લેન્ડ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ રોસ્ટન ચેઝ (Roston Chase) અને જસ્ટિન ગ્રીવ્સને ભારતના પ્રવાસ માટે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે 6 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ સાથે જ તેણે ત્રણ T20 મેચોની શ્રેણી પણ રમવાની છે.

રોચે તેની છેલ્લી વનડે વર્ષ 2019માં ભારત સામે રમી હતી. ત્યારથી, તે ન તો સફેદ બોલની ક્રિકેટ રમ્યો છે કે ન તો લિસ્ટ A અને T20 મેચો. ટીમની પસંદગી કરનાર મુખ્ય પસંદગીકાર રેસમંડ હેન્સનું કહેવું છે કે રોચને ટીમમાં તક આપવામાં આવી છે કારણ કે તે અનુભવી છે. તેમજ તે પ્રારંભિક વિકેટ લેવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ટીમની બેટિંગને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે

ફેબિયન એલન કોવિડ 19માંથી સ્વસ્થ થઈ ગયો છે અને તેને ગુડકેશ મોટીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એનક્રુમા બોનર, ડેરેન બ્રાવો અને બેન્ડઝેનના આગમનથી ટીમની બેટિંગ વધુ મજબૂત થશે, જ્યારે હેડન વોલ્શને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હાલમાં જ ટીમને આયરલેન્ડ સામે અપસેટનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ ટીમના કેપ્ટન કિયરોન પોલાર્ડે ટીમની બેટિંગને નબળી ગણાવી હતી. આ કારણથી ભારત પ્રવાસ માટે ટીમની બેટિંગને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

ડેસમન્ડે પ્રથમ વખત ટીમની પસંદગી કરી

ભારતના પ્રવાસ માટે ODI ટીમની પસંદગી નવા સિલેક્ટર ડેસમંડ હેન્સ દ્વારા કરવામાં આવી છે. હેન્સે તાજેતરમાં રોજર હાર્પરનું સ્થાન લીધું છે. આયર્લેન્ડ સામેની શરમજનક હાર બાદ ટીમમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હેન્સનું માનવું છે કે તેણે આ ટીમને વિશ્વની તૈયારી માટે પસંદ કરી છે અને આ શ્રેણી પર ઘણું નિર્ભર રહેશે.

ડેસમન્ડે ટીમ સિલેક્શન વિશે કહ્યું, ‘અમે દરેક જગ્યાએ સ્પર્ધા ઈચ્છીએ છીએ. અમે એવા સ્થાને પહોંચવા માંગીએ છીએ જ્યાં ઘણા ખેલાડીઓ એક સ્થાન માટે સ્પર્ધા કરતા હોય. અમારે ખેલાડીઓનો મોટો પૂલ બનાવવાનો છે જેમાંથી અમે ખેલાડીઓની પસંદગી કરી શકીએ. અમે જે ટીમ પસંદ કરી છે તે શાનદાર છે અને અમે આ પ્રવાસને વર્લ્ડ કપની તૈયારીના સંદર્ભમાં જોઈ રહ્યા છીએ.

વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, નકરુમાહ બોનર, ડેરેન બ્રાવો, શમરાહ બ્રુક્સ, જેસન હોલ્ડર, શે હોપ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, બ્રેંન્ડન કિંગ, નિકોલસ પૂરન, કેમાર રોચ, રોમારિયા શેફર્ડ, ઓડિયન સ્મિથ, હેલ વોલ્શ જુનિયર

 

આ પણ વાંચોઃ રવિ શાસ્ત્રીએ MS Dhoni નુ ખોલ્યું રહસ્ય, કહ્યું- મારી પાસે તેનો નંબર નથી, તે પાસે ફોન નથી રાખતો

 

આ પણ વાંચોઃ IND VS WI: ટીમ ઇન્ડિયામાં આ 5 ખેલાડીઓને લાગી જબરદસ્ત ‘લોટરી’, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે અપાવી તક

 

Published On - 11:14 am, Thu, 27 January 22

Next Article