IND vs SA: 55 રન ફટકાર્યા બાદ દિનેશ કાર્તિકને લાગ્યો ડર, જુઓ વીડિયોમાં કોનાથી બચવાનો કરી રહ્યો છે પ્રયત્ન

|

Jun 18, 2022 | 7:40 PM

દિનેશ કાર્તિકે (Dinesh Karthik) સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં 27 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ તે મિડ ઇનિંગમાં ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો. ત્યારબાદ થોડી વાર માટે અટકી ગયો અને કાર્તિક આકાશ તરફ જોવા લાગ્યો.

IND vs SA: 55 રન ફટકાર્યા બાદ દિનેશ કાર્તિકને લાગ્યો ડર, જુઓ વીડિયોમાં કોનાથી બચવાનો કરી રહ્યો છે પ્રયત્ન
dinesh-karthik

Follow us on

દક્ષિણ આફ્રિકા સામેની (IND vs SA) ચોથી T20 મેચમાં દિનેશ કાર્તિકે (Dinesh Karthik) 27 બોલમાં 55 રન ફટકારીને ભારતની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. અર્ધશતક ફટકાર્યા બાદ કાર્તિકનો મિડ ઈનિંગ ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરવ્યુ દરમિયાન કાર્તિક અચાનક થોડી વાર માટે અટકી ગયો અને આકાશ તરફ જોવા લાગ્યો. થોડો સમય રોકાયા પછી તે જલ્દીથી નોર્મલ થઈ ગયો અને પોતાની વાત પૂરી કરી. કાર્તિકે કહ્યું કે તેને લાગ્યું કે કોઈ બોલ તેની તરફ આવી રહ્યો છે. ભારતીય બેટ્સમેને કહ્યું કે સોરી, મને લાગ્યું કે કોઈ બોલ મારી તરફ આવી રહ્યો છે.

પંડ્યા સાથે મળીને શાનદાર પાર્ટનરશીપ કરી હતી

કાર્તિકે ઈન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યા સાથે બેટિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે સારું લાગ્યું. આ સેટમાં હું ખૂબ જ સુરક્ષિત અનુભવું છું. છેલ્લી મેચમાં વસ્તુઓ યોજના મુજબ ચાલી ન હતી, પરંતુ હું મારી જાતને વ્યક્ત કરવા માંગતો હતો. તેણે કહ્યું કે જ્યારે હું ક્રિઝ પર આવ્યો ત્યારે પંડ્યાએ કહ્યું કે તમારો સમય લો. કાર્તિકે ચોથી મેચમાં પંડ્યા સાથે જોરદારથી બેટિંગ કરી હતી. બંને વચ્ચે 62 રનની પાર્ટનરશીપ થઈ હતી. પંડ્યાએ 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. કાર્તિકે તેની T20 કરિયરની પહેલી અડધી સદી પણ ફટકારી હતી. બંનેની શાનદાર બેટિંગના આધારે ભારતે પહેલા બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં વાપસી

ત્યારબાદ ભારતીય બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું અને 170 રનના ટાર્ગેટના જવાબમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને 16.5 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ કરી. ભારતે આ મેચ 82 રનના માર્જીનથી જીતીને 5 મેચની સિરીઝ 2-2થી બરાબર કરી લીધી છે. અવેશ ખાને 18 રનમાં 4 વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિકે IPL 2022માં શાનદાર પ્રદર્શન કરીને લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. દિનેશ કાર્તિકે મેચ બાદ હાર્દિક પંડ્યા સાથે વાત કરતા પોતાની વાપસીની કહાની કહી. કાર્તિકે કહ્યું કે તેણે નક્કી કર્યું છે કે T20 વર્લ્ડ કપ રમવાનું છે અને તેના માટે તે ઘણા સમયથી કામ કરી રહ્યો હતો. તેણે ભારતીય ટીમમાં મજબૂત વાપસીનો શ્રેય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ આપ્યો. તેણે કહ્યું કે આરસીબીએ તેને એક રોલ અને પ્લેટફોર્મ આપ્યું છે. જેથી તે પોતાના પ્લાન પર કામ કરી શકે.

Next Article