વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે ઉમરાન મલિક વિશે કહી આ વાત, જાણો શું કહ્યું

|

Jun 11, 2022 | 7:50 PM

સનરાઇઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) ફાસ્ટ બોલર ઉમરાન મલિકની (Umran Malik) દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટે ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે ઉમરાન મલિક વિશે કહી આ વાત, જાણો શું કહ્યું
Umran Malik

Follow us on

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સિરીઝ માટે ફાસ્ટ બોલર ઉમરાન મલિકને (Umran Malik) ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. ત્યારથી એવી ચર્ચા થઈ રહી છે કે શું ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પોતાની જગ્યા મેળવી શકશે કે પછી તેને આખી સિરીઝમાં બેંચ પર જ બેસી રહેવું પડશે. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઉમરાન મલિક IPL 2022 દરમિયાન તેની બોલિંગ ઝડપને કારણે ચર્ચામાં આવ્યો હતો. ઉમરાન મલિકે આ સિઝનમાં 157.0ની સ્પીડની ઝડપથી બોલિંગ કરી હતી. તેણે પોતાની ઝડપથી ઘણા અનુભવીઓને હેરાન કરી દીધા હતા. પરંતુ ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવને (Kapil Dev) નથી લાગતું કે આ ખેલાડી હાલમાં પ્લેઈંગ ઈલેવનમાં સિલેક્ટ થવા માટે યોગ્ય છે.

ઉમરાનને પ્લેઈંગ ઈલેવનમાં પહોંચવામાં સમય લાગશે

કપિલ દેવ પોતે એક ફાસ્ટ બોલર હોવાને કારણે તેઓ જાણે છે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે શું જરૂરી છે. તેણે ભારતના યુવા બોલરને પ્લેઈંગ ઈલેવનમાં પહોંચવાનો રસ્તો બતાવ્યો. કપિલ દેવે કહ્યું, ઘણા એવા ખેલાડીઓ છે જેઓ શરૂઆતમાં સારું પ્રદર્શન કરે છે પરંતુ બાદમાં તેઓ ક્યાંક ગાયબ થઈ જાય છે. ઉમરાનમાં પ્રતિભાની કોઈ કમી નથી. હું ઈચ્છું છું કે ઉમરાન પોતાને સારા વાતાવરણમાં રાખે અને સખત મહેનત કરતો રહે. તેની પ્રતિભા જોઈને મને લાગે છે કે તેની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. તેણે આગળ વધવા માટે માત્ર સારા બોલરો સાથે વાતચીત કરવી પડશે અને તેમની બોલિંગના વીડિયો ફૂટેજ જોવું પડશે.

કપિલે ઉમરાન મલિકને આપી સલાહ

ઉમરાનના સિલેક્શનથી કપિલ દેવ ઘણો ખુશ છે. પરંતુ તેને લાગે છે કે ઉમરાન વિશે યોગ્ય મૂલ્યાંકન કરવામાં સમય લાગશે. તેમને લાગે છે કે ઉમરાન મલિકે ઓછામાં ઓછો બે-ત્રણ વર્ષનો સમય આપવો પડશે. પછી તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે. ઉમરાનને સલાહ આપતાં કહ્યું, ઉમરાને તેની ઇકોનોમી સારી કરવાની જરૂર છે. જો તે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, તો તેણે તેની એવરેજ ઈકોનોમીને 6 અથવા 7ની આસપાસ લાવવાની જરૂર છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તેણે વધુમાં કહ્યું, આ માટે તેણે વધુ યોર્કરનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય બેટ્સમેનના મનને પણ વાંચતા શીખવું પડશે. આ બધી બાબતોમાં સમય લાગશે. ઉમરાનની બોલિંગમાં ચોક્કસપણે સુધારો થશે કારણ કે તે સારા બેટ્સમેનો સામે બોલિંગ કરી રહ્યો છે. ઉમરાનનો ઈકોનોમી રેટ પણ સુધરશે તેવી અપેક્ષા રાખું છું.

Next Article