Kapil Dev એ દિનેશ કાર્તિકના કર્યા વખાણ, કહ્યું: ટીમમાં વાપસી માટે હકદાર છે

|

Jun 15, 2022 | 5:43 PM

IND vs SA: દિનેશ કાર્તિક (Dinesh Kartik) ટીમ ઇન્ડિયા (Team India) માટે T20 ફોર્મેટમાં ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. કાર્તિક આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.

Kapil Dev એ દિનેશ કાર્તિકના કર્યા વખાણ, કહ્યું: ટીમમાં વાપસી માટે હકદાર છે
Dinesh Kartik (PC: BCCI)

Follow us on

વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Kartik) દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં રહ્યો છે. દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે (Kapil Dev) ભારતીય ટીમમાં શાનદાર વાપસી કરવા બદલ વિકેટકીપર દિનેશ કાર્તિકની પ્રશંસા કરી છે. એમ પણ કહ્યું કે આ ધમાકેદાર બેટ્સમેન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) અને દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં તેના પ્રદર્શન માટે પ્રશંસાને પાત્ર છે.

દિનેશ કાર્તિક ફેબ્રુઆરી 2019 થી ટી-20 માં ટીમ ઈન્ડિયા (Team India) નો ભાગ ન હતો. પરંતુ તેણે IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે શાનદાર ફિનિશર તરીકે ઉત્તમ કામ કર્યું. તેણે 183.33 ના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા હતા. જેના કારણે તે ત્રણ વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં પરત ફર્યો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

દિનેશ કાર્તિકે IPL માં શાનદાર પ્રદર્શન કર્યું છેઃ કપિલ દેવ

દિનેશ કાર્તિકે દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 21 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કપિલ દેવે કહ્યું, “તેણે આ આઈપીએલમાં એટલું સારું પ્રદર્શન કર્યું છે કે, તેણે પસંદગીકારોને એવું વિચારવા મજબૂર કરી દીધું છે કે તેઓ તેને અવગણી શકે નહીં. રિષભ પંત યુવા ખેલાડી છે. તેની પાસે ઘણું ક્રિકેટ બાકી છે. દિનેશ કાર્તિક પાસે અનુભવ અને પ્રદર્શન છે. જેના કારણે તેના વખાણ જેટલા કરાવામાં આવે એટલા ઓછા છે.

 

દિનેશ કાર્તિક ફિનિશરની ભુમિકામાં જોવા મળશે

મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) એ પણ સંકેત આપ્યો છે કે દિનેશ કાર્તિક (Dinesh Kartik) આરસીબીની જેમ ભારતીય ટીમમાં નિષ્ણાત ફિનિશરની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે. કપિલ દેવ (Kapil Dev) એ કહ્યું કે, કોઈ પણ ખેલાડી માટે આટલા વર્ષો સુધી સમાન જુસ્સા સાથે રમતનું ચાલુ રાખવું સરળ નથી. કારણ કે તેણે ઉમેર્યું હતું કે 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા એમએસ ધોની પહેલા જ દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિક પણ પોતાના શાનદાર પ્રદર્શન માટે આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પોતાનો દાવો રજૂ કરી રહ્યો છે. જો દિનેશ કાર્તિક પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખશે તો તેની પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

Next Article