IND vs NZ: કિનારે આવેલી મેચ હાથ ના લાગી, ભારત vs ન્યુઝીલેન્ડ કાનપુર ટેસ્ટ ડ્રો, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી

|

Nov 29, 2021 | 5:35 PM

ભારતીય ટીમે (Team India) T20 સિરીઝ બાદ જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે, કાનપુર ટેસ્ટ (Kanpur Test) મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી છે.

IND vs NZ: કિનારે આવેલી મેચ હાથ ના લાગી, ભારત vs ન્યુઝીલેન્ડ કાનપુર ટેસ્ટ ડ્રો, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી
India vs New Zealand

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ઘર આંગણાની બે મેચ ની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ કાનપુર (kanpur Test) માં રમાઇ છે. અંતિમ વિકેટ માટે ભારતીય ટીમે તમામ પ્રયાસો સાથે બળ લગાવી દીધુ હતુ. પરંતુ રચિન અને એજાઝની વિકેટ જોડીને તોડી શકાઇ નહોતી આમ અંતિમ વિકેટ હાથ નહી લાગતા ભારતે એક વિકેટ મેચની જીત દૂર રહી ગઇ હતી. આમ મેચ ડ્રો રહી હતી.

 

ભારતીય બોલરોએ બપોર બાદ મેચને ભારત તરફી પલટતુ આક્રમણ કર્યુ હતુ. મેચમાં ન્યુઝીલેન્ડના બીજા દાવમાં જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસની રમત દરમ્યાન એક સમયે મેચમાં જીત ભારતના માટે હાથવેંત બની ગઇ હતી. પરંતુ અંતિમ વિકેટ હાથ લાગી શકી નહોતી, જ્યારે ખરાબ પ્રકાશ પણ અડચણ ઉભી કરી રહી હતી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ભારતીય ટીમ વતી શ્રેયસ અય્યરે બંને દાવમાં શાનદાર રમત રમી હતી. અય્યરે પ્રથમ દાવમાં શતક નોંધાવ્યુ હતુ અને બીજા દાવમાં શાનદાર અર્ધશતક નોંધાવ્યુ હતુ. સાથે જ રિદ્ધિમાન સાહાએ પણ બીજા દાવમાં અર્ધશતક નોંધાવ્યુ હતુ. તેમજ અશ્વિને પણ મહત્વપૂર્ણ રમત રમી હતી. જેને લઇ ભારતીય ટીમે 7 વિકેટે 234 રનનો સ્કોર કરી દાવ ડીક્લેર કર્યો હતો. 49 રનની સરસાઇ સાથે ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો હતો.

 

ન્યુઝીલેન્ડના લાથમનુ અર્ધશતક

કિવી ટીમ લક્ષ્ય સુધી પહોંચવા માટેની શરુઆત ખરાબ રહી હતી. ઓપનીંગ જોડી 3 રનના સ્કોર પર જ તૂટી ગઇ હતી. વિલ યંગ પ્રથમ વિકેટના રુપે પેવેલિયન પરત ફર્યો હતો. તેણે માત્ર 2 રન જ કર્યા હતા. ત્યાર બાદ ટોમ લાથમે (52) અર્ધશતક સાથે વિલિયમ સમરવિલે (36) સાથે મળીને રમતને આગળને વધારી હતી. બંનેએ 76 રનની ભાગીદારી રમત રમી હતી. કેપ્ટન કેન વિલિયમસને 24 રનની ઇનીંગ રમી હતી.

રોઝ ટેલર (2), હેનરી નિકોલસ (1) અને ટોમ બ્લુન્ડેલ (2) ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આમ 3 વિકેટે 118 રનના સ્કોર પર રહેલી ભારતીય ટીમ 138 રન પર પહોંચતા 7 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ વિકેટ માટે રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલ હાર-જીત વચ્ચે દિવાલ બની ઉભા રહી ગયા હતા. જે બંનેએ કિવી ટીમને હાર થી બચાવી હતી.

 

જાડેજાની 4 વિકેટ

રવિન્દ્ર જાડેજાએ પણ કમાલનુ બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 વિકેટ ઝડપી હતી. વિલિયમસન અને રોઝ ટેલર તેમજ જેમિસનની વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને ઉમેશ યાદવે એક એક વિકેટ ઝડપી હતી. કાનપુરની પિચ પર બીજી ઇનીંગમાં પણ અશ્વિન 3 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. તેણે બંને ઓપનરો ટોમ લાથમ, વિલ યંગ અને ટોમની વિકેટ ઝડપી હતી. જેમાં બે વિકેટ ક્લિન બોલ્ડ મેળવી હતી.

 

ભારતની બીજા દાવની રમત

બીજા દાવની શરુઆત ભારતીય ટીમ માટે ખરાબ રહી હતી. ભારતે 2 રનના સ્કો પર જ શુભમન ગીલ (1) ના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આજે સવારે એટલે કે ચોથા દિવસની રમતની શરુઆત પણ ખરાબ રહી હતી. ચેતેશ્વર પુજારા (22) ના રુપમાં બીજી વિકેટ પણ ઝડપ થી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ભારતે એક બાદ એક વિકેટ ગુમાવતા 51 રનના સ્કોર પર જ ભારતના 5 ખેલાડીઓ પેવેલિયન પરત પહોંચી ચુક્યા હતા. મયંક અગ્રવાલ (17) અને રવિન્દ્ર જાડેજા (0) ને ટિમ સાઉથી એ એક જ ઓવરમાં પોતાના શિકાર બનાવ્યા હતા. કેપ્ટન અજીંક્ય રહાણે (4) ની રમત પણ નિરાશાજનક રહી હતી.

જોકે અય્યર અને સાહાની રમતે ટીમને પડકારજનક સ્થિતીમાં પહોંચાડી, કિવી ટીમના ઉત્સાહને ક્ષણીક બનાવી દીધો હતો. અય્યરે (65) પ્રથમ ઇનીંગમાં શતક જમાવ્યા બાદ બીજી ઇનીંગમાં અર્ધશતક જડી દીધુ હતુ. અશ્વિને (32) પણ મુશ્કેલ સ્થિતીમાં અય્યરને સાથ આપતી રમત દર્શાવી હતી. ઇજાથી પિડાતા રિદ્ધિમાન સાહા (61) એ બેટીંગ કરવા મેદાને આવતા તેમે મુશ્કેલ સ્થિતીમાં નિચલા મધ્મમ ક્રમે ફીફટી નોંધાવી હતી. તેની રમતમાં અક્ષર પટેલે (28) પણ મહત્વપૂર્ણ સાથ આપ્યો હતો. બંને નોટ આઉટ રહ્યા હતા.

 

 

આ પણ વાંચોઃ Shardul Thakur Engagement: શાર્દૂલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી સાથે કરી સગાઇ, તસ્વીરો અને વિડીયો આવ્યા સામે

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Published On - 4:25 pm, Mon, 29 November 21

Next Article