England: જોફ્રા આર્ચરે ઇજાને લઇને કરાવ્યુ ઓપરેશન, લાંબો સમય સુધી ક્રિકેટ થી રહેશે દૂર, જાણો ક્યાં સુધી નહી કરી શકે બોલીંગ

|

Dec 22, 2021 | 7:38 AM

ઈંગ્લેન્ડ (England) નો આ બોલર લાંબા સમયથી ઈજાથી પરેશાન છે. ભારતના પ્રવાસ પર આ ખેલાડી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીની આખી મેચ રમી શક્યો ન હતો.

England: જોફ્રા આર્ચરે ઇજાને લઇને કરાવ્યુ ઓપરેશન, લાંબો સમય સુધી ક્રિકેટ થી રહેશે દૂર, જાણો ક્યાં સુધી નહી કરી શકે બોલીંગ
Jofra Archer

Follow us on

ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) હાલ ખરાબ સ્થિતિમાં છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી એશિઝ શ્રેણી (Ashes Series) માં ઈંગ્લેન્ડની હાલત ખરાબ છે. શ્રેણીમાં અત્યાર સુધી બે મેચ રમાઈ છે અને બંનેમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન તેના માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. આ ટીમનો એક મુખ્ય બોલર ઈજાના કારણે આવતા ઉનાળા સુધી બહાર થઈ ગયો છે. આ ખેલાડીનું નામ જોફ્રા આર્ચર (Jofra Archer) છે.

આર્ચરને કોણીમાં ઈજા છે, જેના કારણે તે આગામી ઉનાળા સુધી ક્રિકેટ રમી શકશે નહીં. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. બોર્ડે જણાવ્યું છે કે તાજેતરમાં તેનું બીજું ઓપરેશન થયું છે અને તેથી જ તેને સાજા થવામાં સમય લાગશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ECBએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ એ વાતની પુષ્ટિ કરે છે કે ઝડપી બોલર જોફ્રા આર્ચરની શનિવારે જમણી કોણીમાં ઓપરેશન થયું છે. તેમની જમણી કોણીમાં લાંબા સમયથી સમસ્યા હતી, જેના કારણે તેમને ઓપરેશન કરાવવું પડ્યું હતું. તે ક્યારે પરત ફરશે તેનો નિર્ણય સમય અનુસાર લેવામાં આવશે. પરંતુ તે આ શિયાળામાં ઈંગ્લેન્ડની બાકીની મેચોમાં વાપસી કરી શકશે નહીં.

 

 

વર્લ્ડ કપ રમી શક્યો નહી

આ ઈજાને કારણે આર્ચર ઘણી મોટી ટૂર્નામેન્ટમાં રમી શક્યો ન હતો. તેણે IPLમાંથી ખસી ગયો. તે IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. આ ઈજાને લઈને મૂંઝવણને કારણે ફ્રેન્ચાઈઝીએ તેને રિટેન કર્યો ન હતો. ઈજાના કારણે તે આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. તે એશિઝ શ્રેણીમાં પણ રમી રહ્યો નથી. ભારતે જૂનમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે પણ આર્ચર ટીમમાં નહોતો.

આર્ચરે ઓગસ્ટમાં T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કહ્યું હતું કે તે માર્ચ 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરવાની આશા રાખે છે. હવે જોવાનું એ રહેશે કે તેની ઈજાને ઠીક થવામાં કેટલો સમય લાગશે. મે મહિનામાં તેની સર્જરી થઈ હતી. તેને 2020 ની શરૂઆતમાં આ ઈજા થઈ હતી. ત્યારે ઈંગ્લેન્ડની ટીમ કેપટાઉનમાં ટેસ્ટ મેચ રમી રહી હતી. આ ઈજાએ તેને ભારતના પ્રવાસમાં પણ પરેશાન કરી દીધો હતો. આ કારણોસર, તે ચારમાંથી માત્ર બે ટેસ્ટ મેચ રમી શક્યો હતો.

 

IPL રમવાને લઇ અનિશ્વિતતા

આર્ચરના તાજેતરના ઓપરેશનથી આઈપીએલમાં તેની હિસ્સેદારી પર શંકા ઊભી થઈ છે. ઈજાને લઈને અસમંજસના કારણે રાજસ્થાને તેને રિટેન કર્યો નહોતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જો તે સ્વસ્થ થઈ જશે તો IPL-2022 ની મેગા ઓક્શનમાં રાજસ્થાન તેને ખરીદી શકે છે, સાથે જ અન્ય ફ્રેન્ચાઈઝી પણ તેના પર મોટી રકમ ખર્ચી શકે છે. પરંતુ તાજેતરના આ સમાચારે તેની IPL-2022 માં ભાગ લેવાની શક્યતાઓને મોટો ફટકો આપ્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય, વિરાટ કોહલીની પાસે લાંબી છલાંગ લગાવવાનો મોકો

આ પણ વાંચોઃ IPL 2022: ઘરે ઘરે ફરીને ગેસ સિલિન્ડર વિતરણ કરનાર પિતાએ પુત્રને ક્રિકેટર બનાવ્યો, હવે આઇપીએલ ઓક્શનમાં થશે માલામાલ!

Published On - 7:35 am, Wed, 22 December 21

Next Article