કેએલ રાહુલ માટે ખતરો બન્યો આ ખેલાડી, T20 વર્લ્ડ કપની ટીમમાં દાવો મજબૂત કર્યો
વિદર્ભના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની ચોથી અને પાંચમી મેચમાં તક મળી અને બંને મેચમાં આ બેટ્સમેને ટૂંકી પરંતુ ઝડપી ઈનિંગ્સ રમી, જેણે ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી. આ સાથે જિતેશે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે.

ODI વર્લ્ડ કપ સમાપ્ત થયાને માત્ર 2 અઠવાડિયા થયા છે અને હવે ધ્યાન આગળની ટૂર્નામેન્ટ પર કેન્દ્રિત થયું છે. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે 10 વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવાની તક પણ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ, બોર્ડ અને ચાહકોની નજર હવે 6 મહિના બાદ યોજાનારી ટૂર્નામેન્ટ પર છે. તેમાં કોને સ્થાન મળશે અને કોને નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચામાં જીતેશ શર્માએ પોતાનું નામ દાખલ કર્યું છે, જે કેએલ રાહુલ માટે ખતરો બની ગયા છે.
જિતેશે વર્લ્ડ કપ ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો
આવતા વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ભારતે 2007માં આ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં ખિતાબ જીત્યો હતો. ત્યારથી ટીમ ઈન્ડિયા આ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી T20 લીગ રમાતી હોવા છતાં, ભારત T20 વર્લ્ડ કપમાં નિષ્ફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયાની T20 રમત અને સ્ટાઈલની હંમેશા ટીકા કરવામાં આવે છે અને તેથી દરેકને આગામી વર્લ્ડ કપમાં તે બદલાશે તેવી બધાને આશા છે.
વર્લ્ડ કપ ટીમમાં રાહુલનું સ્થાન નક્કી નથી
આ દિશામાં હવે એવા યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે આખી ઈનિંગ દરમિયાન આક્રમક બેટિંગ કરીને વિરોધી ટીમને દબાણમાં રાખી શકે. આ માટે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવાનોને તક આપવાની તૈયારીઓ થઈ રહી છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી જેવા મહાન બેટ્સમેનને પણ આ વખતે રમવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવી જ હાલત કેએલ રાહુલની છે, જે T20માં પોતાની ધીમી બેટિંગને કારણે ઘણીવાર ટીકાઓનો શિકાર બને છે.
ઈશાન કિશનનું સ્થાન પહેલેથી જ કન્ફર્મ
કેએલ રાહુલે તાજેતરમાં ODI વર્લ્ડ કપમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે મિડલ ઓર્ડરમાં મજબૂત ભૂમિકા ભજવી હતી. આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ શ્રેણીમાં વિકેટકીપર તરીકે પણ તેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જૂના રેકોર્ડ હોવા છતાં રાહુલ વિકેટકીપર તરીકે વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શકે છે. આ રોલ માટે ઈશાન કિશનનું સ્થાન પહેલેથી જ કન્ફર્મ થઈ ગયું છે. રિષભ પંતની ફિટનેસ પર શંકા છે અને તેથી તેનું રમવાનું નિશ્ચિત નથી અને તેથી રાહુલને બેકઅપ કીપર તરીકે તક મળે તેવું લાગે છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં નહીં રમે તે 9 મહિના પહેલા જ નક્કી થઈ ગયું હતું ! જુઓ વીડિયો
