IND vs ENG: ઝૂલન ગોસ્વામી ને લોર્ડઝમાં મળ્યુ ‘ગાર્ડ ઓફ ઓનર’, ઈંગ્લેન્ડ તરફથી ખાસ સન્માન અપાયુ

|

Sep 24, 2022 | 8:41 PM

ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) તેના કરિયરની છેલ્લી મેચ રમી રહી છે અને જ્યારે તે આ મેચમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે આખા સ્ટેડિયમે તેનું જોરદાર સ્વાગત કર્યું.

IND vs ENG: ઝૂલન ગોસ્વામી ને લોર્ડઝમાં મળ્યુ ગાર્ડ ઓફ ઓનર, ઈંગ્લેન્ડ તરફથી ખાસ સન્માન અપાયુ
Jhulan Goswami કરિયરની અંતિમ મેચ લોર્ડઝમાં રમી રહી છે

Follow us on

મહિલા ક્રિકેટની દુનિયાની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ભારતની ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) શનિવારે પોતાના કરિયરની છેલ્લી મેચ રમી રહી છે. આ જમણા હાથની ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડમાં ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર આ મેચ રમી રહી છે. આ મેચ બાદ ઝુલન ગોસ્વામી ફરી ક્યારેય ખેલાડી તરીકે મેદાન પર જોવા નહીં મળે. આ મેચમાં ઝુલન જ્યારે બેટિંગ કરવા માટે આવી તો ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની સાથે આખા સ્ટેડિયમે તેનું ખાસ સ્વાગત કર્યું. આ મેચમાં ભારતીય ટીમે (Indian Women’s Cricket Team) પ્રથમ બેટિંગ કરી હતી.

ભારતીય મહિલાટીમના બેટર લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહોતા, તો ઝુલનની બેટિંગ પણ આવી અને તે 40મી ઓવરમાં બેટ પકડીને મેદાન પર પેડ બાંધીને નીચે આવી. આ મેચમાં ભારતીય ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ગાર્ડ ઓફ ઓનર મળ્યું

ઝુલન મેદાન પર ઉતરતાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ટીમના ખેલાડીઓ જમણી અને ડાબી બાજુએ લાઇનમાં હતા. અને ઝુલન મેદાનમાં આવતાં જ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. ખેલાડીઓ ઉપરાંત સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ પણ તાળીઓના ગડગડાટથી ઝુલનનું સ્વાગત કર્યું હતું. તેણે મેદાન પર પગ મૂકતાની સાથે જ આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજવા લાગ્યું.

 

ખાતું ખોલાવી શકી નહીં

જોકે, ઝુલન તેની છેલ્લી ODI માં ખાતું ખોલાવી શકી ન હતી અને તે પહેલા જ બોલ પર બોલ્ડ થઈ ગઈ હતી. ફ્રેયા કેમ્પે તેને બોલ્ડ કરી હતી અને આ સાથે જ ઝુલનની વનડે કારકિર્દીનો અંત બેટિંગમાં સારો રહ્યો નહીં. ઝુલને તેની કારકિર્દીમાં 204 વનડે રમી છે અને 1228 રન બનાવ્યા છે. તેના નામે એક ફિફ્ટી પણ છે. ઝુલને ભારત માટે 12 ટેસ્ટ મેચ પણ રમી છે અને 44 વિકેટ લેવામાં સફળ રહી છે. તેણે ભારત માટે 68 વનડેમાં 56 વિકેટ લીધી છે.

Published On - 8:39 pm, Sat, 24 September 22

Next Article