IPLના 46 હજાર કરોડના બિઝનેસ માટે બેઝોસ અને અંબાણી વચ્ચે ટક્કર, વાંચો કેવી રહેશે અધિકારોની લડાઈ

|

Jun 10, 2022 | 2:44 PM

જે કંપનીને IPLના મીડિયા અધિકારો મળશે તે ભારતમાં 1.4 બિલિયન લોકોની નંબર 1 મીડિયા પ્લેયર સાબિત થશે. આનાથી ભારતના કન્ઝ્યુમર માર્કેટ (Consumer market)માં કંપનીનું વર્ચસ્વ વધશે. ખાસ કરીને એક બજાર જે વધુને વધુ ઓનલાઈન બની રહ્યું છે.

IPLના 46 હજાર કરોડના બિઝનેસ માટે બેઝોસ અને અંબાણી વચ્ચે ટક્કર, વાંચો કેવી રહેશે અધિકારોની લડાઈ
IPLના 46 હજાર કરોડના બિઝનેસ માટે બેઝોસ અને અંબાણી વચ્ચે ટક્કર
Image Credit source: TV 9 gujarati

Follow us on

IPL : વિશ્વના બે સૌથી અમીર જેફ બેઝોસ(Jeff Bezos) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) ફરી એક વખત ટક્કર આપવા જઈ રહ્યા છે. આ વખતે લડાઈ મીડિયા અધિકારોની છે. આ મીડિયા અધિકારો ઈન્ડિયન પ્રીમિયર લીગના ‘સુપર બોલ ઓફ ક્રિકેટ’ સાથે સંકળાયેલા છે. IPL જેને ક્રિકેટના મહા કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 600 મિલિયનથી વધુ દર્શકો સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી રમતગમતની ઘટના છે. આ ઈવેન્ટનો બિઝનેસ 6 બિલિયન ડોલર (લગભગ 46 હજાર કરોડ રૂપિયા)થી વધુ હોવાનું કહેવાય છે. આઈપીએલ (IPL)ની હરાજી 12 જૂને થવા જઈ રહી છે.

આ અવસર પર બેઝોસ અને અંબાણી બંને પોતાનો દાવો રજૂ કરશે. હવે જોવાનું એ રહેશે કે આ બંને વચ્ચે કોણ જીતે છે. એમેઝોનના જેફ બેઝોસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આઈપીએલ મેચોના પ્રસારણના અધિકારો મેળવવા માંગે છે. આ બે અબજોપતિઓ સિવાય અન્ય ઘણી કંપનીઓ મીડિયા અધિકારો મેળવવાની હોડમાં છે. ‘ઈકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ વોલ્ટ ડિઝની કંપની અને સોની ગ્રુપ કોર્પોરેશન પણ આઈપીએલના મીડિયા અધિકારો મેળવવા માંગે છે. આ રેસમાં ઘણી મોટી કંપનીઓ કૂદી રહી છે ત્યારે આઈપીએલની હરાજી ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે.

કોણ હશે મીડિયાનો નંબર 1 પ્લેયર

જે કંપનીને IPLના મીડિયા અધિકારો મળશે તે ભારતમાં 1.4 બિલિયન લોકોની નંબર 1 મીડિયા પ્લેયર સાબિત થશે. આનાથી ભારતના કન્ઝ્યુમર માર્કેટમાં કંપનીનું વર્ચસ્વ વધશે. ખાસ કરીને એક બજાર જે વધુને વધુ ઓનલાઈન બની રહ્યું છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આઈપીએલના મીડિયા અધિકારો મેળવવા માટે ઘણા હાઈ-પ્રોફાઈલ એક્ઝિક્યુટિવ્સને હાયર કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આઈપીએલ ઉપરાંત, એમેઝોને અન્ય ઘણી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી પર પણ નજર નાખી છે. વિશ્વના રિટેલ માર્કેટમાં પ્રભુત્વ ધરાવતા જેફ બેઝોસ યુરોપિયન ફૂટબોલના અધિકારો મેળવવા માટે લાખો ડોલર ખર્ચી રહ્યા છે. બેઝોસે અમેરિકામાં ‘થર્સડે નાઈટ ફૂટબોલ’ સીઝનના પ્રસારણ અધિકારો માટે 1 અરબ ડોલરનો સોદો કર્યો છે. આ મીડિયા અધિકારો 2033 સુધી છે. ડિઝની કેલિફોર્નિયામાં તેના મુખ્યાલયમાંથી ઘણા મોટા અધિકારીઓને IPLના અધિકારો મેળવવા માટે મુંબઈ મોકલી રહી છે, જ્યાં હરાજી યોજાવાની છે.

ઑનલાઇન બિઝનેસ મેળવવા માટે જંગ

ડિઝની અને સ્ટ્રીમિંગ સેવાના વિશ્વમાં 138 મિલિયન પેઇડ સબ્સ્ક્રાઇબર્સ છે. આમાં ડિઝની અને હોસ્ટસ્ટાર કરતાં 3 ગણા વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. નેટફ્લિક્સ પણ આ સ્પર્ધામાં આવે છે, પરંતુ તે હજુ પણ પાછળ છે. ડિઝની પ્લસે 2 એપ્રિલના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 7.9 મિલિયન નવા ગ્રાહકો ઉમેર્યા છે. આ સંખ્યા ડીઝની પ્લસ અને હોસ્ટારના ગ્રાહકો કરતાં અડધાથી વધુ છે.

2008માં જ્યારે IPLની શરૂઆત થઈ ત્યારે Apple Inc.નો iPhone માત્ર એક વર્ષ પહેલા જ લોન્ચ થયો હતો. તે સમયે લાઈવ સ્ટ્રીમિંગ એક મોટી વાત માનવામાં આવતી હતી. હવે ભારતમાં મોટાભાગના લોકો ઓનલાઈન કન્ટેન્ટ જુએ છે જેમાં સ્માર્ટફોનનો સૌથી વધુ હિસ્સો છે. આ કારણથી એવું માનવામાં આવે છે કે IPLના ડિજિટલ રાઈટ્સ ખૂબ જ મોંઘા સાબિત થશે.

Next Article