BCCIને મળી સફળતા, IPL હવે અઢી મહિનાની થશે લીગ, જય શાહના પ્લાનને ICCએ આપી લીલી ઝંડી

આઈપીએલના મીડિયા રાઈટ્સની હરાજી દરમિયાન બીસીસીઆઈના (BCCI) સચિવ જય શાહે કહ્યું હતું કે તેઓ આઈસીસી સાથે આઈપીએલની વિન્ડોને વિસ્તાર કરવા માટે વાત કરશે.

BCCIને મળી સફળતા, IPL હવે અઢી મહિનાની થશે લીગ, જય શાહના પ્લાનને ICCએ આપી લીલી ઝંડી
IPL-window-extended
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 5:50 PM

આ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો વિસ્તાર વધ્યો છે. આઈપીએલ-2022 (IPL 2022) માં આઠને બદલે 10 ટીમોએ ભાગ લીધો અને નવી ટીમ ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. 10 ટીમોના આવવાને કારણે હવે આઈપીએલ મેચોમાં વધારો થશે અને આને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે પોતાની રણનીતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ આઈપીએલ માટે અઢી મહિનાની વિન્ડો પર વિચાર કરી રહ્યા છે અને તે વિશે આઈસીસી સાથે વાત કરશે. બીસીસીઆઈએ આ વાતને માની લીધી છે અને આઈપીએલ માટે ફ્યુચર ટુર પ્રોગ્રામમાં વિસ્તૃત વિન્ડો પણ આપવામાં આવી છે જેથી કરીને આ લીગમાં વધુને વધુ ઈન્ટરનેશનલ ક્રિકેટર રમી શકે.

આગામી સિઝનથી આઈપીએલ અઢી મહિનાની લીગ બની જશે. આ માટે મંજૂરી પણ મળી ગઈ છે. આઈપીએલની શરૂઆત સામાન્ય રીતે માર્ચના છેલ્લા સપ્તાહમાં અને એપ્રિલની શરૂઆતમાં થાય છે અને મેના છેલ્લા સપ્તાહ અથવા જૂનના પહેલા સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ મામલામાં નવા નિર્ણયની વાત કરીએ તો તેનો સમય બે અઠવાડિયા સુધી વધારી દેવામાં આવ્યો છે.

અહીં છે પ્લાન

આઈસીસી પાસે નવું એફટીપી છે, તે લગભગ ફાઈનલ છે, તેમાં નવા ફેરફારોની જાણકારી છે. એફટીપીનું આ ફોર્મેટ વેબસાઇટ ESPNcricinfoની પાસે છે. આ વેબસાઈટે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે મે 2023 અને એપ્રિલ 2027 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાવાની છે, જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મર્યાદિત ઓવરોની દ્વિપક્ષીય સિરીઝ, પરંતુ તેમની વચ્ચે ગેપ છે તે અસલી કહાની કહે છે.

આ પણ વાંચો

દર વર્ષે માર્ચના છેલ્લા સપ્તાહની અને જૂનના પ્રથમ સપ્તાહમાં વિન્ડો આઈપીએલ માટે હોય છે. આ વખતનો જે ડ્રાફ્ટ છે તેમાં જય શાહના બે અઠવાડિયાના વધારાની પુષ્ટિ થઈ છે. આગામી ચાર વર્ષમાં આ સમયગાળા દરમિયાન બહુ ઓછી ઈન્ટરનેશનલ ક્રિકેટનો ક્રાર્યક્રમ રાખવામાં આવે છે.

મેચમાં વધારો થશે

અત્યાર સુધી આઈપીએલમાં આઠ ટીમો રમતી હતી, પરંતુ આ વખતે 10 ટીમો રમી હતી. આઈપીએલ 2022માં 10 ટીમોના કારણે કુલ 74 મેચ રમાઈ હતી. બીસીસીઆઈએ આગામી પાંચ વર્ષ માટે આઈપીએલ મીડિયા રાઈટ્સની હરાજી કરી છે. આ દરમિયાન બીસીસીઆઈએ મેચોની સંખ્યા વિશે જણાવ્યું હતું. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે 2023 અને 24માં 74 મેચ રમાશે. 2025 અને 26 માં 84 મેચો રમાશે. 2027માં આઈપીએલમાં 94 મેચ રમાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">