7 કરોડ રૂપિયાના ઓલરાઉન્ડરે એવો બોલ ફેંક્યો કે, લોકો વારંવાર જુએ છે આ Video

ILT20ના એલિમિનેટર મેચમાં એક નજારો જોવા મળ્યો હતો. જેમાં અબુ ધાબુ નાઈટરાઈડર્સના કેપ્ટન જેસન હોલ્ડરે બોલને હવામાં એવો થ્રો કર્યો કે, લોકો બોલને જોતા જ રહી ગયા હતા.

7 કરોડ રૂપિયાના ઓલરાઉન્ડરે એવો બોલ ફેંક્યો કે, લોકો વારંવાર જુએ છે આ Video
| Updated on: Jan 02, 2026 | 2:49 PM

ક્રિકેટમાં દરેક દિવસ એક સરખો હોતો નથી. તેમજ એક જ મેચમાં દરેક પળ પણ સરખી નથી હોતી. જો કોઈ બોલર હોય તો તેના માટે દરેક બોલ પર પરિણામ બદલી શકે છે. પરંતુ વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની સાથે તો કાંઈ એવું થયું જેને જોઈ કોઈ પણ હસવા લાગશે. વર્ષ 2025માં સૌથી વધારે 97 ટી20 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવનાર હોલ્ડરે ILT20ની મેચ દરમિયાન એક એવો બોલ થ્રો કર્યો હતો. કે, તેને જોઈ તમે પણ હસવા લાગશો.

ઓક્શનમાં 7 કરોડ રુપિયાની બોલી

તે નીચલા ક્રમમે રહી સિક્સ -ચોગ્ગાનો વરસાદ કરે છે. આ કારણે આઈપીએલ 2026ના ઓક્શનમાં તેના પર 7 કરોડ રુપિયાની બોલી લાગી હતી. વર્ષ 2026ના પહેલા દિવસે જેસન હોલ્ડરે એક એવો બોલ નાંખ્યો જેને જોઈ સૌ કોઈ હસી રહ્યા છે.આ બધુ અબુ ધાબી નાઈટ રાઈડર્સ અને દુબઈ કેપિટલ્સની એલિમિનેટર મેચમાં થયું છે. ગુરુવાર 1 જાન્યુઆરીના રોજ ILT20માં અબુધાબુ અને દુબઈની ટીમ આમને સામે હતી. આ મેચમાં નાઈટ રાઈડર્સે પહેલા બેટિંગ કરી અને 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દુબઈની શરુઆત ખરાબ રહી હતી. જ્યારે નાઈટ રાઈડર્સના કેપ્ટન હોલ્ડરે ઈનિગ્સની બીજી ઓવરમાં ઓપનર ટોબી એલ્બર્ટને આઉટ કર્યો હતો. પરંતુ આ ઓવરમાં હોલ્ડરે પોતાના એક બોલને કારણે નીચું જોવાનો વારો આવ્યો હતો.

 

 

ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધી

આ બોલ પછી પણ જેસન હોલ્ડરે મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 3.2 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં છેલ્લી 2 વિકેટ છેલ્લા 2 બોલ પર લઈ દુબઈ કેપિટલ્સને માત્ર 108 રન પર ઓલઆઉટ કર્યું છે.નાઈટ રાઈડર્સે આ મેચ 50 રનના મોટા અંતરથી જીતી છે. હોલ્ડર સિવાય સુનીલ નરેન અને લિયમ લિવિંગસ્ટને પણ 3-3 વિકેટ લીધી હતી. આ જીતની સાથે નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. જેમાં ફાઈનલમાં સ્થાન બનાવવા માટે તેમણે એમઆઈ એમિરેટ્સ સાથે ટકરાવાનું હશે.

 

 

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. અહી ક્લિક કરો